________________
જૈન ચિત્રકલ્પદ્રુમ પ્રચંડ અને ભયાનક રૂપે પ્રગટ કર્યું. બળભદ્ર છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લોહી વમતો કરી ઠાર કર્યો અને તે બધા સંકુશળ પાછા ફર્યા.
--ભાગવત દશમસ્કંધ, અ. ૨૦ કલે. ૧૮-૩૦. ચિત્ર ૧૫ વર્ષો દાન. શ્રી જ્યસૂ૦ ના ચિત્ર ઉપરથી. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૯૩નું આ પ્રસંગને લગતું વર્ણન.
Plate LiX ચિત્ર ૧૯૬ કોશાકૃત્ય તથા આર્યસમિતસૂરિને એક પ્રસંગ. હંસવિ. ૧ ના પાના ૬૮ ઉપરથી.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ઉપરના પ્રસંગને પરિચય ચિત્ર ૨૨૨ના પરિચયમાં આપ્યું છે. ફેરફાર માત્ર આ ચિત્રમાં રથકારની પાસે મેર નથી તેમ રથકાર ગાદી ઉપર ઘુંટણ વાળીને બેઠેલે છે જયારે ચિત્ર ૨૨૨માં તે ઉમે છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જ્યારે ચિત્ર ૨૨૨માં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે, વળી ર૨૨માં વેશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલને હાર પહેરેલો છે જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખેલું છે તથા ગળામાં ખેતીનો હાર પહેરેલો છે. તેણીનાં વસ્ત્રાભૂષણે આ ચિત્રમાં વધુ કિંમતી છે.
આ પછી ચિત્રના અનુસંધાને નીચેને આર્યસમિત સુરિ તથા તાપસને લગતો પ્રસંગ જોવાને છેઃ આભીરદેશમાં અચલપુરની નજીક, કન્ના તથા બેન્બા નામની નદીની મધ્યમાં આવેલા દ્વીપમાં હમદીપ નામના પાંચસો તાપસ રહેતા હતા. તેમાં એક તાપસ એ હતું કે પાણી પર થઈને. પિતાના પગને ભીંજાવા દીધા વિના-જમીન પર ચાલે તેવીજ રીતે, પારણાને માટે નદીની પેલી પાર ચાલ્યો જતો. તેની આવી કુશળતા જેને લોકોને થયું કેઃ “અહા ! આ તાપસ કેટલે બધે શક્તિશાળી છે, જેમાં આ કઈ શક્તિશાળી પુરુષ નહિ હોય?”
શ્રાવકોએ શ્રીવવામીજીના મામા શ્રી આર્યસમિસુરિને લાવ્યા અને ઉપરોક્ત તાપસ સંબંધી હકીકત કહી સંભળાવી. આર્યમિત સુરિજીએ કહ્યું કે “એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઇ જ નથી, એ કેવળ પાઇલેપ શક્તિને જ પ્રતાપ છે.”
તે પછી શ્રાવકોએ પેલા તાપસને જમવાનું આમંત્રણ મોકલ્યું. તાપસ જમવા ઉઠવ્યો એટલે તેનાં પગ અને પાવડી ખૂબ સારી રીતે ધોવરાવ્યાં. ભજનક્રિયા પણ પૂરી થઈ. પછી તાપસની સાથે શ્રાવકે પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લેપના પ્રતાપથી તાપસ નદીના પાણી ઉપર થઈને ચાલી શકતો હતો તે લેપ ધેવાઈ ગએલો હતો, છતાં જાણે કાંઈ વન્ય જ નથી એવી ધષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મુકતાં જ તે ડુબવા લાગ્યા અને સી કઈ તેની મશ્કરી કરવા લાગ્યા.
તેટલામાં આર્યસમતસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે કેવળ લોકોને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું ગચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાંખ્યું અને કહ્યું કેઃ “હે એન્ના! મને પેલે પાર જવા દે.” એટલું કહેતામાં જ નદીના બંને કાંઠા મળી ગયા. સૂરિજીની આવી અભુત