________________
* કયારત્ન-કિષિ :
હસ્તિમલ સાધુની શિથિલતા.
૭૨.
મેહના અચિંત્ય સામર્થ્ય તથા ભવિતવ્યતાના પ્રતિકૂળતાને કારણે હથિમ રાજર્ષિને કેટલાક હલકા વિચારો આવવા લાગ્યા
મુનિ પડિલેહણ ન કરે, પ્રમાર્જન ન કરે અને એવી બીજી મુનિપણાની ક્રિયા ન કરે છતાંય ભવિતવ્યતાના કારણે જીવ, દેવગતિને મેળવી શકે છે એ નિશ્ચિત છે. એમ ન હિય તે જેણે મુનિ ધર્મને સ્વીકાર્યું નથી એ, અને જેનું ચિત્ત મોટા ભયાનક યુદ્ધમાં લાગેલું હતું એ મારો મિત્ર ગંગાધર શી રીતે દેવગતિને પામે? વળી, શાસ્ત્રમાં પણ એવી એવી વાત સંભળાય છે કે તથા પ્રકારના ભવ્યતાના પરિપાકને લીધે જેમના આત્મામાં સામર્થ્ય ઉદ્દભવેલું છે એવા અને કોઈપણ પ્રકારની ધર્મક્રિયાને નહીં કરી શકેલા એવા મરુદેવી વગેરે છે પણ નિર્વાણ પામ્યા છે. ખરી રીતે તે ભવ્યત્વનો પરિપાક જ કલ્યાણના સમૂહનું કારણ છે, અને એ તથાભવ્યતાને પરિપાક ન થયે હેય તે. બધી જાતની ક્રિયાઓ નિષ્ફળ જાય છે. કેઈ એમ કહે કે સંયમ, તપ વગેરેની ક્રિયાઓ દ્વારા જ તથાભવ્યત્વને પરિપાક થાય છે તે એ વાત પણ ખોટી છે, કારણ કે જે મરુદેવી વગેરેના આત્માઓ શિવપદને પામેલા છે તેઓએ તે તપ વગેરે કશુંએ કર્યું ન હતું, છતાં તેમનું તથાભવ્યત્વ શી રીતે પરિપકવ થયું એટલે સંયમ અને તપ વગર પણ તેમના તથા ભવ્યત્વનો પરિપાક થયેલું હતું એમ જ માનવું રહ્યું. એ રીતે એ હત્યિમલ્લ મુનિના મનમાં સાધુધર્મ સંબંધી શુભ યિાઓ વિષે વૈરી જે શુદ્ધ ભાવને વિરોધી પરિણામ પેદા થયે કે પરિણામે એ મુનિ મહાત્મા, તપ અને બીજી મુનિની ક્રિયાઓમાં શિથિલમંદ થઈ ગયે.
હથિમલ સાધુની એ બધી શિથિલતા, પ્રમાદભાવ અને મંદતા ભવદેવ સાધુના જાણવામાં આવી તેથી તેણે એ મુનિને કહ્યુંહે ઉત્તમ રાજર્ષિ ! સ્વીકારેલા સાધુધર્મ પ્રત્યે તું જે કે અસંતોષિ થયે છે એટલે મારે તને કશી પણ શિખામણ આપવા જેવું નથી છતાંય તને થોડુંક કહી દઉં છું. આ સંસારમાં પુરુષો ત્રણ પ્રકારના હોય છેઃ અધમ, મધ્યમ અને ઉત્તમ. તેમાં જે અધમ પુરુષ હોય છે તેઓ પહેલેથી જ વિદ્ધના ભયને લીધે કેઈપણ પ્રકારની ધર્મપ્રવૃત્તિની શરૂઆત જ કરતા નથી. જેઓ મધ્યમ પુરુષ છે તેઓ ધર્મપ્રવૃત્તિનો આરંભ તે કરે છે પણ વચ્ચે વિદન આવતાં જ તેઓ એ આરંભેલા કામને પણ તજી દે છે. હવે જેઓ ઉત્તમ પુરુષ છે તેઓ તે ગમે તેટલાં વિદને આવે તે પણ સ્વીકારેલી પ્રવૃત્તિને માટે વિશેષ ને વિશેષ યત્ન કરે છે. હવે તું પણ ઉત્તમ કોટીને પુરુષ છે છતાં ધર્મપ્રવૃત્તિથી જાણે કે પાછા હઠતો હોય એવા કેમ દેખાય છે ? શું તારે માટે એ યંગ્ય કહેવાય ? પછી હમિલ મુનિએ ધર્મક્રિયાને લગતા પિતાના બધા વિચાર પિલા ભવદેવ મુનિને જણાવી દીધા. ભવદેવ બે હે ભદ્ર ! મરુદેવી વગેરે
"Aho Shrutgyanam