________________
૧૫૦
જેન ચિત્રકલ્પદ્રુમ
Plate XXXIV
ચિત્ર ૧૧૩ શ્રી મહાવીર પ્રભુ. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. તાડપત્રની કાલકથાની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચઉદમી સદીનું આ ચિત્ર તે સમયના જિનમંદિરની સ્થાપત્ય રચનાના સુંદર
ખ્યાલ આપે છે, સ્થાપત્ય શણગાર તથા તેની કુદરતી આંખે, મૃદુ- કમળ છતાં પ્રમાણપત હાસ્ય કરતું મૂખ, તે સમયના ચિત્રકારની ભાવ અર્પણ કરવાની શક્તિને સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની બેઠકની નીચે પબાસણમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એકેક સિંહ તથા કિન્નર ચીતરેલા છે, મૃતની આજુબાજુ બે ચારધારી દે ઊભા છે, મસ્તકની બાજુમાં એકેક સ્ત્રી ફૂલની માળા લઈને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીતરેલી છે, મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં છત્ર લટકતું છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાનો વિભાગ સંગાપ્ત થાય છે.
Plate XXXV ચિત્ર ૧૧-૧૧૫-૧૬ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે. હંસવિ. ૨. વડોદરા લિસ્ટ નં. ૧૪૦૨ની કલ્પસૂત્રની તારીખ વગરની પાના ૧૩૯ની સુવર્ણાક્ષરી પ્રતમાંથી.
પાનાની આજુબાજુના હાંસીઆમાંનાં આ સુશોભનો સહેજ રમતમાં ચીતરાએલાં લાગે છે, છતાં ચિત્રકારની પાત્રોમાં નવીનતા રજુ કરવાની ખૂબી કઈક અલોકિક પ્રકારની છે. ચિત્ર ૧૧૭-૧૧૮ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપો. અમદાવાદના દે. પા. ના દયાવિ. શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્ર તથા કાલકથાની અપ્રતિમ કારીગરીવાળી સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી.
કાગળની પ્રતના હાંસીઆમાંનાં ચિત્રો મથેના નર્તનાપાત્રવાળાં આ ચિત્રો વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે, ચિત્રકાર બરોબર જાણે છે કે ચિત્રોમાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપોનાં એકેએક અંગ એવાં તે બારીક દેરાએલાં છે કે આપણી સામે જાણે તે સમયની જીવતી જાગતી ગુજરાતણે ગરબે રમતી ખડી ન કરી દીધી હોય !
Plate XXXVI ચિત્ર ૧૧૯ થી ૧૩૦ નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ. દે. પા. ના દયાવિ. વર્ણન માટે જુઓ લરરાય ૨. માંકડનો આ સંબંધીને લેખ, પૃષ્ઠ ૬રથી પૃષ્ઠ ૬૯ સુધી.
Plate XXXVII ચિત્ર ૧૩૧ થી ૧૪૨ નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે. દે. પા. ના દયાવિ. વર્ણન માટે જુઓ ઑલરરાય ૨. માંકડને આ સંબંધીને લેખ.
Plate XXXVIII ચિત્ર ૧૪૭ નારીકુંજર સારાભાઈ નવાબના સંગ્રહમાંની. રતિરહસ્યની પોથીમાંથી. ચિત્ર ૧૪૪ પૂર્ણકુંભ, ચિત્ર ૧૪૫ નારીઅશ્વ, ચિત્ર ૧૪૬ નારીશકિટ, ચિત્ર ૧૪૭ નારીકુંજર, ચિત્ર ૧૪૩ થી ૧૪૭ દે.પા. ના