________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
આપા ઠમા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્ત થયા બાદ હિંદુસ્તાનમાં
- ચિત્રકળાના તે પછીના અંડ કયાં એ પણ મળી આવતા હોય તે તે દસમાથી અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે લતીફાલતી રહેલી, તાડપત્રો અને હસ્તલિખિત ગ્રન્થોમાં સચવાતી આવતી, કલ્પસૂત્રની ચિત્રકળામાં છે. ભારતને મધ્યકાળના ઇતિહાસમાં ગૂજરાત અનુપમ સ્થાન ભોગવતું હતું તે વખતે તેની ભાગ્યલકમીના સ્વામી ગુર્જર નરેશ અને જૈન મુત્સદ્દીઓ હતા, એટલે તેમણે સ્થાપત્ય અને ઇતર કલાઓનો સમાદર કરી ઇતિહાસમાં અમર પગલાં પાડવાં . એમના યુગનાં સ્થાપત્યસર્જન અને શિલ્પસામગ્રીઓ તેમજ હસ્તલિખિત ગ્રંથોની સંખ્યાબંધ પ્રતે જોઈએ છીએ ત્યારે એમ જ લાગે છે કે તે યુગના માનવીઓ જે કેવળ રાજ્યો જીતવામાં, લડાઇઓ કરવામાં અને વહેમ તથા કુસંપમાં જ જીવન ગાળતા હેત તો આવું પ્રફુલ્લ કલાસર્જન તેમને હાથે થવું અશક્ય જ હેત. પણ આઘેથી કાળનાં ચિત્ર જોનારને પ્રજાએ એ વચલા ગાળામાં કેવી નિરાંત, શાંતિ અને સુખ સંસ્કૃતિભરી જિંદગી માણી છે તેને
ખ્યાલ આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને રંગસૌરભવાળી કલાસામગ્રીનો થાળ જેવાથી જ આવે તેમ છે. રાજાની સભામાં દેશદેશના પંડિતેનું સન્માન થાય છે; જૈન મુનિએ અને બ્રાહ્મણ પતિના વાદવિવાદો જામે છે અને તે પર સમસ્ત પ્રજા નજર માંડી રહે છે, તે વાદના પડઘા ચૌદિશ ફેલાય છે; પડતો અને મુનિએ સરકૃતિના પાયા સ્થિર કરવા સ્થાપત્ય અને કળાને સાથ મેળવે છે; દ્રમહાલય, સોમનાથ, ઝીંઝુવાડાને ડાઈનાં રોનકદાર ક્ષાત્રરૂપનાં મહાલયો પાછળ રાજ્યભંડાર ખુલ્લા મુકાય છે, તે એ જ રાજ્યના મુત્સદ્દીએ મેટી પૌષધશાળાઓ, પાઠશાળાઓ અને જિનમંદિરથી નગરોને રૂપાવે છે; સામાન્ય માણસો પણ ‘યથાદેહે તથા દેવે' એ બુદ્ધિથી સાધારણ દેવકાર્યમાં પણ પોતાના વૈભવ પ્રમાણે છૂટથી ખર્ચતા દેખાય છે; વાંચવાના ધાર્મિક ગ્રંથે નેત્રને નિત્ય દર્શનપ્રિય રહે એ હેતુથી શ્રીમાનેને કળાપ્રેમ તે ઉપર ધરેણાં જેટલી જ નકશી અને શાભા કરાવી રહ્યો છે;–આવું આવું જનસમુદાયે પિતાના ઉપયોગ માટે કેટલું કર્યું હશે તે તો એ યુગના માનવીએ જ જાણી શકે; પણ જૈન ધર્મે જે સાતત્ય અને ધર્મબુદ્ધિથી એવા સમૃદ્ધ ગ્રંથા ભંડારામાં સંઘર્યા છે તે આપણને તે સમયનાં લોકચિ અને સંસ્કાર થોડાંધણું સાક્ષાત કરાવી શકે છે.
ખંભાત અને પાટણમાંનાં તાડપાનાં ચિત્રોને મધ્યકાળના નમૂનાઓમાં સૌથી અગ્રસ્થાન આપી શકાય. તેની એકએ પ્રતે જ ઉપલબ્ધ હોવા છતાં જે વસ્તુ આપણી સામે રજુ થાય છે તે ઉપરથી ખાત્રી થાય છે કે એ કાળના સમાજમાં ચિત્રકળા કોઈ આગલી પેઢીઓથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જ જોઈએ; નહિતે એ ગ્રંથનાં ચિત્રોમાં જે રૂઢ થએલી પાકી શૈલીને ઉપયોગ થયો છે તે ઉપલબ્ધ ન હોત. આ કળા અનાડી કે અણધડ હાથમાં જન્મેલી નથી, પરંતુ અનેક પ્રકારનાં કૌશલ્યપૂર્વક રંગ અને રેખાની સજીવતા તથા રૂચિરચનામાં કાબેલ થએલા