________________
ચિત્રવિવરણ
૧૯૧
જેમ હુન્નર નયનવાળા, હાથમાં વજ્ર ધારણ કરનાર તથા પુર નામના દૈત્યને નાશ કરનાર દેવેને અધતિ ઇંદ્ર શાભે છે તેમ બહુશ્રુતજ્ઞાનરૂપ સહસ્રનયનવાળા અને ક્ષમારૂપ વથી મેહરૂપ દૈત્યને મારનાર જ્ઞાની બે છે. આ પ્રસંગ દર્શાવવા ત્રીજી લાઈનમાં ત્રીજું ઇંદ્રનું ચિત્ર ચિત્રકારે ચીતરેલું છે.
જેવી રીતે અંધકારનો નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી જાણે જાજ્વલ્યમાન હોય તેવા શાને છે તેવી જ રીતે આત્મજ્ઞાનના પ્રકાશથી બહુશ્રુતનાની શોભે છે. આ પ્રસંગ દર્શાવવા ચેાથી લાઇનમાં છેલ્લું ઉપરનું ચિત્ર ઊગતા સૂર્યનું ચિત્રકારે ચીતરેલું છે.
જેમ નક્ષત્રપતિ ચંદ્રમા, ગ્રહ અને નક્ષત્રાદિથી વીંટાએલા હાઇ પૂર્ણિમાને દિવસે શૈલે છે તેવી જ રીતે આત્મિક શીતળતાથી મહુશ્રુતજ્ઞાની પણ શોભે છે. ચેાથી લાઇનમાં છેલ્લું સૂર્યની નીચેનું પૂર્ણિમાના ચંદ્રનું ચિત્ર આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ચીતરેલું છે.
ભિન્નભિન્ન પ્રકારના ધાન્યાદિથી પૂર્ણ અને સુરક્ષિત જેવી રીતે લેાકસમૂહોના ભંડાર શાભે છે તેવી જ રીતે (એંગ, ઉપાંગ આદિ શાસ્ત્રાના નાનથી પૂર્ણ) જ્ઞાની શૈાભે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ખી લાઇનમાં પહેલું ચિત્ર છેડવાનું—ધાન્યપત્તિ છેડવામાં થતી હોવાથી ચીતરેલું છે. અનાહત નામના દેવનું સર્વ ક્ષેામાં ઉત્તમ એવું જંબુક્ષ શાભે છે તેવી જ રીતે (જ્ઞાનીઓમાં સર્વથી ઉત્ત) બહુશ્રુતનાની ગાભે છે. આ પ્રસંગ દર્શાવવા ચોથી લાઇનમાં પહેલું જ ચિત્ર જંબુવૃક્ષનું ચિત્રકારે ચીતરેલું છે.
નીલવંત પર્વતમાંથી નીકળી સાગરમાં મળનારી સીતા નદી જેમ નદીમાં ઉત્તમ હાય છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની પણ સર્વ સાધુઓમાં ઉત્તમ હોય છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ચોથી લાઇનમાં બીજું ચિત્ર વાદળી રંગથી પાણીની આકૃતિ બનાવી સીતા નદીનું ચીતરેલું છે. જેમ પર્વતમાં ચા અને સુંદર તથા વિવિધ ઔષધિથી શેશભતા મન્દર પર્વત ઉત્તમ છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ અનેક ગુણે વડે કરીને ઉત્તમ છે. ચેાથી લાઈનના ત્રીજા ચિત્રમાં આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે પહાડની આકૃતિ તથા તેના ઉપર વિવિધ ઔધિનાં ઝાડા ચીતરેલાં છે.
જેમ અક્ષયેાદ (જેનું જળ સૂકાય નિહ તેવા) સ્વયંભૂરમણ સમુદ્ર જુદાજુદા પ્રકારનાં રત્નોથી પરિપૂર્ણ છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની પશુ રત્નત્રયીથી પરિપૂર્ણ હોવાથી ઉત્તમ છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ચેાથી લાઇનના ચેથા ચિત્રમાં વાદળી રંગથી સમુદ્રની આકૃતિ ચીતરેલી છે. ચિત્ર ૮ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૨માં ‘હિરકેશીય’ નામના અધ્યયનના એક પ્રસંગને લગતું ચિત્ર. ભગવાન સુધર્માંસ્વામીએ બુસ્વામીને કહ્યું: ‘ચાંડાલકુળમાં ઉત્પન્ન થએલા છતાં ઉત્તમ ગુણને ધારણ કરનારા રિકેશી બસ નામના એક જિતેન્દ્રિય ભિક્ષુ સાધુ થયા હતા-૧.
મનથી, વચનથી અને કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય તે ભિક્ષુ ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યવાડે આવીને ઊભા રહ્યા ર.
જાતિમથી ઉન્મત્ત થએલા, હિંસામાં ધર્મ માનનારા, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી મૂર્ખ બ્રાહ્મણા (તેમને ત્યાં આવતા જેને) આ પ્રમાણે મેલવા લાગ્યાઃ—૩૪.