________________
જૈન ચિત્રક૯૫ક્રમ ગ્રંથ બીજો
સ્પંડિલ ભૂમિએ જતા હોય એમ લાગે છે. (૩) ત્રીજા પ્રસંગમાં એક સાધુ ઊભેલા છે, અને બીજી સાધુ ઊંચા આસન ઉપર બેઠેલા ગુરુ મહારાજના ચરણમાં પડીને, આખા દિવસના કરેલા અપરાધની ક્ષમા માંગતા દેખાય છે. (૪) ચોથા પ્રસંગમાં બે ગૃહસ્થ ધાર્મિક ચર્ચા કરે છે, અને તેમની બાજુમાં એક જન સાધુ ઊભેલા છે.
પાનાની ઉપર અને નીચેની બંને કિનારેમાં દેતા હરણિયાંઓનાં ગળામાં ફાંસો નાખતાં આ બે શિકારીઓ, સામસામા દોડતાં બતાવેલા છે. દરેક કિનારમાં કુલ ચા૨ હણે અને ચાર શિકારીઓ છે. દેડતાં હરણનો વેગ અને ગળામાં ફાંસે નાંખેલા શિકારીઓની શિકાર પકડવાની તત્પરતાની ચિત્રકારે એવી રીતે રજૂઆત કરી છે કે જે આપણને તેના ચિત્રકળા માટેના જ્ઞાન માટે માન ઉપજાવે છે.
ચિત્ર. ૨૧૭. ક૯પસૂત્રની હસ્તપ્રતનું સુંદરતમ સુશોભનવાળું એક પાનું. પાનાની જમણી બાજુના હાંસિયામાં અનકમે આકાશમાંથી ઊડતા અને નીચે ઊતરતા પોપટ, એક નાના વર્તુળમાં આઠ પોપટનાં મોઢાંની અદ્ભુત સંજના, તેની નીચે પાણીમાં તરતી માછલીઓ, અને તેને પકડવાની તત્પરતા બતાવતા ગીધ પક્ષીઓ, અને છેવટે એક બીજાની ચાંચમાં ચાંચ ભરાવીને રજૂ કરેલ મયૂર-યુગલ ચિત્રકારનાં પક્ષીસૃષ્ટિના જ્ઞાન માટે આપણને પ્રશંસા કરતા કરી મૂકે છે.
પાનાની ડાબી બાજુના હાંસિયામાં, નિરભ્ર આકાશમાં ઊડતા જુદીજુદી જાતનાં પક્ષીઓ, અને સમુદ્રમાં ચાલતું એક તેર્તીશ વહાણ અને તે વહાણના જુદા જુદા ભાગ ઉપર બેઠેલા જાદાજુદા પક્ષીઓની રજૂઆત, ચિત્રકારની પ્રસંગની રજૂઆતની ખૂબી દર્શાવે છે. વળી, વહાણના નીચેના ભાગમાં વાંકી ડેક કરીને બેઠેલા મયૂર જે ચતુરાઈથી તેને રજૂ કરે છે, તે તો તેની કળાના જ્ઞાન માટે ભારે માન ઉત્પન્ન કરે તેમ છે. એ અભૂત મેરની નીચે સમુદ્રને અગાધ જલશશિ અને તેની અંદર તરતાં માછલાં વગેરે જલચર પ્રાણીઓની પણ રજૂઆત કરેલી છે.
પાનાની ઉપરની કિનારમાં છ મયૂર પક્ષીએ કળાભરી રીતે રજૂ કરેલાં છે. નીચેની કિનારમાં બીજાં બાર મયૂરપક્ષીઓ પણ ખૂબીભરી રીતે રજૂ કરેલાં છે,
ચિત્ર ૨૧૮ મયૂરપક્ષીનાં સુશોભન. આ હાંસિયામાં દસ મયૂરપક્ષીઓની પાંચ જેડ ચીતરેલી છે.
ચિત્ર ૨૧૯ મયૂરપક્ષીનાં સુશોભને. આ હાંસિયામાં પણ જરા જુદી જ રીતે દસ મયૂરપક્ષીઓની પાંચ જડ ચીતરેલી છે.
ચિત્ર ૨૨૦ મયૂરપક્ષીનાં સુશોભન. આ હાંસિયાની મધ્યમાં કલશની આકૃતિ ચીતરીને, જાદી જ રીતે છ મયૂરપક્ષીઓની ત્રણ જડ અને ચાર પિોપટની બે જોડ ચીતરેલી છે.
ચિત્ર ૨૨૧ મયૂરપક્ષીઓનાં સુશોભનો. આ હાંસિયામાં એક મુખ અને બે શરીરનું સંજન કરીને છ મયૂરપક્ષીઓની ત્રણ જોડ, ચિત્રકારે સુંદર રીતે ચીતરેલી છે.
લક ૧૦૦ ચિત્ર ૨૨૨ મયૂરપક્ષીનાં સુશોભન. આ હાંસિયામાં ઉપર અને નીચેના ભાગમાં બબે મયૂરપક્ષીની અકેક જેડ અને મધ્યમાં સુંદર ભૌમિતિક આકૃતિને સુશોભન તરીકે ઉપયોગ કરે છે.
"Aho Shrutgyanam