________________
ચિત્રવિવરણ
૧૮૯ ભાવાર્થ ગોપાલ-કૃષ્ણના વાળ ઓળવામાં કામથી વિલ બનેલી ગોપીઓનો આપસમાં હું જ ઉત્કૃષ્ટ સારીરીતે (વાળ ઓળવાનું જાણું છું બીજી જાણતી નથી’ આ પ્રમાણે ચડસાચડસીથી ખૂબ ઝધડો જામ્યો.-૨૨૬
ભમતા ભ્રમરો જેવા કેશથી છવાએલા કપાળવા અને મધુર અવાજ કરતી ધુધરીવાળી કટિમેખલાવાઈ અને ગંડસ્થલ ઉપર ઝળક ઝળક થતા કુંડલવાળું શમ્યાવિષે રતિક્રીડામાં તત્પર તે (શ્રીકૃષ્ણ રૂપી) તિ મારા હૃદયમાં .
ચિત્રની મધ્યમાં કૃષ્ણ કમળ ઉપર અદ્ધર નાચતા દેખાય છે. તેમના પગ નીચે કમળ છે, કૃષ્ણની જમણી બાજુ એક ગોપી ડાબા હાથથી ચામર વીંઝતી કભી છે; ડાબી બાજુએ બે ગોપીઓ ઉભી છે, તેમાંની પહેલી ગોપી તરફ કૃષ્ણ જુએ છે અને તેની સાથે કાંઈક વાત કરતા હોય એમ લાગે છે. ઘણું કરીને આગળની ગોપી કૃષ્ણની માનીતી ગોપી રાધા હોવી જોઇએ. તેણી જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠે ભેગો કરીને કૃષ્ણને નાચતા જે તેમની મશ્કરી કરતી હોય એમ લાગે છે. ચિત્રમાં ત્રણ જુદીજુદી જાતનાં ઝાડ ચીતરેલાં છે. રાધાની પાછળના ભાગમાં બીજી એક ગોપી જમણે હાથ ઉંચે રાખીને હાથના વાસણમાં કંઈ લઈ જતી હોય એમ લાગે છે. આ પ્રતના ચિત્રોમાં ચિત્ર ૨૫૨ અને ૨૫૪માં જે નતનાં ઝાડો છે તેજ જાતનાં ઝાડ વિ.સં. ૧૫૦૮ માં લખાએલા “વસંત વિલાસના ચિત્રપટમાં પણ રજુ કરેલાં છે તેથી આ પ્રત તેની સમકાલીન હોવાની સંભાવના છે.
Plate LXXXII ચિત્ર રપ કલ્પસૂત્રનાં સુશોભને. હંસવિ. ૧. સુશોભન કળાના સુંદર નમૂનાઓ.
Plate LXXXIII ચિત્ર સ્પ૬ ઉત્તરાધ્યયન સુત્રને એક ચિત્ર પ્રસંગ. સવિ. ૩ ની પ્રતમાંથી.
ચિત્રમાં ઉપર ગોળાકૃતિમાં પાણુ ભરેલું તળાવ, તેમાં તરતાં રાજહંસ વગેરે જળચર પક્ષીઓ, અને વચ્ચે એક મોટું કમળ ઊગેલું બતાવ્યું છે. તળાવના કાંઠા ઉપર જળચર પક્ષીઓ ફરતાં બતાવ્યાં છે. ચિત્રકારનો આશય આ ચિત્ર દોરવાને એવો છે કે જેવી રીતે મેટા તળાવના જળ આવવાના ચારે બાજુના માર્ગો બંધ કરવામાં આવ્યા છે, તેવી રીતે સંયમી પુરુષને નવાં પાપ આવવાનાં દ્વારે વ્રતધારા રૂંધાઈ જવાથી બાકી રહેલાં પહેલાંનાં બંધાએલાં કર્મો તપઠારાએ શેકાઈ જાય છે. તે એવી રીતે કે જેમ જળ આવવાના માર્ગો બંધ કર્યા પછી તળાવની અંદરનું પાણી સૂર્યના પ્રચંડ તાપથી શોષાઈ જાય છે તેમ. વળી ચિત્રમાં નીચેના ભાગમાં સાધુની આજુબાજુ બે ઝાડે જુદીજુદી જાતનાં ચિત્રકારે ચીતર્યા છે. તે ચીતરવાનો આશય પણ ઉપરની કલ્પનાને મળતો હોય એમ લાગે છે. ઝાડ જેવી રીતે જળ વગેરેનાં સીંચનથી આવડાં મોટાં ઊગેલાં છે તેવી જ રીતે સંયમી પુરષ પણ કર્મોથી બંધાતો બંધાતો ઉમર લાયક થયો છે, પરંતુ જેમ વૃદ્ધિ પામેલા ઝાડને પણ જે જળસીંચન વગેરે કરવામાં ન આવે તે આખરે તે સૂર્યના તાપથી કરમાઈને નાશ પામે તેવી રીતે જ સંયમી