________________
૫
પ્રાચીન ચિત્રાનું કલાતત્ત્વ
ચિત્રામાં એવાં ઘણાં ચિત્રા છે જે પ્રતિકૃતિની મર્યાદાની ઉપેક્ષા કરે છે અને તેમ કરીને કાઈ એવી વેધક રીતે ભાવપ્રતીતિ કરાવે છે કે જે અન્યથા અશક્ય લાગે. આ ગ્રંથમાં પશુ એવાં ઘણાં ઉદાહરણો છે.
ચિત્રત્રકારે જે બન્ને પ્રકાર વૈણિક' તરીકે વર્ણવ્યા છે તેને પારિભાષિક અર્થ સ્પષ્ટતાથી કહી શકાતા નથી. પણ તેના નીચેના વર્ણન ઉપરથી એમ લાગે છે કે તે કદાપિ આ જાતનાં નાનાં ચિત્રાના પ્રકાર હાય, વણિક' એટલે સંગીત સાથે સંબંધ ધરાવનાર; અને સંગીતમાં નૃત્ય, ગીત, વાઘ ત્રણે આવે.
दीर्भाङ्गो सप्रमाणं च सुकुमारं सुभूमिकम् । चतुरस्रं सुसम्पूर्ण नदीर्घ नालम्बणाकृतिम || प्रभाणस्थान लम्भाद्वयं वैणिकं तन्निमद्यते ॥
જેમાં અંગા દીર્ઘ હોય છતાં સપ્રમાણ હોય, સુકુમાર, સારી ભેાંયવાળું, ચેારસ, સમ્પૂર્ણ, બહુ લાંબું નહિ, સ્થૂલ આકૃતિ ન હોય તેવું પ્રમાણ અને સ્થાનલમ્સથી યુક્ત તે ચિત્ર વૈકિ કહેવાય છે.
આમાં પહેલું વિશેષણુ ખાસ ધ્યાન આપવા જેવું છેઃ સાધારણ કરતાં દીર્ઘ અંગે! હાય છતાં સપ્રમાણુ હેાય. વળી આવાં ચિત્રો બહુ દીર્ઘ ન હોય તે પણ વિચારવા જેવું છે. આ વર્ણન આ ગ્રંથનાં અનેક ચિત્રાને લાગુ પડે તેવું છે. સંભવ છે કે આ ચિત્રપ્રકાર વણિક હાય !
સંક્ષેપમાં, સર્વે જનનાં મન હરણ કરનાર અંગે ભૂષ્ણુ, વર્ણોદ્રવ્યતા ઇત્યાદિ તા આ ચિત્રામાં પ્રથમ દૃષ્ટિએ જ પ્રતીત થાય છે; પણ તેમનાં સપ્રમાણ રેખાનેપુણ્ય અને અંગવિન્યાસની ચતુરાઇથી આ ચિત્રા કોઇ અલૌકિક રીતે ભાવદર્શન કરાવે છે; અને આ રીતે કલા માત્રનું પરમ ધ્યેય— રસાસ્વાદના આનંદ સાધવામાં ગુજરાતના આ ચિત્રકારા સમર્થ દેખાય છે.
સિકલાલ છે. પરીખ