________________
જેન ચિત્રકલ્પદ્રુમ કાંતિવિ. ૧. મનનું તથા બીજું સહન. અને ઉપરથી લેવામાં આવ્યું છે.
સિદ્ધાર્થરાજ સ્નાનગૃહમાંથી નીકળી, બહાર જયાં સભાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યારબાદ પિતાનાથી બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદો બંધાવ્યો. પડદાની મનહરતા
આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અને ૨નો જડેલાં હતાં. આ પડદાનું વિસ્તૃત વર્ણન અગાઉ આપણે કરી ગયા છીએ. પડદાની અંદર રાણીને બેસવાનું એક સિંહાસન ગોઠવવામાં આવ્યું છે.
ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં કૂલ લઈને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈ બેઠેલા છે. મતક ઉપર છત્ર લટકી રહેલું છે. વચ્ચે પદ છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં ફૂલ લઈને વસ્ત્રાભૂણાથી સુસજિત થઇને બેઠાં છે. તેમના માથે ચંદો બાંધેલો છે. ચિત્રના ઉપરના ભાગમાં બે એર ચીતરેલા છે.
Plate LVIJI ચિત્ર ૧૯૨ ગર્ભના ફરકવાથી ત્રિશલાને આનંદ. સહન. પાના ૩૦ ઉપરથી. ગર્ભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જઈને હીંચકા ઉપર બેઠેલાં છે. કલ્પસૂત્રની પ્રતનાં ચિત્રોમાં બીજી કોઈપણ પ્રતમાં આ પ્રસંગ આ રીત ચીતરેલો જોવામાં આવ્યા નથી. હીંચકામાં સુંદર બારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામરધારિણી સ્ત્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક
શ્રી વાડકામાં ચંદન-ધનસાર વગેરે ઘસીને વિલેપન કરવા આવતી હોય એમ લાગે છે, કારણકે હીંચકાની નજીકમાં બંને બાજુ બીજી બે સ્ત્રીઓ બેઠેલી છે તે ઘણું કરીને ત્રિશલાની દાસીઓમાંની લાગે છે; વળી છે કે સ્ત્રીઓ હાથમાં સુખડના ટુકડાથી ફાઈક ઘસતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૭ વદી જાગરણ, કાંતિવિ. ૧. પુત્રજન્મને છઠ્ઠા દિવસે પ્રભુનાં માતાપિતાએ, કુળધર્મ પ્રમાણે રાત્રિએ જાગરણમહોત્સવ કર્યો.
ત્રિશલા ભદ્રાસન ઉપર બેઠાં છે. તેમને જમણે પગ આસન ઉપર અને ડાબે પગ પાદપીઠ ઉપર છે. ડાબા હાથમાં મુખનું પ્રતિબિંબ જેવા દર્પણ પકડેલું છે. સામે બે સ્ત્રી પરિચારિકાઓ દીપક લઇને ઊભી છે. ઉપરના ભાગમાં ડાબી બાજુએ એક મોર છે તથા ત્રિશલાના મસ્તક ઉપરના કોતરકામમાં સામસામા બે હંસ છે. ચિત્ર ૧૯૪ આમલકી ક્રીડા સહન. પાના ૩૪ ઉપરથી. (૧) એક વખત
રે ન્દ્ર પોતાની સભામાં મહાવીરના ધેર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યો કેઃ “હે દે! અત્યારના આ કાળમાં મનુષ્યલોકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવો બીજો કોઈ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ દેવો પણ તેમને મહીવરાવવાને અસમર્થ છે.' આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે ત્યાં કુમારે ક્રીડા કરતા હતા