________________
: કથાનનેષ :
હસ્લિમલનું સ્વનગર પ્રતિ આગમન.
ખાસ વાત એ હતી કે એનો મિત્ર ગંગાધર ત્યાં યુદ્ધમાં મરણ પામ્યું હતું તે દુઃખ તેને વાગેલા કાંટાની પેઠે હૃદયમાં ભારે ખટક્યા કરતું હતું, અને એ મિત્રના મરણથી મિત્રવિયેગનું દુઃખ એક ક્ષણ પણ ભૂલાતું નહોતું એથી એ હસ્તિમલ્લ રાજાને વિવિધ નાચ-કામાં કુશળ સુંદર સ્ત્રીઓ પણ જોવી ગમતી ન હતી, પરમ આનંદદાયક અને મનોહર સ્થળોમાં તેનું મન લેશમાત્ર પ્રસન્નતા પામતું નહોતું, ગજક્રીડા અને અશ્વક્રીડા તરફ પણ તેની બુદ્ધિ જરાપણ ખેંચાતી નહોતી. એ રીતે તે મહાત્મા પિતાના મિત્રના વિયોગના દુઃખને સહી શકતો ન હતો તેથી વિવિધ દેશો જેવાને તેને ઉત્સાહ તદ્દન ઘટી ગયે અને તે કયાંય પણ શાંતિ પામી શકતું ન હતું. એટલામાં તેના પૂર્વના પહેલાનાં રાજ્યમાંથી એક ગુપ્તચર સંદેશવાહક તેને મળવા તેની પાસે આવી પહએ. દ્વારપાલે તેના આવવાના સમાચાર કહ્યા એટલે તેને મળવા પિતાની પાસે બોલાવ્યું, અને તે ગુપ્તચરે રાજાને પગે પડીને એક લેખ આપ્યો. રાજાએ પિતે એ લેખ વાંચો, અને હવે અહિંથી શીધ્ર પાછા વળવું જોઈએ એ તે લેખનો ભાવાર્થ તેના ખ્યાલમાં આ. આ બધી હકીકત રાજા હસ્તિમલે રાજા અજુનદેવને જણાવી. ત્યારપછી હાથી, ઘોડા અને બીજા અનેક રત્નોથી ભરેલા ભારે ખજાના સાથેના રાજવૈભવ સહિત રાજા અજુનદેવ રાજા હસ્તિમલ પાસે આવ્યા, અને આદરપૂર્વક પ્રણામ કર્યા. ભાલતલમાં અને હાથ જેડી તેને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્ય: હે દેવ! મારો જે આ વૈભવ છે તે બધે તમારા ચરણકમળની કૃપાનું જ ફળ છે, માટે હે દેવ! તમે આ બધું ગ્રહણ કરે. તમે મારા ઉપર જે ઉપકાર કરેલ છે તેની પાસે આ તે શું છે? હે રાજા! હું તો આપનાં દર્શનથી પણ મારી જાતને વૈભવ-ધન્ય સમજું છું. પોતાની જિંદગીને પણ જોખમમાં મૂકીને બીજાને ઉપકાર કરવાની તીવ્ર વૃત્તિવાળા તમારા જેવા મહાપુરુષને જોઈને પૂર્વે થઈ ગયેલા એવા પરદુઃખભંજન રાજા બલિ અને શિબિ રાજા ઉપર કે શ્રદ્ધા ન કરે? આ પ્રમાણે પોતાની પ્રશંસા સાંભળીને શરમનો માર્યો પિતાના શરીરને સકેડીને રાજા હસ્તિમલ્લ બોલ્યા- હે નરવર ! તું આમ કેમ બોલે છે ? મારી તે શકિત શી? મારામાં એવું તે જ્ઞાન પણ શું છે? હું એ કળામાં કુશળ પણ કયાં છું? અને મેં એવું તે શું પરોપકાર કરી નાખેલ છે? જેથી તું મારી આવી અપૂર્વ પ્રશંસા કરી રહ્યો છે? સારા મનુષ્યનો એ જ સ્વભાવ હોય છે કે તેઓ બીજાના રેતીના કણ જેટલા છેડા પણ ગુણે મેટા પહાડના વિસ્તારની જેમ વર્ણવી બતાવે છે, અને પિતાના મેટા પહાડ જેવા વિસ્તારવાળા ગુણને પણ ઢાંકી રાખે છે. માટે હવે વધારે કહેવાની જરૂર નથી. હે ભદ્ર! હવે તું જ આ રાજ્યવૈભવને ભેગવ અને હું વળી મારા રાજ્ય તરફ જાઉં છું. એમ રાજા હસ્તિમલ્લ રાજા અર્જુનદેવને સમજાવીને અને કેટલાક પુરુષને સાથે લઈને તથા બાકી બીજા બધા લેકોને પાછા વાળીને કેઈ ન જાણે તેમ પિતાના નગર ભણી ગયા.
"Aho Shrutgyanam"