________________
ચિત્ર વિવરણુ
ચિત્રની ડાબી બાજુએ, જ્યાતિષી વરાહમિહિર બ્રાહ્મણના વેષમાં બેઠેલ છે.
[$*
આ ચિત્રપ્રસંગ કલ્પસૂત્રની બીજી કોઈ પણ હસ્તપ્રતમાં મારા જોવામાં આવેલ નથી.
ચિત્ર ૨૧૫ વસ્વામી અને કુમારી રૂક્ષ્મણી. વાસ્વામીને પાટલીપુત્રના એક ધનશ્રષ્ટિએ પેાતાની એક કરોડની મિલ્કત સાથે પુત્રી પરણાવવાની ઈચ્છા દર્શાવી, ધનશ્રેષ્ટિની પુત્રીએ સાધ્વી પાસેથી વ સ્વામીની પ્રશંસા સાંભળીને એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પરણું તે વને જ પરણું.' છતાં પણ વઘ્નસ્વામી એ મેહમાં ન ફસાયા, અને પેલી રૂક્ષ્મણી નામની કન્યાને પ્રતિષેધ આપી દીક્ષા અપાવી. ચિત્રમાં ઉપરના ભાગમાં જમણી આજુએ સિંહાસન ઉપર બેઠેલા વજ્રસ્વામી, પેાતાની સામે હાથમાં વરમાળા લઈને ઊભેલી, ધનજ઼િની રૂક્ષ્મણી નામની પુત્રીને સંસારની અસારતાના ઉપદેશ આપતા દેખાય છે. ચિત્રની નીચેના ભાગમાં રૂક્ષ્મણીના પિતા ધનશ્રષ્ટિ ડાબી બાજુએ બેઠેલા છે; અને જમણી બાજુએ વજ્રસ્વામીની નીચે, વજ્રસ્વામીની નિર્લેપતા ખતાવવા માટે ચિત્રકારે કમલ રજૂ કરેલું છે. આ ચિત્રપ્રસંગ પણ બીજી કોઇ પણ કલ્પસૂત્રની હસ્તપ્રતમાં મારા જોવામાં આવેલ નથી.
લક ૯૭
ચિત્ર ૨૧૬ કલ્પસૂત્રની હસ્તપ્રતનું સુંદરતમ સુશાભનેાવાળું એક પાનું. આ પાનામાં જૈન સાધુઓની ધાર્મિક ક્રિયાના જૂદાબૂદા પ્રસંગેા ચિત્રકારે ઉત્તમ રીતે રજૂ કરેલા છે, જે જૈન સાધુઓની ધાર્મિક ક્રિયાઓનું ચિત્રકારને પૂરેપૂરુ જ્ઞાન હાવાની ખાત્રી આપે છે.
પાનાની જમણી બાજુના હાંસિયામાં ચાર ચિત્રપ્રસંગેા છે. જે અનુક્રમે ઉપરથી નીચે જોવાના છેઃ (૧) પહેલા પ્રસંગમાં સુંદર ચંદરવા નીચે એક ગૃહસ્થ યુગલ આસન ઉપર બેસીને કાંઈ વાતચીત કરતું દેખાય છે, તે બંનેની પાછળ એક મોઠ ઉપર સવારને સમય દર્શાવવા માટે ચાઘડીયાં વગાડવાનું નગારું છે; અને તે નગારાની પાસે ચેાઘડીયાં વગાડનાર એક પુરુષ બેઠેલા છે. (૨) બીજા પ્રસંગમાં એક જૈન સાધુ ઉપાશ્રયથી બહાર નીકળીને, જિનમંદિરના દર્શન કરવા જતા હાય એમ લાગે છે; જ્યારે બીજા બે જૈન સાધુઆ તેથી ઊલટી દિશામાં ગૃહસ્થાને ઘેર ગેચરી લેવા માટે જતા હાય એમ લાગે છે. (૩) ત્રીજા પ્રસંગમાં એક ઊંચા સિંહાસન ઉપર ગુરુ મહારાજ બેઠેલા છે, તેમની સામે ગૃહસ્થાને ઘેરથી ગેાચરી વહારી લાવવા ગએલા એ જૈન સાધુએ પૈકીના એક સાધુ પેાતાના ઊંચા કરેલા જમણા હાથથી પોતે જે કાંઈ ગાચરી વહેારી લાવેલ છે, તે સંબંધી વાતચીત કરે છે; અને તેમની પાછળ ઊભેલા ખીજા જૈન સાધુ શાંત ચિત્તે ગુરુ-શિષ્યની વાતચીત સાંભળે છે. ગુરુ મહારાજની પાટની પાસે એ પુરુષ બેઠેલા છે, તેઓ પણ પરસ્પર કાંઈક ધાર્મિક ચર્ચા કરતા હાય એમ લાગે છે. (૪) ચેાથા પ્રસંગમાં એક ગૃહસ્થ અને એક સાધુ ધર્મક્રિયા સંબંધી વાતચીત કરતા દેખાય છે.
પાનાની ડાબી માનુના હાંસિયામાં પણ ચાર ચિત્રપ્રસંગો ચીતરેલા છે. જે અનુક્રમે ઉપરથી નીચે જોવાના છેઃ (૧) પહેલા પ્રસંગમાં એક સાધુ ઊભેલા છે, બીજા સાધુ પાટ ઉપર બેઠેલા ગુરુ મહારાજ સાથે ધર્મ સંબંધી ચર્ચા કરતા ઊભેલા છે. ગુરુ મહારાજની પાટ પાછળ એક શિષ્ય ગુરુ મહારાજની સુશ્રષા કરતો ઊભેલા છે. (૨) બીજા પ્રસંગમાં પેાતાના જમણા હાથમાં પકડેલા દંડાસનથી નીચેની જમીનનું પ્રમાર્જન કરતાં કરતાં ત્રણ જૈન સાધુએ જીવાતું રક્ષણ કરતાં (ઇરિયાવહી સાચવીને)
"Aho Shrutgyanam"