________________
૧૯
ગુજરાતની જીવાશ્રિત કળા અને તેનો ઈતિહાસ બે હાથ જોડી અંજલિ કરી કુમારને વધાવ્યો; વધાવી આ પ્રમાણે બોલ્યાઃ “આ પ્રમાણે નિએ હે સ્વામી! તે ચિત્રકારને આવા પ્રકારની ચિત્રલબ્ધિ (કળા) લબ્ધ થએલી અને વારંવાર પરિચયમાં આવેલી છે કે જે કોઈ દ્વિપદ વગેરેનું કિંચિત્ પણ ૫ જુએ તેનું તે સમગ્ર ૫ બનાવી-ચીતરી શકે છે. તેથી હે સ્વામી! તમે તે ચિતારાના વધનો આદેશ ન આપે! તમે હે સ્વામી! તે ચિત્રકારને બીજો કોઇ યોગ્ય દંડ કરો.”
ત્યાર પછી તે મતલચિત્રકુમારે તે ચિત્રકારના સંડાસાને (જમણા હાથનો અંગુઠો અને તેની પાસેની પહેલી–તર્જની આંગળી, જે બે મળીને ચપટી થાય છે તે સંડાસક કહેવાય છે) છેદાવ્યોકપાવ્યો અને તેને દેશનિકાલની આજ્ઞા આપી.
મલદિનકુમારે દેશનિકાલની આજ્ઞા આપવાથી તે ચિત્રકાર પિતાના ભાંડ, પાત્ર, ઉપકરણ વગેરે સામગ્રી સહિત મિથિલા નગરીથી નીકળે; નીકળીને વિદેહ જનપદના મધ્યભાગે થઈને જયાં હસ્તિનાપુર નગર હતું, જ્યાં કુરુ નામે જનપદ હતો અને જ્યાં અદીનશનું રાજ હતો, ત્યાં આવ્યો; આવીને પોતાની ભાંડ વગેરે સામગ્રી વસ્તુઓ મૂકી; મૂકીને એક ચિત્રફલક (ચિત્ર ચીતરવાનું પાટિયું) સજજ કર્યું; સજજ કરીને મલ્લિ નામના વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાના પાટના અંગુઠાને અનુસારે તે મલિનું સમગ્ર રૂ૫ ચીતર્યું; ચીતરીને તે ચિત્રફલક પોતાની કાખમાં રાખ્યું; રાખીને ભેટછું ગ્રહણ કર્યું પ્રહણ કરીને હસ્તિનાપુર નામના નગરના મધ્ય ભાગે કરીને જ્યાં અદીનશત્રુ રાજા હતા ત્યાં આવ્યા; આવીને તેને બે હાથ જોડી વધાવ્યા; વધાવીને તેની પાસે જેણું મૂકયું; મૂકીને તે ચિત્ર આ પ્રમાણે બોલ્યોઃ “નિએ હે સ્વામી ! મિથિલા નામની રાજધાનીમાં કુંભરાજાના પુત્ર, પ્રભાવતીદેવીના આત્મજ મઢલદિન નામના કુમારે મને દેશનિકાલની આજ્ઞા ફરમાવી, તેથી હું શીધ્રપણે અહીં આવ્યો છું. તે હે સ્વામી! તમારી બાહુછાયાનો આશ્રિત થયે થકો હું અહીં રહેવાને ઈરછું છું.”
આ સાંભળીને તે અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારના પુત્રને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિય! શા માટે તને મલદિકુમારે દેશનિકાલની આજ્ઞા કરી?”
તે ચિત્રકારના પુત્રે અદીનશત્રુ રાજાને પૂર્વવત સઘળે વૃત્તાંત કહ્યો. તે સાંભળી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિય! તે કેવા પ્રકારનું તે મહિલકુમારીનું તથા પ્રકારનું ૫ ચીતર્યું હતું?” તે ચિત્રકારના પુત્રે પોતાની કાખમાંથી તે ચિત્રફલક બહાર કાઢયું, બહાર કાઢીને અદનશત્રુ રાજાની પાસે મૂક્યું, મૂકીને આ પ્રમાણે કહ્યું: “હે સ્વામી! આ મેં તે મલ્લિ નામની વિદેહરાજની એક કન્યાના તથા પ્રકારના રૂપવાળા સ્વરૂપને કાંઈક આકાર, ભાવ અને પ્રતિબિબ તરીકે ચીતર્યું છે. પરંતુ કોઈ દેવ કે દાનવ વગેરે મહિલ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાનું તેવા પ્રકારનું રૂપ ચીતરવાને શક્તિમાન નથી.” ત્યાર પછી તે ચિત્ર જોઈને અદીનશત્રુ રાજાએ હર્ષ ઉત્પન્ન થવાથી દૂતને બોલાવ્યો; બોલાવી મહિલકુમારીની પિતાને માટે માગણી કરવા મોકલ્યા.
વળી તે જ અધ્યયનમાં મહિલની સુવર્ણમૂર્તિને અધિકાર નીચે પ્રમાણે છે:૧૦
१. 'तते ण ते जितसत्तुपामोक्खा छप्पिय रायाणी कल्लं पाउभाया जाव जालंतरेहिं कणगमयं मत्थयछि पउमुप्पलपिहाणं पडिमं पासति, एस णं मल्ली विदेहरायवरकोणत्तिकुटु मल्लीए विदेह रूवे य जोवण्णे य