________________
ન
=
-
-
-
-
૭૩.
ભવદેવ મુનિએ તીર્થ કર દેવની ધર્મ પ્રવૃત્તિનું કરેલું વર્ણન.
: કથારન-કેપ ?
છએ છે કે પહેલાં કદી પણ તપ કે બીજ નિયમ નહીં કરેલાં છતાંય એ જ જન્મમાં તેમના શુભ ભાવે અતિશય વધી જવાને લીધે તેમનામાં સમભાવરૂ૫ સામાયિક આવી ગયું હતું અને તેથી તેમનાં બધાં કમેને નાશ થઈ ગયું અને તેઓ નિર્વાણપદ પામ્યા એ વાત ખરી છે પરંતુ એમને એ બનાવ એક અચ્છેરારૂપ છે માટે ઉદાહરણરૂપે પ્રમાણુ તરીકે ન લઈ શકાય. જે એવાં અચ્છેરા જેવાં ઉદાહરણને પ્રમાણભૂત માનવામાં આવે તે આ બધે વ્યવહાર જ નાશ પામી જાય. વળી, તે જે કહ્યું કે તથાભવ્યત્વના ભાવને લઈને સિદ્ધિને લાભ મળે છે માટે ધર્મક્રિયા માટે કે પ્રકારનાં કણરૂપ અનુષ્ઠાને કરવાની જરૂર નથી એ પણ બરાબર નથી; કારણ કે -
તીર્થંકર ભગવાન પિતે ચાર જ્ઞાનના ધણી છે. દેવે એમને પૂજે છે. એ નિર્વાણપદને ચોક્કસ મેળવવાના જ છે, છતાં તેઓ જાતે પોતાની શક્તિ અને વીર્યને છૂપાવ્યા વિના ધર્મ પ્રવૃત્તિઓ માટે ઉદ્યમ કરે છે. એ પ્રમાણે છે કે તે જિનેશ્વર ભગવંતે સંસાર સમુદ્રને પાર પામી ગયા કહેવાય છતાંય તેઓ ધર્મપ્રવૃત્તિ માટે વિશેષ ઉદ્યમ કરે છે તે પછી અમારી કે તમારી જેવા પામર પ્રાણીઓને એ ધર્મ પ્રવૃત્તિને માટે વ્યાહ કેમ હોઈ શકે ?
આ રીતે ભવદેવ મુનિએ હસ્થિમ મુનિને સમજાવ્યા છતાં ય તે વધારે ચર્ચા કસ્વા લાગ્યા ત્યારે અભિમાન વા વેષને લીધે ભવદેવ મુનિએ તે હથિમલ મુનિની ઉપેક્ષા કરી અને તેના તરફ વિશેષ ધ્યાન ન આપ્યું. આમ થવાથી તે હત્યિમલ્લ મુનિ, ધર્મ કાર્યોમાં વિશેષ અરિથર થઈ ગયે છતાં કેવળ લલાજને લીધે બહારનો દેખાવ રહે એટલા પૂરતું ધર્મકાર્ય કરવા લાગે. એ રીતે તેણે સાધુ-ધર્મની વિરાધના કરી અને અને એ એમ ને એમ કાળધર્મ પામી અસુગતિ પામે. ભવદેવ મુનિ પણ ધર્મક્રિયામાં શિથિલ એવા હથિમલ મુનિ તરફ બેદરકાર રહેલે એટલે તેણે પણ એ શિથિલ મુનિને ધર્મમાં સ્થિર કરવા તરફ પૂરતું લક્ષ્ય નહીં આપેલું તેથી એના સમક્તિમાં કલંક લાગેલ તોપણ એ ભવદેવ મુનિએ દુષ્કર તપશ્ચર્યા આચરેલી હતી તેના પ્રભાવે તે કાળધર્મ પામીને લાંતક નામના સ્વર્ગમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થયે, અને ત્યાં લાંતક સ્વર્ગમાં વિધવિધ પ્રકારની ક્રીડાઓ કરીને પિતાના દિવસે ગાળવા લાગ્યું. એમ કરતાં કરતાં કઈ ઈશાન નામના દેવની સાથે તેને ભાઈબંધી થઈ અને તે પિતાના મિત્રની સાથે વિદેહ વગેરે ક્ષેત્રમાં તીર્થકરને વંદન કરવા જવા લાગ્યા. હવે જ્યારે એ દેવનું છ મહિનાનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેણે તીર્થકરને પૂછ્યું: હે ભગવાન! શું હું સુલભધિ થઈશ કે દુર્લભધિ થઈશ. ભગવાન બોલ્યા. હે મહાભાગ ! તું દુર્લભધિ છે, અને
"Aho Shrutgyanam