________________
૬૮ ]
જેન ચિત્ર કલ્પકુમ થથ બીજે શ્રી ઋષભદેવ પ્રભુને વિહાર કરી જતા દેખાડેલા છે. ધર્મચક્રરત્નની ડાબી બાજુએ બંને હસ્તની અંજલિ જોડીને, બાહુબલિ વંદન કરતા ઊભેલા છે. આ અપૂર્વ ચિત્રપ્રસંગ કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતોમાં જવલ્લે જ મળી આવે છે.
ક્લક ય ચિત્ર ર૧૨-૨૧૩ જંબુકુમાર અને તેમની આઠ પત્નીએ. રાજગૃહ નગરમાં ઝષભ નામના પિતા અને ધારિણી નામની માતાની કુક્ષિથી હુકુમારનો જન્મ થયે હતો. જંબુકુમાર સુધર્માસ્વામી પાસે હમેશાં ધર્મ સાંભળવા જતા હતા. ઉપદેશના પરિણામે તેઓએ સુધર્માસ્વામી પાસે બ્રહ્મચર્ય અને સમકિત ઉશ્ચર્યું હતું. તે પણ માતા-પિતાના આગ્રહને વશ થઈ તેઓ આઠ કન્યાઓ પરણ્યા હતા. આઠ કન્યાઓ પરણવા છતાં તેમની સ્નેહભરી વાણીથી તેઓ મુગ્ધ ન થયાં. - ચિત્ર ૨૧રના ઉપરના ભાગમાં જંબુકુમાર પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી, ચિત્રની નીચેના ભાગમાં રજૂ કરેલી બે સ્ત્રીઓ, તથા ચિત્ર ૨૧૩માં રજૂ કરેલી બીજી છ સ્ત્રીઓ મળીને, કુલ આઠે
ઓને સંસારની અસારતા સમજાવતા બેઠેલા છે. જંબુકુમાર તથા આઠે સ્ત્રીઓની વેશભૂષા ચિત્રકારના સમયના ધનવાન કુટુંબના પહેરવેશની રજૂઆત કરે છે.
ચિત્ર ૨૧૪ આર્યભદ્રબાહુ અને વરાહમિહિર, પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના એ બ્રાહ્મણ ભાઈઓએ દીક્ષા લીધી. ભદ્રબાહને ગુરુએ આચાર્ય પદવી આપવાથી વરાહમિહિરને ક્રોધ અલ્યો. તેથી તેણે પાછો બ્રાહ્મણને વેષ ધારણ કરી લઈને વારાહી સંહિતા નામને નિમિત્તશાસ્ત્રને ગ્રંથ બનાવ્યું, અને નિમિત્ત જોઈને પિતાની આજીવિકા ચલાવવા લાગ્યા. તે લેકેને કહેવા લાગ્યો કે: “અરણ્યમાં કોઈ એક સ્થાને શીલાની ઉપર મેં સિંહ લગ્ન માંડયું હતું, પરંતુ સૂઈ જતી વખતે તે લૂન ભૂંસવાનું હું ભૂલી ગયે, અને તે વાત યાદ આવી એટલે લગ્ન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું તે ભૂસી નાખવા તૈયાર થયે. પરંતુ ત્યાં આવીને જોયું તે એ શિલા ઉપર માટે સિંહ આવીને બેઠે હતો. મેં સિંહની દરકાર કર્યા વિના તેની નીચે હાથ નાખી લગ્ન ભૂંસી નાખ્યું. આથી મારા ઉપર સંતર્ણ થયેલે સિહ લગ્નના અધિપતિ સૂર્ય મારી આગળ આવી હાજર થયો, અને મને પિતાનાં મંડલમાં લઈ જઈને ગ્રહની સર્વ ગતિ મને બતાવી દીધી.”
એક દિવસે વરાહમિહિરે રાજાને કહ્યું કે “આ જે કુંડાળું કરવામાં આવ્યું છે તેની મધ્યમાં બાવન પલના પ્રમાણુવાળે મત્સ્ય આકાશમાંથી પડશે.”
ભદ્રભાહસ્વામીએ કહ્યું કે “માર્ગમાં અર્ધપલ શેવાઈ જવાથી સાડા એકાવન પલના પ્રમાણ વાળો મત્ય, કુંડાળાની વચમાં નહીં પણ છેડે પડશે.” વરાહમિહિરનું કહેવું છેટું પડયું અને શ્રી ભદ્રબાહુસ્વામીનું વચન સત્ય પડ્યું.
ચિત્રના ઉપરના ભાગમાં જમણી બાજુએ, પિતાના ઊંચા કરેલા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને શ્રી ભદ્રબાહુસ્વામી બેઠેલા છે, અને તેમની આગળ, તેઓશ્રીના કહેવા પ્રમાણે આકાશમાંથી પડેલો મસ્થ કુંડાળાની છેડે પડેલો દેખાય છે.
ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુએ, આર્ય ભદ્રબાહુસ્વામી બેઠેલા છે, અને તેમની સન્મુખ
"Aho Shrutgyanam