________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
૨૧ ભીંતના ચિત્રને ચિત્રમાં રહેલ નારીને અથવા ખૂબ અલંકૃત જીવતી જાગતી સ્ત્રીને નહિ જેવી, અને જોવામાં આવે તો સૂર્યના સામેથી જેમ તરત નજર પાછી ખેંચી લઈએ છીએ તેમ ખેંચી લેવી.”
(૭) મહાવીર પછી છઠ્ઠી પાટે થએલા આર્યભદ્રબાહુસ્વામીએ૧૪ રચેલા “ક૯પસૂત્ર'માં નીચે મુજબ ચિત્રવાળા ભરેલા પડદાનો ઉલ્લેખ જોવામાં આવે છે.૧૫
પિતાથી લગભગ નજીકમાં અનેક જાતનાં મણિરત્નોથી શાભિત, દર્શનીય, શ્રેષ્ઠ વમની પેદાશ માટે પંકાએલી શહેરમાં તૈયાર થએલી–બનેલા, કોમળ રેશમના દોરાથી ભરેલી રચનાવાળી, વરૂ, બળદ, ઘોડે, મનુષ્ય, મગર, પક્ષીઓ, સર્પ, કિરદે, રૂરૂ નામનાં હરણે, અષ્ટાપદ, ચમરી ગાય, સંસક્ત (શિકારી જનાવરવિશેષ), હાથી, વનવેલડીએ, પદ્મલતા આ બધાની રચનાવાળા એવી અંદરના ભાગની જવનિકા (અંતઃપુરની આડમાં રાખવાને ૫ડદો) નખાવે છે.”
(૮) શ્રીમાન આર્થરક્ષિતરિ અનુયેગઠારસૂત્રમાં સ્થાપનાવશ્યક સૂત્રનું વર્ણન કરતાં નીચે મુજબ જણાવે છે:૧૬
“સ્થાપનાવશ્યક શું? સ્થાપનાવશ્યક એટલે લાકડામાં કોતરીને જે પ ધાયું હોય, કપડાને તેમજ તાડપત્રાદિને કાપીને કે એકત્ર કરીને સૂપ બનાવ્યું હોય, તાડપત્ર અથવા કપડા ઉપર ચિત્ર દોરીને પ–આકૃતિ તૈયાર કરી હોય, લેય આકારે રૂપ બનાવ્યું હોય, ગાંઠ વડે આકૃતિ ઉપજાવી હાય, ફૂલ વગેરે વીંટીને આકૃતિ તૈયાર કરી હોય, કપડાં વીંટીવીટીને આકૃતિ તૈયાર કરી હોય, ભરત વડે પિત્તળ આદિની પ્રતિમા બનાવી હોય, અક્ષ–ચંદનક, વરાટક-કડી આ બધા પૈકી એક હોય કે ઘણાં હોય, સત્ય રૂપમાં સ્થાપના હૈ ચહાય કલ્પિતરૂપે સ્થાપના હો, “આવશ્યક એ ભાવને દર્શાવતી સ્થાપના હોય તો તે સ્થાપનાવશ્યક છે !'
(૯) વિક્રમની ત્રીજી સદીમાં થએલા શ્રીમાન પાદલિપ્તસૂરિ કૃત ‘તરંગલેલા' ઉપરથી અગિયારમી સદીમાં થએલા શ્રીનેમિચંદ્રસૂરિએ સંક્ષેપમાં અવતરેલી કથામાં “તરંગવતી’ના પિતાના પૂર્વભવના ચિત્રપટો ચીતર્યાનો ઉલ્લેખ મળી આવે છે
“મારી આંતરિક વેદનામાં મને અકસ્માત એક નવીન વિચાર રફુરી આવ્યો અને તે અનુસારે મેં કેટલાંક ચિત્રપટો આલેખ્યાં. મારા પાછલા જન્મમાં મારા સ્વામી સાથે રહીને મેં જે અનુભવ લીધો હતો તે પ્રકટ કરવાને વસ્ત્રપટ ઉપર સુંદર પીછી વડે અનેક ચિત્રો મેં આંકયાં.
૧૪ વીર નિવણ સંવત ૧૭૦ (ઇ.સ. પૂર્વે ૩૫૭) વર્ષે સ્વર્ગવાસ પામેલા. १५ 'अप्पणो अदूरसामंते नाणामणिरयणमंडियं अहिशपिच्छणिज्जं महग्धवरपट्टणुग्गयं सण्हपहभत्तिसयचित्तताणं इहामिअ-उसभ-तुरग-नर-मगर-विहग-वालग-किन्नर-हरु सरभ-चमर-कुंजर-वणलय-पऊमलयभत्तिचित्तं अभितरिों जवणिअं अंछावेद । १६ 'से कि तं ठवणावस्सयं?, जणं कदकम्भे वा पोत्थकम्मे रा चित्तकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा ढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अणेगो वा सम्भावठवणा वा असब्भावठवणा का आवस्सएतिठवणा ठवणा ठविज्जइ से तं ठवणावस्सयं (सू. १०)