________________
જેન ચિત્રકલ્પદ્રુમ સૂચન લઇ તેમાંથી વિવિધ મનહર આકૃતિઓ ઉપજાવીને દોરવામાં આવે છે. કાતરકામમાં પણ આવું હોય છે. આમાં દેશ તે તે મૂળ વસ્તુ સૂચવવાનો હેત નથી, પણ આકારોની મનોહર રચના કરવાનો હોય છે. પ્રતિકૃતિની લુપતાં છેડી દઈ આકારરચનાના સૌઠવમાં રાચતી ચિત્રકલા એ કઈ હલકા પ્રતિની કલા નથી. કેટલાક આધુનિક કલાવિવેચકોને મતે તે પ્રકૃતિમાં રાચતી ચિત્રકલા પ્રાકૃત છે, ખરી ચિત્રકલા તો કેવળ આકારથી ભાવ ઉત્પન્ન કરનાર ચિત્રમાં વસેલી છે.
આધુનિક મત ગમે તે હોય, પણ પ્રાચીન ચિત્રામાં (અને પ્રતિમા વિધાનમાં પણ એક એવો પ્રકાર દેખાય છે કે જે પ્રતિકૃતિને આવશ્યક મર્યાદાની ઉપેક્ષા કરી તે તે ભાવ સાધવા સમર્થ થાય છે. આમાં ઘણી વાર ભાવક અથવા વિવેચકની પોતાની પૂર્વગૃહીત મર્યાદા તે ભાવ સમજવામાં વિનરૂપ થાય છે; પણ મનને પ્રતિકૃતિની બાલિશતામાંથી જરા મુક્ત કરી આ ચિત્રો જોવામાં આવે તો તે ચિત્રો સમર્થ રીતે ભાવનિષાદક બને છે; અને જરા ઝીણવટથી તપાસવામાં આવે તો જણાય છે કે અમુક ભાવોને એકદમ પ્રતીતિ કરાવતા સૌદ્ધ સાધવા માટે પ્રતિકૃતિની મર્યાદા છેડવાની જરૂર દેખાય છે. પ્રાચીન કાળમાં ચિત્રવિધાન અને મૂર્તિવિધાન નૃત્ય અને અભિનયને બહુ અનુસર્યા છે. જેમ નૃત્ય અને અભિનય શીઘ્રતાથી તે તે ભાવનું ભાન કરાવે છે, તેમ ચિત્રકારનો ઉદ્દેશ પણ શીઘ્રતાથી ભાવ નિષ્પાદન કરવાનો થયો હોય તેમ દેખાય છે. ચિત્રસૂત્રકાર માર્કંડેય સ્પષ્ટતાથી કહે છે વિના તુ ઘરન્નેન ત્રિફૂä દુર્થકમ્ નૃત્યશાસ્ત્ર જાણ્યા વિના ચિત્રસુત્ર જાણવું ઘણું અઘરું છે. (અંહી નૃત્યશાસ્ત્ર નૃત્તને પણ સમાવેશ કરે છે). વળી જે દૃષ્ટિએ, ભાવ, અંગોપાંગો, કરો ઇત્યાદિ તૃત્ય તથા નૃત્તમાં જાણવાના હોય છે તે આમાં પણું જાણવાના હોય છે.
दृष्टयश्च तथा भावा अङ्गोपाङ्गानि सर्वशः । कराच ये महानत्ते पूर्वोका नृपसत्तम ॥६॥
त एवं चित्रे विज्ञेया नृत्तं चित्र पर मतम् ।। પ્રાચીન ચિને નિરીક્ષક જાણે છે કે લગભગ દરેક ચિત્રમાં અમુક મુદ્રા, અમુક કરવર્તિના, અમુક દૃષ્ટિ, અમુક પાદચારી, અમુક અભિનય ઇત્યાદિ જોવામાં આવે છે. પણું નુત્ય અને અભિનયમાં જે “ગતિથી સધાય છે તે ચિત્રમાં “સ્થિતિથી સાધવાનું હોય છે. આ સાધવાને માટે આકારેને જે રીતે રચવા જોઈએ તે રીતે રચવાનો પ્રયત્ન અમુક ચિત્રોમાં દેખાય છે. આવા ચિત્રાની કટી એ છે કે તે તે આકારો તે ભાવ સૂચવવા સમર્થ છે કે નહિ, નહિ કે તે આપણને
ચતાં માણસની પ્રતિકૃતિ છે કે નહિ. સંભવ છે કે કેટલાંક ચિત્રમાં આવા આકારે કોઈ પણ ભાવની પ્રતીતિ કરાવી શકતા ન હોય અને તેથી કેવળ બેહુદા જ લાગે. આવાં ચિત્રામાં શૈલીને દોષ નથી, તે તે ચિત્રકારનું સામર્થ્ય દોષપાત્ર છે. વળી કેટલેક ઠેકાણે અમુક આકારનો “સમય” આપણે ન જાણતા હોઈએ તેથી પણ ભાવપ્રતીતિ ન થાય. ગમે તેમ હોય, પણ આપણા પ્રાચીન
* 'Art' by Clive Bell
Rey 2-3 Significant form and representational 24€ 4.23 Terve.