________________
-
-
-
: કારત્ન–કેષ :
શત્રુ રાજાઓનું પરસ્પર યુ.
આવું અસાધારણ સાહસ ભરેલું છે એવા મહાપુરુષ જગતમાં હયાત હોય છે એવું હજુ સુધી પણ સંભળાયા કરે છે, તે શું એ સંભવિત નથી ? કેમકે જે પુરુષે સત્વથી ભરેલા છે તેઓ સમગ્ર સમુદ્રને એક નાના ખાબોચિયાની પેઠે તરી શક્યા છે. જ્યાં દેવ રમે છે એવા મોટા મેરુપર્વતને પણ તેઓએ એક ઢેફાની પેઠે ફેંકી દીધું છે. એમણે પિતાના ઘરની પેઠે આખા આકાશને પિતાનાં પગલાંવડે-ઘસીચાલી નાખ્યું છે. એક ગુફામાં જાય તેમ તેઓ નિર્ભય થઈને પાતાળમાં પણ પસી શક્યા છે. જગતમાં એવા સત્વ લેકે માટે શું દુષ્કર છે? જે લેકે સંપૂર્ણપણે સત્વશાળી છે તેઓ આ જગતમાં શું નથી કરી શકતા?
આગેવાન પુરુષે કહેલા સમાચાર સાંભળીને હવે વધારે વિકલ્પસંકલ્પ કરવા એ ઠીક નથી પરંતુ હવે તો જાતે જ તે સત્વશાળી પુરુષને જોઈ લઉં, એમ કરીને અને કેટલાક મુખ્ય મુખ્ય પુરુષને સાથે લઈને અર્જુન રાજા રાજવાડીએ જવાનું બહાનું કાઢીને નીકળે અને તેમ કરીને જ્યાં રાજા હસ્તિમલ્લ પડાવ હતો ત્યાં પહોંચી ગયો. પછી દરથી જ પિતાને રાજસી ઠાઠ ઉતારી નાંખ્ય, ઉચિત આદરમાન અને પ્રતિપત્તિ કરીને અને તેની પાસે બેઠે. સ્નેહપૂર્વક તે બને પરસ્પર કેટલીક વાતો કરવા લાગ્યા અને પછી રાજા અને હસ્તિમલ્લરાજાને કહ્યું: ચાલે અમને તમારે ઉતારે બતાવવા કૃપા કરે. પછી હસ્તિમલ્લ રાજાના આગ્રહથી આ અર્જુન રાજા તેને ઉતારે ગયે અને ત્યાં ભજન વગેરેની સામગ્રીથી હસ્તિમલે અર્જુનની સારી પ્રતિપત્તિ કરી.
પછી થોડી જ વારમાં મારતે ઘડે-વારંવાર ચાબુકવડે ઘડાઓને મારીને વેગ વધારતા અને ઉત્તમ ઘોડા પર બેઠેલા ચાર પુરુષે ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજાને વિનંતી કરીઃ હે દેવ! જેમણે વિવિધ પ્રકારે લડાઈની તૈયારી કરેલી છે, અને વિવિધ વ્યુહરચના કરેલી છે એવા આપણ સીમાડાના રાજાઓના સેનાપતિએ ભવદેવ રાજાને આગળ કરીને અમારી પાછળ ચાલ્યા આવે છે તે આ વખતે જે ઉચિત હોય તે આપ કરે. આ સાંભળીને અર્જુન રાજા ગભરાઈ ગયો. તે વખતે વૈરિઓના હૃદયમાં શલ્ય સમાન એવા હસ્તિમલ્લ રાજાએ તેને કહ્યું કે, હે મહારાજ ! આમ ગભરાવાથી શું વળશે? જેના ઉપર અનેક અસ્ત્રશસ્ત્રોના સમૂહથી તૈયાર (સજ્જ) કરેલ એક જયકુંજર હાથીને મારે માટે તૈયાર કરો અને બીજે જ એ પ્રકારને હાથી આ ગંગાધર માટે તૈયાર કરો. પછી એ પ્રમાણે રાજા અર્જુને એ બે જણને માટે બન્ને હાથીઓ તૈયાર કરાવ્યા. ત્યારબાદ
ગ્ય સ્થળે બધા સામંતોને રાજા હસ્તિમલે સેનાની ન્યૂહરચના કરી બરાબર ગોઠવી દીધા અને પછી તે શત્રુની સેનાની સાથે લડવા માટે ખડે થયે. બન્ને લશ્કરે વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું.
રણુવા વાગવા માંડયા અને તેના ઉછળતા પડછંદના અવાજથી આકાશ ભરાઈ
"Aho Shrutgyanam