________________
२०
જૈન ચિત્રકમ ‘ત્યાર પછી તે જિતાત્ર વગેરે એ રાજાઓ બીજે દિવસે પ્રાતઃકાળે જાળિયામાંથી તે કનકભય, મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણાવાળી મહિલની પ્રતિમા જેવા લાગ્યા, અને
આ જ મહિલા વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા છે” એમ જાણી મહિલ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાનાં રૂપ, યૌવન અને લાવણ્યને વિષે મૂછી (મહ) પામ્યા અને સ્થિર દષ્ટિ વડે તેની સામે જોતા
ઘા. ત્યાર પછી તે વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યાએ સ્નાન કર્યું, સ્નાન કરી શરીર વછ કરી, સર્વ અલંકાર વડે વિભૂષિત થઈ, ઘણી કુજા દાસીઓ વડે પરિવરેલી સતી જ્યાં તે જલાગૃહ હતું અને જ્યાં તે સુવર્ણની પ્રતિમા હતી ત્યાં આવી. આવીને તે સુવર્ણ પ્રતિમાના મસ્તક ઉપરથી તે ઢાંકેલું કમળ લઈ લીધું.
(૪) તેરમા “મંડુકક' નામના અધ્યયનમાં નંદ મણિયારની કથામાં લોકોના આરામને માટે રાજગૃહ નગર બહાર શ્રેણિક રાજાની અનુમતિથી એક મોટી ચિત્રમભા બંધાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે.૧૧
‘ત્યાર પછી તે નંદ મણિયાર શ્રેષ્ઠીએ પૂર્વ દિશાના વનખંડમાં એક મોટી ચિત્રસભા કરાવી. તે અનેક સેંકડો સ્તંભેથી શોભતી થઈ. પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ બની. તે ચિત્રસભામાં ઘણા કૃષ્ણ અને શુકલ વર્ણવાળ કાપ્તકર્મ-લાકડાની પુતળી વગેરે, પુસ્તક–વસ્ત્રના પડદા વગેરે, ચિત્રકર્મ, લેયકર્મ--માટીનાં પૂતળાં વગેરે, માળાની જેમ સુત્રવડે ગૂંથેલા-ગંધિતકર્મ, પુપની માળાના દડાની જેમ વેષ્ટિત કર્મ, સુવર્ણાદિકની પ્રતિમાની જેમ પૂરણું કર્મ અને રથાદિકની જેમ સંઘાતન્સમૂહના કર્મ વગેરે મનહર કરાવ્યાં. તેને જેનાર મનુષ્ય એકબીજાને તે તે કામ દેખાતા દેખાતા વર્ણન કરતા હતા. એવી તે ચિત્રસભા રહેલી હતી.'
(૫) “ઉત્તરાધ્યયન સૂત્ર'ના પાંત્રીસમા અધ્યયનમાં આ પ્રમાણે ઉલ્લેખ છેઃ ૧૨ ચિત્રવાળા મકાનમાં ભિક્ષુ (સાધુ) રહેવા મનથી પણ ઈએ નહિ.'
(૬) પ્રભુ મહાવીર પછી ૯૮માં વર્ષે સ્વર્ગવાસ પામેલા આર્યશગ્રંભવસૂરિ વિરચિત “દશઘકાલિક સૂત્રમાં પણ ભિત્તિચિત્રનો ઉલ્લેખ કરેલો છે: ૧૩
लावण्णे य मुच्छिया गिद्धा जाव अज्झोववण्णा दिट्रीए पेहमाणा २ चिटुंति, तते णं सा मल्ली वि. पहाया जाव पायच्छित्ता सन्नालंकार. बहिं खुज्जाहिं जाव परिक्खित्ता' जेणेव जालघरए जेगेव कणयपडिमा तेणेव उवाग. २ तीसे कणगपडिमाए मत्थयाओ तं पउमं अवणेति ११ 'ततेणं से गंदे पुरच्छिमिल्ले वणसंडे एग मह चित्तसभ करावेति अणेगखंभसयसंनिविद पा०, तत्थ णं बहुणि किण्हाणि य जाव सुक्किलाणि य कटकम्माणि य पोत्थकम्माणि चित्त० लिप्प. गंथिमवेढिमपूरिमसंघातिम० उवदसिज्जमाणाई २ चिटुंति, ज्ञाताधर्मकथा-पृ. १७९. १२ मणोहरे चित्तहरै मल्लधुषेण वासि। सकवाडं पंडुरुल्लोअं मणसावि न पच्छए ॥४॥
ઉતરાયન અ.૩પ . ૪ १३ चित्तभित्ति न निज्झाए नारि वा सुअलंकिअं । भक्खर पिव दटुणं दिष्टुिं पडिसमाहरे ।।
દશવૈકાલિક અ. ૮ ગાથા ૪