________________
જેન ચિત્રકલ્પદ્રુમ પુને નવાં કર્મો આવવાને રસ્તો બંધ થવાથી જૂનાં કર્મોનો નાશ તપશ્ચર્યા વગેરે ક્રિયાઓથી થઈ જાય તો તે સર્વ પાપકર્મોથી મૂકાઇને તે મોક્ષસુખને પામે. ઝાડ ચીતરવાને ચિત્રકારનો આશય આ બતાવવાનો હોય એમ લાગે છે.
Plate LXXXIV
ચિત્ર ૨પ૭ સારાભાઈ નવાબના સંગ્રહની ઉત્તરાધ્યયન સૂત્રની પ્રતનાં ૪૬ ચિત્રોમાંથી આઠ ચિત્રો
અત્રે રજુ કર્યા છે. આ ચિત્ર બહુભુતપૂજ્ય' નામના ૧૧મા અધ્યાયના લેક ૧૬ થી ૩૦ સુધીના પ્રસંગને લગતું છે. ચિત્રમાં ચાર લાઈનમાં જુદાં જુદાં ચિત્રો આપ્યાં છે. તેમાં ચિત્રના પરિચયની
શરૂઆત પહેલી લાઈનના ‘બહુતપૂજ્ય' તરીકેના જૈન સાધુના ચિત્રથી થાય છે. પછી અનુક્રમે, કજ દેશના ઘડાઓમાં આકીર્ણ (બધી જાતની ચાલમાં ચાલાક અને ગુણી) ઘોડો જેવી રીતે વેગમાં ઉત્તમ હોય તેથી જ ઉત્તમ કહેવાય છે તેવી જ રીતે બહુશ્રુતજ્ઞાની પણ ઉત્તમ ગણાય છે. આમ પ્રસંગ દર્શાવવા ઉત્તમ જાતિને ઘડે ચિત્રકારે સાધુની પાસે જ ચીતરેલે છે.
જેમ આકીર્ણ ઘોડા પર આરૂઢ થએલો દૃઢ પરાક્રમી ઘર બંને રીતે નાંદીના અવાજે કરીને શેભે છે તેમ બહુબુત (જ્ઞાની) બંને પ્રકારે (આંતરિક તથા બાહ્ય-વિજયથી શોભે છે. આ પ્રસંગ દર્શાવવા બીજી લાઈનની શરૂઆતમાં ચિત્રકારે શૂરવીર માણસનું ચિત્ર ચીતરેલું છે.
જેમ હાથણીથી ઘેરાએલો સાઠ વરસને પીઢ હાથી બળવાન અને કેઈથી પરાભવ ન પામે તે હોય છે તેવી જ રીતે બહુશ્રુતજ્ઞાની પરિપકવ, સ્થિર બુદ્ધિ અને અન્યથી વાત કે વિચારમાં ન હણુય તેવો તેમજ નિરાસક્ત હોય છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે પહેલી લાઇનમાં છેલું ચિત્ર હાથીનું ચીતરેલું છે.
તીણ શીંગડાંવાળે અને જેની ખાંધ ભરેલી છે એ ટોળાને નાયક સાંઢ જેમ બે છે તેમ સાધુસમૂહમાં) બહુશ્રુતજ્ઞાની શોભે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનના બીજા ચિત્રમાં ભરેલી ખાંધવા મદમસ્ત સાંદ્ર ચીતરેલો છે.
જેમ અતિ ઉગ્ર તથા તીર્ણ દાઢવાળા પશુઓમાં શ્રેષ્ઠ સિંહ સામાન્ય રીતે પરાભવ પામતે નથી તેમ બહુતજ્ઞાની કેઈથી પરાભવ પામતું નથી. આ પ્રસંગ દર્શાવવા બીજી લાઈનના ત્રીજા ચિત્રમાં શ્રેષ્ઠ સિંહ ચીતરેલ છે.
જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ સદાયે અપ્રતિત (અખંડ) બળવાળા રહે છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ (અહિંસા, સંયમ અને તપથી) બલિષ્ઠ રહે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનના પહેલા ચિત્રમાં શ્યામ વર્ણવાળા વાસુદેવ ચીતરેલા છે.
જેમ ચતુરન્ત, (ડા, હાથી રથ અને સુભટ એ ચાર સેના વડે શત્રુનો અંત કરનાર) મહાન ઋદ્ધિવાળા (ચૌદ રત્નને આધિપતિ) ચક્રવર્તી શોભે છે તે જ પ્રકારે ચૌદ લબ્ધિ વડે બહુશ્રુત (ચાર ગતિનો અંત કરનાર) જ્ઞાની શોભે છે. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનના બીન ચિત્રમાં સફેદ વર્ણવાળા ચક્રવર્તી ચીતરેલો છે.