________________
: કથાને-કોષ :
વિશાદાની સમક્તિમાં નિશ્ચળતા.
૮૨
જાણકાર વિચક્ષણ યોગી ! મારે તે એવો નિયમ છે કે અઢાર દેષ રહિત એવા નિરંજન જિન ભગવાન સિવાય બીજા કોઈ અન્ય દેવતાઓને સ્વને પણ વંદન ન કરવું તેમ તેમનું પૂજન વગેરે પણ ન કરવું અર્થાત્ આ કાત્યાયની દેવીને વંદન વગેરે કરવાનું મારે ખપે નહીં. આ નિધાનને લાભ કાત્યાયની દેવીની પૂજાવડે જ મળવાને હેય તે એ લાભ ઉપર વજી પડે અર્થાત્ મારે એ રીતે મારો નિયમ ભાંગીને એ લાભ મેળવવા નથી. હવે પ્રયાસ કરવાથી શું ? હવે આપણે પિતાને સ્થાને જ પાછા ફરીએ. આ વિશે બહુ કહેવાની જરૂર નથી. મારો તે એ નિશ્ચય છે કે જીવિત જતું હોય તે ભલે જાય પણ જિનદેવ અને જૈન સાધુએ સિવાય બીજા કોઈની પૂજા ન કરવી અને બીજા કેઈને વંદન પણું ન કરવું. વળી કહ્યું છે કે–ઉગ્ર-તહણ પવનના ઝપાટાથી આઘાત પામેલા તાડીના ઝાડના પાંદડા ઉપર લાગેલું પાણીનું ટીપું જેવું ચંચળ હોય છે એટલે પડું પડું થઈ રહ્યું હોય છે તેવું જ માનવનું જીવન ચંચળ હોય છે. વીજળીની રેખાને ચમકારે જેવો ક્ષણવાર માટે જ હોય છે તેવું જ શરીરસુખ પણ ક્ષણભંગુર છે. શરતુનાં વાદળાં જેમ લાંબો રામય ટકી શકતા નથી તેમ માનવીની જુવાની પણ વધારે સમય ટકી શકતી નથી. અસુરક્ષિત સ્થળે એટલે પવનને સપાટે લાગે એવે સ્થળે રહેલે દીવે જેમ નાશ પામવાની તૈયારીમાં હોય છે તેમ માનવના પ્રયજનના સંબંધ પણ તેવા જ અસ્થિર છે, અને સંપદાઓ વૈભવ અને યશકીર્તિ એ બધું પણ યુવતી સ્ત્રીના કટાક્ષ જેવું અસ્થિર છે. આ સિવાય બીજું બધું પણ ચાર દહાડાના ચાંદરડા જેવું છે એમ સમજીને એ શેઠ મનમાં વિચારે છે કે મેં જે પ્રતિજ્ઞાને ઘણું લાંબા સમયથી સ્વીકારેલી છે અને જે પ્રતિજ્ઞા મારા આત્માને હિતકર છે તેને નાશ હું કેમ કરું? જે જીવન, પ્રિયજનનો સંબંધ અને વૈભવ લક્ષ્મી કીર્તિ વગેરે હમેશાને માટે સ્થિર હોય તે વળી માનવ પિતાની કુલ પરંપરાને છોડી દે અને ધ્યેયથી વિરુદ્ધની પ્રવૃત્તિ અવશ્ય કરી શકે, પરંતુ એવું નથી એટલે હું આ નાશવંત ધનના લાભ માટે મારી પ્રતિજ્ઞાને કેમ છેડી દઉં? એ પ્રમાણે એ શેઠ બોલતો હતો ત્યારે એ બધી હકીક્ત ત્યાં પાસે જ સૂતેલા - એક ધન નામના મનુષ્ય સાંભળી. એ ધન નામને માનવ પહેલાં એક જૈન મુનિ હતા પરંતુ જૈનશાસનની તેણે ભારે આશાતના કરી હોવાથી ગુરુએ તેને પારાંચિતક પ્રાયશ્ચિત આપેલું હતું એટલે તે પોતાને વેશ બદલીને એ પ્રાયશ્ચિતને માટે આ સ્થળે આવેલું હતું. અહીં તેને વેશ કેવા પ્રકારનો છે તે સ્પષ્ટ કળાતું નહોતું પરંતુ જેન સાધુને વેશ તજી દઈને ગૃહસ્થ જેવા વેશમાં રહેલે તે પિતાના પૂર્વકૃત્યને પશ્ચાત્તાપ કરતો હતો. પેલા શેઠની વાત સાંભળીને તે ધન વિચાર કરવા લાગ્યું કે અહા! અહીં આવેલા આ કોઈ મહાનુભવની પોતાના સમકિતમાં કેવી નિશ્ચળતા છે. વળી ભારે વિપત્તિમાં આવી પડે હેવા છતાં એ મહાનુભાવ પિતાની પ્રતિજ્ઞામાં અને પિતાના ધર્મમાં કે દૃઢ છે! અહે!
"Aho Shrutgyanam