________________
ચિત્રવિવરણ
૧૬૫ ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જડા, ચપળ બે ભવાળા, ચળકતા મણિવાળા, કુંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કર આકૃતિવાળા અને વિસ્તૃત કુણુવાળા મોટા સર્પનું રૂ૫ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઇ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટયા. પરંતુ મહાપરાક્રમી ધર્યશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણું ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધો. સર્પ દૂર પડ્યો એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
(૨) હવે કુમારએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારપધારી દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયે. તેણે કહ્યું: ‘ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દે.” શ્રીવર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દે તક સાધી તેમને બીવરાવવાનો પ્રપંચ કર્યો. તેણે પોતાની દેવશક્તિથી સાત તાડ જેટલું પોતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણું ગયા. તેમણે વજ જેવી કઠેર મુષ્ટિથી તેની પીઠ પર એ તો પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધર્મ પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનનો તેણે મનમાં સ્વીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપે પ્રકટ કરી સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યા. તે વખતે ઇન્ડે ધેર્યશાળા પ્રભુનું વીર” એવું ગુણનિષ્પન્ન નામ પાડયું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણે પહેરેલાં છે અને ડાબા હાથે ઝાડને વીંટાઈ વળેલા સપને મોં આગળથી પકડેલો છે. વર્ધમાનકુમારની પાછળ બે તથા ઉપરના ભાગમાં ત્રણ બીજા છોકરાઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુ બે ઝાડ ચીતરેલાં છે. વચમાં મહાવીર દેવના ઉપર બેઠેલા અને તેમના જમણા હાથની મુષ્ટિનો પ્રહાર સહન નહિ થવાથી દેવ કમ્મરમાંથી વળી જઈને ઘોડા જેવો બની ગએલે ચીતરે છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઉભેલી છે જે જમણે હાથ ઊો કરીને કેઈને બોલાવીને મહાવીરનાં આ પરાક્રમને પ્રસંગ બનાવતી હોય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવો કુણુની બાળક્રીડાનો એક પ્રસંગ.
(1) કૃષ્ણ જ્યારે બીજા ગોપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા મોકલેલો અધ નામનો અસુર એક યોજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પડો અને અણુ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયે. આ જોઈ કૃધશે એ સર્ષના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્પ અઘાસુરનું મરતક ફાટી શ્વાસ નીકળી ગયે અને તે મરી ગયે. તેના મૂખમાંથી બાળકો બધા સંકુશળ બહાર આવ્યા.ભાગવત દશમસ્કન્ધ, અ.૧૨ શ્લો. ૧૨-૩૫ પૃ. ૮૮.
(૨) એકબીજાને અરસપરસ ઘોડા બનાવી જ્યારે ગેપ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મોકલેલો પ્રલમ્બ નામનો અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃણું અને બળભદ્રને ઉપાડી જવા ઇરછતા હતા. એણે બળભદ્ર ઘોડા બની તેમને દૂર લઈ જઈ એક