________________
-
ઉપ
ભવદેવની કથા સમાપ્ત.
* કયારન-કાય ?
૧. જે માનવ ન્યાયના માર્ગમાં છે તેને તે કણ ન સમજાવી શકે? પરંતુ જે માનવ ન્યાયમાર્ગથી ચલિત થયેલ છે તેને ફરી પાછો જે સ્થિર કરી શકે એ જ ખરે વિચક્ષણ કહેવાય. ૨. સ્વાર્થ માટે પ્રયત્ન કરવાની વૃત્તિ તે આબાલગોપાળ સુધી જાણીતી છે, પરંતુ જે, પરાર્થ માટે એ પ્રકારે લાગણીથી પ્રયત્ન કરે છે એવા કલ્યાણસમુદ્ર તે કોઈક જ હોય છે. ૩. ખુદ અરિહંત ભગવાન પિતે નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાને લીધે તદન કૃત્યકૃત્ય છે, છતાંય તેઓ જાતે પ્રાણીઓને ધર્મમાં સ્થિર રાખવા પ્રયત્ન કરે છે, તે પછી જે ડાહ્યા લેકે છે તેઓએ એ કામમાં શા માટે આળસ રાખવું જોઈએ? એ પ્રમાણે શ્રી કથા રત્નકેશમાં સમ્યકત્વનો વિચાર કરતાં તેના છઠ્ઠા અતિચારના પ્રકરણમાં ભવદેવ રાજવિની સાતમી કથા સમાપ્ત થઈ.
"Aho Shrutgyanam