________________
પ૧
ગુજરાતની જૈનાશિત કળા અને તેનો ઈતિહાસ કરવામાં આવ્યો છે; પણ તેમાંથી બચેલાં થોડાં કેતરકામ હજુ હયાત છે. જીહારના નામે આવાં તે કેટલાં યે જિનમંદિરોનાં કોતરકામોનો અમદાવાદના દેરાસરોના વહીવટકર્તા જૈનેએ નાશ કરી નાખ્યો છે. સાંભળવા પ્રમાણે અમદાવાદના હાલના વિદ્યમાન દેરાસરોનો મોટો ભાગ પહેલાંના સમયમાં લાકડાનાં કોતરકામવાળે હતો; પરંતુ સફાઈદાર (plain) બનાવવાના મેહે અને કળા વિષેની અજ્ઞાન અવસ્થાને લીધે ગુજરાતની પ્રાચીન જૈનાશિત લાકડાં ઉપરની મેટી કળાકૃતિએને માટે સમૂહ નાશ પામ્યો છે. પશુના જૈન મંદિરનાં લાકડકામે ૧૦ મણીઆતી પાડામાં શ્રીયુત લલ્લુભાઈ દાંતીના ઘરમાં લાકડાના સુંદર કોતરકામવા ઘર-દેરાસર છે.
૧૧ કુંભારીઆ પાડ માં શ્રી ઋષભદેવ સ્વામીના દેરાસરમાં થાંભલાઓની કુંભાઓમાં તથા રંગમંડપના ઘુમટની છતમાં બહુ જ સુંદર કારીગરીવાળાં કોતરકામ ખાસ દર્શનીય છે. પાટણનાં જન મંદિરનાં લાકડાનાં કોતરકામોમાં સૌથી પ્રાચીન કોતરકામ આ હોય એમ મને લાગે છે.
૧૨ કપુર મહેતાના પાડામાં થાંભલાની આજુબાજુ લાકડામાં કોતરી કાઢેલી નર્તકીએ તથા રંગમંડપના ઘુમટની છતનું તેમજ ફરતી પાટડીઓમાંનું લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે.
૧૩ એક બાવાના વૈષ્ણવ મંદિરમાં લાકડાના સુંદર કોતરકામવાળું પદ્માસન સાથેનું ઘરદેરાસર આવેલું છે.
અમદાવાદની પેઠે પાટણમાંથી પણ કેટલાં યે સુંદર કોતરકામ ઉદ્ધારના નામે નાશ પામ્યાં હશે. પાટણના વાડી પાર્શ્વનાથના ઓસવાળ મહોલ્લામાં આવેલા દેરાસરનાં સુંદર કોતરકામો આજે અમેરિકાના કળાપ્રેમી ધનકુબેરેએ દ્રવ્યથી ખરીદીને ત્યાંના Metropolitan Museum માં બહુ જ ખૂબીપૂર્વક સુરક્ષિત રાખેલાં છે. મુંબાઇના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં તળીએ રાખવામાં આવેલું લાકડાનું જૈન દેરાસર પણ સાંભળવા પ્રમાણે પાટણમાંથી જ ગએલું છે. રાધનપુરનાં જૈન મંદિરનાં લાકડકામ ૧૪ ભાની પોળમાં સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં લાકડાનું સુંદર કેદ૨કામ આવેલું છે.
૧૫ કડવામીની શેરીમાં પ્રથમ શ્રીષભદેવ પ્રભુના દેરાસરમાં પણ લાકડાનું સુંદર કોતરકામ છે. ૧૬ પાંજરાપોળમાં આદીશ્વરની શેરીમાં આદીશ્વરના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ છે.
૧૭ ભેયરા શેરીમાં બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામીના દેરાસરમાં લાકડાની દિવાલે ઉપર સુંદર ચિત્રકામ તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરનું લાકડા ઉપરનું સુંદર કોતરકામ સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
૧૮ અખદોશીની પિળમાં નાના ચિતામણિ પાર્શ્વનાથનું દેરાસર પણ લાકડાના સુંદર કોતરકામવાળું છે.
૪૪ આ નેધ અને શ્રી જયંતવિજયજીએ પૂરી પાઈ છે.