________________
ચિત્રવિવરણ
૧૪૯ અચળ અને અડગ જ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુ પર ભયંકર ઉપદ્રવ થતો જો. તત્કાળ ધરણેન્દ્ર પિતાની પટરાણીઓ સહિત પ્રભુની પાસે આવ્યા અને ભક્તિભાવ ભર્યો નમસ્કાર કરી, તેમના મસ્તક ઉપર કણ રૂપી છત્ર ધરી રાખ્યું.
જમણી બાજુએ પાર્શ્વનાથ પ્રભુની પાછળ ગરદન સુધી જળ બતાવવા માટે ચિત્રકારે ઝાંખા લીલા રંગના લીટા મારીને જળની આકૃતિ ઉપજાવી કાઢી છે તેમના પગની નીચે એક સ્વરૂપે ધરણેન્દ્ર બે હાથ જોડીને પદ્માસને બેઠેલો અને પલાંઠી વાળેલા પોતાના બંને પગ ઉપર પ્રભુના એ પગ રાખીને બેઠા છે, બીજું સ્વરૂપ નાગનું કરી આખા શરીરને વીંટળાઈ વળી સાત ફણુઓ રૂપી છત્ર મસ્તક ઉપર ધરી રહ્યો છે, ત્રીજા મૂળ રૂપે પાર્શ્વનાથ પ્રભુની ડાબી બાજુએ બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતો ઉભા છે, તેની પાછળ તેની પટરાણી બે હસ્તની અંજલિ જોડીને પ્રભુના ગુણગાન કરતી ઊભી છે. ધરણેન્ડે આટલી બધી ભક્તિ કરી અને કાંઠે પ્રભુની આટલી બધી કદર્થના કરી, બંનેએ પિતપોતાને ઉચિત કાર્યો કર્યા છતાં બંને તરફ સમાન દૃષ્ટિવાળા પ્રભુ પાર્શ્વનાથ જગત નું કલ્યાણ કરનારા હોવાથી કેમ વંદનીય ન થાય? આ પછી ચિત્રના અનુસંધાને ઉપરના ચિત્રમાં વર્ણવેલો પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણને પ્રસંગ જેવા છે. વર્ષાકાળના પહેલા મહિનાના બીજા પખવાડીયામાં, શ્રાવણ શુકલ અષ્ટમીના દિવસે, સમ્મત નામના પર્વતના શિખર ઉપર, જળરહિત માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથપ્રભુનિર્વાણ પામ્યા-મોક્ષે ગયા.
Plate XXXIII ચિત્ર ૧૧૨ શ્રીપભદેવનું નિર્વાણ ઇડરની પ્રતના પાના ૦૮ ઉપરથી ચિત્રનું મૂળ કદ ઈંચ ઉપરથી મોટું કરીને અત્રે રજુ કર્યું છે.
શ્રી ઋષભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમા પખવાડીઆમાં; માધમાસની વદિ તેરશને દિવસે ગુજરાતી પપ વદિ ૧૩) અષ્ટાપદ વતના શિખર ઉપર, જળ રહિત ચાદભક્ત, છ ઉપવાસનો તપ કરીને અભિજિત નામના નક્ષત્રને વિષે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, સવારના સમયે મયંકાસને બેસીને નિર્વાણ પામ્યા..
ચિત્રમાં ઋષભદેવ પ્રભુ સર્વ આભૂષણે સહિત સિદ્ધશીલા ઉપર બેઠેલા અને આજુબાજુ બે ઝાડની રજુઆત કરીને ચિત્રકારે શ્રી ઋષભદેવના નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ ચીતરેલો છે.
ઈડરની આ પ્રતમાંના દરેક ચિત્રોની પૃષ્ઠભૂમિ સીંદુણ્યિા લાલ રંગની છે. આ બધાંયે ચિત્રા અસલ માપે ચીતરાએલાં છે. તેમાં રંગભરની સરસ વહેંચણે વાતાવરણ અને પદાર્થોની ઝીણવટમાં પરંપરાગત આકૃતિઓ ચીતરી છે પણ મૂળ આકારોનો પ્રત્યક્ષ પરિચય નહિ હોવાથી ચિત્રકારોએ નકકી કરેલાં આકારોનાં કૃત્રિમરૂપો ચિત્રકાર ચીતરે ગયે છે છતાં સુશોભનોમાં જરાએ પાછો પડતો નથી. આ પ્રતમાં સોનાની શાહીને ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે, ચિત્રના પા ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીનો ઉપયોગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યો છે, ઉપરાંત, સીંદુરિયે લાલ, ગુલાબી, ફીરમળ, પીળો, વાદળી, રૂપેરી, અંબુડી, સફેદ, કાળો, આસમાની તથા નારંગી રંગનો પણ ઉપયોગ આ પ્રનના ચિત્રોમાં કરવામાં આવ્યો છે.