________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
માનવીઓએ સિદ્ધ કરેલી શૈલી છે એમ આપણે સ્વીકારવું પડે છે. એની મુખ્ય ખૂબી તો સરળ રૂખામાં આખેદ્ન કથાનિરૂપણ કરવાની તેની શક્તિમાં છે, વાડ્મય સાથે ચિત્રકળા કેવે તાલ મેળવે છે એ દર્શાવવામાં આ શૈલી અવિધ કરી નાખે છે. આકૃતિએ અને રંગાના અનેક સંકેતપૂર્ણ પ્રયાગા દ્વારા એ ચિત્રામાં સાહિત્ય, વિચાર અને ષ્ટિને ઉદ્દીપન કરે એવી એક નવી જ જાતની બિછાત બની રહે છે. જેએ હાથમાં કલમ કે પીંછી લઇ જરાણુ આકૃતિ દેરી શકતા હશે તેમને તે આ ચિત્રોની ભૂમિકાની સમતોલ રંગભરણી ઉપાડ કે ઊંડાણના પ્રયત્ન વગર આનંદસમાધિમાં ગરકાવ કરશે. આજ સુધી આ ચિત્રોના મેટામાં મોટા સમુદાય જૈન ધર્મના ગ્રંથામાંથી મળી આવ્યુ. હતા, એટલે તેને માત્ર ધર્મનાં સાંકેતિક સ્વરૂપા અથવા નિશાનીએ જેમાં ગણી લઇ કલાના પ્રતિહાસમાં તેનું સ્થાન નિણિત કરવામાં આવ્યું નહેતું; પરંતુ જ્યારે ગુજરાત, માળવા અને રજપૂતાનામાંથી ખીન્ન સંપ્રદાયેા ને સાહિત્યગ્રંથામાંથી પણ આ જ ચિત્રશૈલીના નમૂના હાથ લાગ્યા ત્યારે કલાનિષ્ણાતા સામે એક સળંગ ચિત્રપરંપરા તરવરવા લાગી અને આ ચિત્રામાં કલામર્મવાળાં સ્વરૂપે સભાએલાં દેખાયાં. કલ્પસૂત્રેા જેવાં જ લક્ષણાવાળી કળા વસંતવિલાસ અને શ્રી ખાલગેાપાળસ્તુતિમાં પણ યેાજાએલી છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે મુગલ કળા ખીલી તે પહેલાં ગુજરાત, માળવા અને મારવાડના પ્રદેશમાં આ ચિત્રશૈલીને ઠીકઠીક પ્રચાર થઈ રહ્યો હશે. આ કળાના પરિચય માત્ર શ્રીમાના જ ભાગવતા હું હાય, પણ લોકરંજની કળા તરીકે તે પ્રજાજીવનમાં પણ સ્થાન પામી હશે એ તે સમયનાં છૂટાં ચિત્રામા, વસ્ત્ર અને કોતરકામા ઉપરથી સમજાય છે; એટલેકે કળાકારો અને તેમની ચિત્રસામગ્રી લેાકપરિચિત અને લાકચિની જ હતી.
આ ચિત્રા ઝડપથી દારાએલાં લાગે છે; એટલેકે જેટલી ઝડપથી આપણે લખાણને અક્ષર ખેંચીએ એટલી ઝડપથી આ ચિત્રકાર આંખ, નાક, માથું, હાથ, પગ અથવા વસ્તુ ચીતરી શકે છે. એમ પણ માની શકાય કે આ ચિત્રકર્મ માટે ખાસ ચૂંટી કાઢેલા કેટલાક આધારભૂત આકારા નક્કી થઇ ગયા હશે. આ બાબતમાં તે અજંતા કે રાજપૂત ચિત્રકળાથી ક્વળ ભિન્ન લક્ષણ બતાવે છે.
ઊં
અજંતાના કલાકાર કાઇ સમર્થ કવિની પેઠે પોતાની રેખામાં ઊમિદર્શન અને પ્રસંગનું વાતાવરણ સહજમાં લપેટી લે છે. વાચા અને અર્થને સંયેાગ કરવાની કવિની શક્તિ જેમ વખણાય છે તેમ જ અજંતાની રેખા એ માત્ર રેખા નથી; એને આલેખક એ રેખાપણું ભુલાવીને સ્વરૂપ ભાવ અને પદાર્થને સાક્ષાત પરિચય કરાવે છે. તે ઘૂંટેલા આકાશના દાસ નથી બનતા; તેની માનસિક સૃષ્ટિને જ આગળપડતી લાવવા તેની રૂખાવલીઓ ગમે તેવી છટામાં વહે છે. એ સૌષ્ઠવ રાજપૂત ચિત્રકળામાં નથી જ; પણ તે સાથે જ નવી રંગપૂરણી અને પેાતાના દેશકાળ તેમજ સમાજના આબેદ્ન વૃતાંત અને વ્યવહાર સરળ ચિત્રકવિતામાં રજુ કરવાનું માન તેને જ મળે છે. અજંતાની કળાને સુસંસ્કૃત પંડિતાની વાણી કહીએ તે રાજપૂત કળામાં સમાજગાયકેાની સુરાવઢ અને જમાવટ છે. વસ્તુ સાદી, પણ રાગના મધુરા લય જેવી મિઠાશ આપે છે એવાં એ ચિત્રા છે. પણ તે પૂર્વેની આ મધ્યયુગની ભારતીય કળા એ લક્ષણાથી વિચત છે. એનું કોઈ ચોક્કસ કારણ