________________
ચિત્રવિવરણ
૨૧૭
ખ્યાલ આપે છે. ચાલુ વહાણામાં ચાલતાં નૃત્યા તેમની વિશાળતાના ખ્યાલ આપે છે. આ પ્રત ઉપર અને શ્રીપાલ રાસ ઉપર એક સ્વતંત્ર લેખ હું લખવાના હોઇ આટલું જ વર્ણન આપવું વાસ્તવિક ધાર્યું છે,
Plate CIV
ચિત્ર ૨૯૮ સુખડના સુંદર કોતરકામવાળી એક પેટી, નગરશેઠ કસ્તુરભાઇ મણિભાઇના સંગ્રહમાંથી. પેટીનું કદ ૬×૮ ઇંચ છે. તેના ઉપરના ભાગમાં તથા ચારે બાજુએ જૈનધર્મના ધાર્મિક પ્રસંગે કાતરેલા છે. ચિત્રમાં ઉપરથી અનુક્રમે જમણી બાજુએ ત્રણ વિભાગ છે. ઉપરના વિભાગમાં ચઉદ સ્વપ્નના પ્રસંગ કરેલા છે, પેટીની આગળના ભાગમાં પ્રભુ મહાવીરનું સમવસરણ, વચ્ચેના વિભાગમાં સમવસરણને કરતી ચારે દિશામાં ચાર વાવડીઓ, ચિત્રની જમણી બાજુમાં ૩. નમઃ અક્ષરેમાં કાતરેલું છે તેમાં મૈં અક્ષરમાં ચોવીસ તીર્થંકરના બારીક સ્વરૂપા કોતરેલાં છે, ડામી બાજુએ ઉપરના ભાગમાં પાંચ જિનમૂર્તિ વચ્ચે ૩ કારની પાંચ આકૃતિએ તથા નીચે નાગકુમારના દેવા બંને હસ્તની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતાં દેખાય છે; નીચેના વિભાગમાં પેટીની પાછળના ભાગમાં સાથી વચ્ચે સમેતશિખર તીર્થની આકૃતિ તેની જમણી બાજુએ રાજગૃહ નગરમાં આવેલ વૈભારગિર અને ડાબી બાજુએ ક્ષત્રિયકુંડના પહાડાની બારીક, સુંદર અને સ્વચ્છ આકૃતિઓ કાતરેલી છે. ગુજરાતના શિલ્પીઓ એકલા ચિત્રકર્મમાં નહિ પણ લાફડા ઉપર પણ આવાં સુંદર કાતરકામા આજથી પાણાસે વર્ષ ઉપર પણ કરી શકતા હતા પરંતુ આજે ઉત્તેજનના અભાવે તે કળા પણ લગભગ નાશ પામી છે.
Plate CV
ચિત્ર ૯૯ સુખડના સુંદર કોતરકામવાળા એક બાળે. નગરશેઠ કસ્તુરબાઇ મણિભાઇના સંગ્રહમાંથી. બાજોનું કદ ૮×૮ ઈંચ છે. બાન્નેના ઉપર ચારે બાજુએ બારીક અક્ષામાં નીચે પ્રમાણે કેતરેલું છે. ‘સંવત ૧૯(૦)૨૨ના આસે સુદ પુનમ વાર ગુરુ જંબુદ્રીપ । ઉજમબાઈ કરાપીત રાજનગર મધ્ય(ધ્યે) । શેઃ વખતચંદ ખુશાલચંદ તસ્ય ભાર્યાં જડાવબાઈ કરાપીત ચાલીસ તિર્થંકર (તીર્થંકર)નાં પગલાં’. દરેક દિશામાં છ છ તીર્થંકરનાં પગલાંની જોડ એમ ચારે દિશામાં કુલ મળીને ચાવીસે તીર્થકરનાં પગલાં વંદન દર્શન માટે કોતરેલાં છે. મધ્યમાં જંબુદ્રીપની આકૃતિ કતરેલી છે, અને તેને કરતા લવણુસમુદ્રની આકૃતિ દર્શાવવા માછલાં વગેરે જલચર પ્રાણીએ કોતરેલાં છે. ચારે ખૂણામાં ચાર તીર્થંકરની મૂર્તિ દેરી સાથે કોતરેલી છે. ઉપરાંત બાન્દેન્દ્વની ચાર બાજી પૈકી નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ત્રણ બાજુએ અતીત, અનાગત અને વર્તમાન તીર્થંકરોની ચેાવીસ ચોવીસ જિતમૂર્તિએ તથા એક બાજુએ હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન (વિચરતા)વીસ તીર્થંકરાની મૂર્તિએ વંદન અને નમસ્કાર કરવા માટે તરાવી છે. આવી સુંદર આકૃતિએ જે સમયે ગુજરાતના સ્થપતિએ કેતરતા હશે તે વખતે તેઓને કેટલું ઉત્તેજન મળતું હશે?
Plate CVI
ચિત્ર ૩૦૦ કલિકાળ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ. પ્રવર્ત્તકજી શ્રીકાંતિવિજયજીના સંગ્રહમાંથી. વાડીપાર્શ્વનાથના