________________
૨૧૬
જેન ચિત્રકલ્પકુમ કરી વડવહાણુની ઉપર ચડી કુંવરે “સિંહનાદ કર્યો. ચિત્રની જમણી બાજુએ સિંહનાદ કર્યો એવા અક્ષરો પણ લખેલા છે.
ચિત્ર ૨૯૧ રત્નદ્વીપના કિનારે વહાણ. પ્રતના પાના પ૬ ની સવળી બાજુ ઉપરથી. પ્રસંગ એવો છે કે કંવર શ્રીપાળ પોતાની બંને સ્ત્રીઓ સાથે વહાણુમાં બેઠા છે, ચિત્રની જમણી બાજુએ “શ્રીપાળ મદનમંજૂષા સાથે વહાણમાં બેઠાએવા અક્ષરો લખેલા છે.
ચિત્ર ર૯૨ રનદીના કિનારે વહાણ. પ્રતના પાના ૫૬ ની પાછળની બાજુ ઉપરથી. (ઉપર) પ્રસંગ એવો છે કે મદનમંજૂષાને વળાવી તેનાં સગાંવહાલાં પાછાં વળે છે અને શ્રીપાલ મદનમંજૂષા સાથે વહાણુમાં બેઠા છે. ચિત્રની ડાબી બાજુએ “મદનમવાને વળાવે છે' એવા અક્ષરે લખેલા છે.
ચિત્ર ૨૩ ધવલ શેઠ ચાર મિત્રો સાથે શ્રીપાલને વહાણમાંથી પાડી નાખવા મસલત કરે છે. પ્રતના પાના ૫૮ ઉપરથી. (નીચે). શ્રીપાલની ઋદ્ધિ જોઈને ધવળ શેઠ બહુ અદેખાઈ કરે છે અને ગંભીર વિચારમાં પડી ગયા છે તેમને તેમના મિત્રે ચિંતાનું કારણ પૂછે છે. ચિત્રની ડાબી બાજુએ “ધવલ શેઠ મિત્ર સાથે વિચાર કરે છે એવા અક્ષરો લખેલા છે.
Plate CII ચિત્ર ર૯૪ માંચાની દોર કાપી શ્રીપાલને વહાણમાંથી દરિયામાં ધકેલી દે છે. શ્રીપાલ રામની પ્રતના પાન ૫૯ ઉપરથી. પ્રસંગ એવો છે કે, ધવલ શેઠે કપટ કરી, કોઈ વિચિત્ર આઠ મેને મગર બતાવવાને બહાને કુંવર શ્રીપાલને માંચડ ઉપર લાવ્યા, અને જેવા તે ત્યાં ચડી જોવા લાગ્યા કે શેઠ ઝટપટ નીચે ઉતરી ગયા અને બંને પાપી મિત્રોએ માંચડાનાં આગળનાં દોરડાં કાપી નાંખ્યાં. ચિત્ર ર૫ રાણાઓનું યુદ્ધ. શ્રીપાલરાસની પ્રત ઉપરથી. ઘોડેસ્વારનું યુદ્ધ વગેરે તે સમયની યુદ્ધ
કરવાની રીતોની આપણું સામે રજુઆત કરે છે. ચિત્ર ૬ સ્વયંવર મંડ૫. શ્રીપાલ રાસની પ્રતના પાના ૮૨ ઉપરથી. પ્રસંગ એવો છે કે કોઈ પરદેશીના મુખથી કુંવર શ્રીપાલને માલુમ પડ્યું કે કંચનપુરના રાજાની કુંવરી ત્રિલોક સુંદરીને સ્વયંવર અષાઢ શુદિ ૨ ના દિવસે છે તે સાંભળીને પોતે ત્યાં સ્વયંવર મંડપમાં આવ્યા છે. ચિત્રની જમણી બાજુએ “સ્વયંવર મંડપ” લખેલું છે. ચિત્ર ૨૯૭ અજિતસેનને મુકાવ્યો. શ્રીપાલરાસની પ્રતના પાન ૧૦૪ ઉપરથી. પ્રસંગ એવો છે કે શ્રીપાલ કુંવરે પિતાના કાકા અજિતસેનને યુદ્ધમાં હરાવીને તેને છોડાવી મૂક્યો તે પ્રસંગને અનુસરતું આ ચિત્ર છે. હાથી ઉપર શ્રીપાલ બેઠા છે, આગળ મહાવત બેઠે છે, સામે તેમને કાકે અજિતસેન પિતાનાં અપકૃત્ય માટે પસ્તાવો કરતે ઉભેલો છે. ચિત્રની ડાબી બાજુએ ‘અજિતસેનને મૂકાવ્ય' એવા અક્ષરો છે. આ રાસના વહાણનાં ચિત્રો પ્રાચીન ગુજરાતના શ્રા સાહસિક વ્યાપારીઓ પ્રવાસ માટે કેવાં સુસજજ વહાણોની માલીકી ધરાવતા હતા તેમજ નગરે કેવાં સુંદર મહાલ અને કિલ્લેબંદીવાળાં હતાં તે બતાવે છે. વહાણની રચના અને સગવડો આજની સ્ટીમર-સલૂનને આબેહૂબ