________________
પ૨
જેન ચિત્રકલ્પદ્રુમ ખંભાતના જૈન દેરાસરનાં લાકડાનાં કેતરકામ૪૫ ૧૮ ટેકરી પરના શ્રી સીમંધરસ્વામીના દેરાસરમાં રંગમંડપના ઉપરના ઘુમ્મટના ભાગમાં તથા થાંભલાઆની કુંભીઓ પર તેમજ કુંભીને ફરતી, જુદાં જુદાં વાજિંત્રો લઈને ઉભી રહેલી નર્તકીઓ સંદર રીતે કોતરી કાઢેલી છે.
૨૦ બજારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે. ૨૧ બોળપીપળાના શ્રીનવપલવ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાનું સુંદર કેતરકામ છે.
૨૨ બાળપીપળામાં જ વાઘમાસીની ખડકીમાં ત્રીજા શ્રીસંભવનાથના દેરાસરમાં લાકડાની સુંદર કારીગરીવાળું સિંહાસન આજે પણ વિદ્યમાન છે. સુરતનાં જૈન દેરાસરના લાકડામ ૨૩ શાહપુરમાં આવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરમાં લાકડાની ભીતિ ઉપર તથા તેમાં વિવિધ જાતનાં સુંદર ચિત્રકામો તથા થાંભલા ઉપર બારીક કોતરકામો ખાસ પ્રાણીય છે. આખા ગુજરાતભરમાં લાકડા ઉપરનાં ચિત્રકામ તથા કોતરકામવાળું આવું બીજું એક પણ જૈન મંદિર મારી જાણમાં નથી. ગુજરાતની લાકડા ઉપરની ચિત્રકળા તથા કોતરણીને અભ્યાસ કરવા ઈચ્છતા પિપાસુની તૃષા તૃપ્ત કરે એટલી વિપુલ સામગ્રી આ જૈન મંદિરમાં ઉપલબ્ધ થાય તેમ છે. ગુજરાતના પત્થરના શિલ્પ માટે દેલવાડાનાં જૈન મંદિર અભ્યાસીને માટે જેટલાં ઉપયોગી છે તેટલાં જ ગુજરાતની લાકડકામની ચિત્રકળા અને શિલ્પકળા માટે આ જૈન મંદિર ઉપયોગી છે એમ મારું માનવું છે.
૨૪ કાઠિયાવાડમાં આવેલા પાલીતાણાને શ્રીયશોવિજયજી જૈન ગુરુકુળમાં લાકડાના કોતરકામવા ઘર-દેરાસર છે.
પ્રસ્તુત યાદી સંપૂર્ણ તે નથી જ. કેટલાં યે જેન મંદિરો અને વિષ્ણુ મંદિરોમાં લાકડાનાં કોતરકામો હશે જે જાહેરની જાણમાં પણ નહિ હોય. ગુજરાતની કળાના ઇતિહાસની શૃંખલા જેવા માટે અને તેનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે લાકડા ઉપરનાં આ કોતરકામો તથા ચિત્રકળાને અભ્યાસ પણ આવશ્યક છે એમ માનીને મળી શકી તેટલી જૈનાશિત લાકડકામની કળાની યાદી માત્ર અહીં આપીને સંતોષ માનવો પડે છે, યથા સમયે અને યથા સાધને એ કળાને સંપૂર્ણ અભ્યાસ કરીને એક સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરવાને મારા વિચાર છે, તેથી આ ગ્રંથ વાંચનાર દરેક વાચકને વિનતિ છે કે આ યાદી સિવાયનાં બીજો કોઈ લાકડા ઉપરનાં કોતરકામ અને ચિત્રકામ તેઓની જાણમાં આવે છે તે કૃપા કરીને આ ગ્રંથના સંપાદકના સરનામે મોકલી આપે.
ગુજરાતની કાગળ ઉપરની નાશ્રિત કળા
[વિ. સં. ૧૪૧૮ થી ૫૦ સુધી વિક્રમ સંવત ૧૪૬૮માં ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણથી ખસેડી, તે વર્ષમાં સ્થપાએલા
૪પ આ નેધ અને શ્રી ચીમનલાલ ડી. દલાલ તરફથી મળી છે.