________________
...
-
-
-
- -
-
- -
-
-
-
-
-
રણ સંગ્રામમાં ગંગાધરનું મૃત્યું.
': કયારત્ન-૫ :
ગયું. આકાશમાં રહેલા દેવ, વિદ્યાધરે અને કિન્નરેએ જ્યકારનો નાદ શરુ કર્યો. લડવૈયાઓએ એ જ્યકારને અવાજ સાંભળીને ઉપરાઉપરી તીક્ષણ બાણે ફેંકીને તેને વરસાદ વરસાવ્યું. એ રીતે બાણોને વરસાદ વરસવાથી પ્રચંડ સૂર્યનાં કિરણેને ફેલાવે થતું અટકી પડે. લડવૈયાને મેટે સમૂહ ઘાયલ થયે અને તેથી તેમના ઉન્મત્ત હાથીઓને સમૂહ ચારે બાજુ ઘુમવા લાગ્યું, એ રીતે ચારે કેર ભાગેલા હાથીઓના સમૂહને જોઈને ગભરાટ પામેલા બીકણ પુરુષે ચારે દિશામાં નાસવા લાગ્યા. એ વખતે રાજાઓનાં મરણ થવાથી તેમનાં છાત્રો અને ધજાને ભેટે જ નીચે પડી ગયે, તેથી સમરાંગણને રસ્તા રોકાઈ ગયો, અને સમરાંગણમાં વહી જતા રુધિરના પ્રવાહમાં ઘેડા અને નારે ડુબવા લાગ્યા. ઘેડા અને નરોનાં માથાનાં ટુકડા થવાથી તે ખાવા માટે ત્યાં ભયંકર વેતાલે એકઠા થવા લાગ્યા અને વેતાલ. પૂતનાના ભેગા થવાથી તે બન્નેની ત્યાં કડા જામી અને તેને લીધે સમરાંગણમાં ભયંકર હકારા થવા લાગ્યા. એ ભયંકર અવાજેને સાંભળવાથી સામા ગયેલા સુભટેએ બીજા વીરોને બોલાવવા માંડયા, બીજા વીરને બેલાવવાથી રણરસ જામી પડશે અને તેથી મૂરછ પામેલા ન હંકારા દેવા લાગ્યા. એ હુંકાર સાંભળીને જતા અને પાછા આવતા ગીધેએ ચા મારવી છેડી દીધી. એ રીતે સર્વત્ર ત્યાં સમરાંગણમાં ભયાનક વિશાલ અવાજ વારે વારે થવા લાગ્યું. એ પ્રમાણે બને સેનાઓનું ભયાનક યુદ્ધ થયું, અને તેમાં ભારે ભયાનક સંગ્રામને લીધે જેનામાં નિર્દય રીતે ઉગ્ર ઉત્સાહ વધી ગયે છે એ રાજા હસ્તિમલે પોતાની સામે થયેલા શત્રુના લકરને છુંદી નાખ્યું અને તેને ભુકે કાઢી નાખે.
જ્યારે એ મહાપ્રચંડ લડાઈને ખેલ ખેલાતો હતો ત્યારે “ હવે લડાઈ જિતાશે નહિ.” એમ સમજીને પ્રધાનપુરુષે રાજાની ઈચ્છા નહોતી છતાં પોતાના છત્ર અને ધનુષ તૂટી જવાથી વિશેષ ખિન્ન થયેલા રાજા ભવદેવને રણભૂમિ ઉપરથી દૂર લઈ ગયા. કહેવત છે કે “નાયક વગરની સેના હણાઈ જાય છે.” એ કહેવત પ્રમાણે રાજાના બહાર નીકળવાથી તેની સેના છિન્નભિન્ન થઈ ગઈ અને તે છિન્નભિન્ન થયેલી શત્રુસેનાને અજુનારાજની સેનાએ બધી તરફથી લૂંટી લીધી. પછી લડાઈ ખતમ થયા પછી માણસની શોધ માટે સંગ્રામભૂમિને તપાસવામાં આવી ત્યારે ઘાને લઈને પરવશ બની ગયેલા કેટલાક સામંતે તેમાંથી મળી આવ્યા. તે જ વખતે ભાલાના ઘાથી પ્રાણને છેડી ગયેલ-મુડદું થઈને પડેલે ગંગાધર પણ ભૂમિતળ ઉપર પડેલ જડી આવ્યું. આ જોઈને રાજા હસ્તિમલને ભારે શેકને આવેગ ચડી આવ્યું. તેના અગ્નિસંસ્કારની ક્રિયાઓ કરી તેનું મરણોત્તર કૃત્ય પણ કરવામાં આવ્યું. પછી હસ્તિમલના આગ્રહથી ખેદ છેડીને રાજા અને પિતાનું પહેલાનું રાજ્ય સ્વીકાર્યું. ત્યારબાદ રાજા અને આ માટે પરમેપકારી છે એમ સમજીને પિતાની પુત્રીને અર્પણ કરી, રાજા હસ્તિમલને સવિશેષ સત્કાર કર્યો અને તે કેટલાક દિવસે ત્યાં રહ્યો.
"Aho Shrutgyanam