________________
૧૧૮
જેન ચિત્રકલ્પદ્રુમ ૧૨૭૯)ની હસ્તલિખિત પત્ર ૧૫૨ની પ્રતમાંના પાંચ ચિ પિકી બે ચિત્ર નંબર ૪૮-૪૯ તરીકે અત્રે રજુ કરવામાં આવ્યાં છે. ચિત્ર નં. ૪૪-૪૫ની માફક આ ચિત્ર પણ પ્રથમ કાલકા” નામના ઈગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલાં છે.૨૯ પ્રતના પાનાનું કદ ૧૨૪૨ ઈંચ છે. ચિત્ર ૪૮ બ્રહ્મશાંતિ યક્ષ. પ્રતના પાના ૧૫૧ ઉપરથી મિ. બ્રાઉન આ ચિત્રને શકના ચિંત્ર તરીકે ઓળખાવે છે:૩૦
મનુષ્યના રાજાની માફક શદ્રને દાઢીવાળો અને ગાદી ઉપર બેઠેલે ચીતરેલો છે. તેના ઉપરના જમણા હાથમાં તેને અંકુશ, ડાબા હાથમાં એક છત્રી પકડેલી છે; નીચેના બંને હાથમાં કાંઈપણ નથી તેને ધોતી અને દુપટ્ટો પહેરેલો છે. તેના જમણા પગ નીચે તેને હાથી છે. ખાલી જગ્યાને ફુલોથી ભરી દીધી છે.'
મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર શક્રેન્દ્રનું નહિ પણ બ્રહ્મશાંતિ યક્ષનું છે. (જુઓ ચિત્ર નં. ૩૨ અને ૪૧).
આ ચિત્રમાં તે ચિત્ર નં. ૩૨ની માફક મુકટ અને જરાસહિત ચીતરેલે છે, વળી તે દેખાવ માત્રથી ભયંકર લાગે છે, તેના ઉપરના જમણે હાથમાં અંકુશ નહિ પણ દંડ છે અને ડાબા હાથમાં છત્ર છે. નીચેના જમણા હાથમાં કમંડલુ છે અને તેને ડાબો હાથ પ્રવચન મુદ્રાએ રાખેલ છે. તેના શરીરને વર્ણ પીળો છે; ગળામાં જનોઈ નાખેલી છે અને ખભે ગુલાબી રંગનું લીલા રંગના ઉપર જમણા પગમાં છેડાવાળું ઉત્તરાસંગ નાખેલું છે, જમણા પગ નીચે વાહન તરીકે હાથી મૂકેલ છે અને ભદ્રાસન પાદુકા સહિત બેઠેલે છે.૩૧ “નિર્વાણકલિકાના વર્ણનમાં અને આ ચિત્રમાં ફેરફાર માત્ર તેના ડાબા હાથમાં કમંડલુ જોઈએ તેના બદલે ડાબો હાથ પ્રવચન મુદ્રાઓ છે અને જમણા હાથમાં અક્ષસૂત્ર જોઈએ તેને બદલે કમંડલું છે. તેને બો હાથ પ્રવચન મુદ્રામાં રાખવાનું કારણું અ ચિત્રકારે તેની રજુઆત પ્રવચનને અધિષ્ઠાયક તરીકે કરી હશે એમ લાગે છે. વળી વાહન તરીકે હાથીની રજુઆત તેને વધારામાં કરી છે, જે ઉપરથી જ મિ. બ્રાઉને આ ચિત્રને કેન્દ્રને ચિત્ર તરીકે ઓળખાવવામાં ભૂલ કરી હોય એમ લાગે છે.
કલ્પનાને ગમે તેટલી આગળ વધારીએ પણ તેના આયુધાની રચના, તેને દેખાવમાત્રથી જ જણાતો જટા, મુકુટ તથા દાઢી સહિતને ભયાનક ચહેરો આપણને આ ચિત્રને શબ્દના ચિત્ર તરીકે માનવા કઈ રીતે પ્રેરણ કરતો નથી. કારણકે કેન્દ્રને હમેશાં દેખાવમાત્રથી સૌમ્ય, આનંદી
કડાવાળું ઉત્તમ નિવકલિકાના કદાએ છે અને જેના
Regul:- "The story of Kalak' pp. 120 and opp. Fig. 9-10 on plate no 3. go 'The god Sakra, bearded like a human kiug, is seated on a cushion. In his upper right hand, he holds the elephant good; in the upper left an umbrella; the lower bands are without attributes. He is dressed in dhoti and scarf. Below his right ltg is his elephant. Flowers fill in the composition.'
- The story of Kalak' pp. 120. ३१ तथा ब्रह्मशान्ति पिकवणे दंष्ट्राकरालं जटामुकुटमण्डित पादुकारूद भद्रासनस्थितमुपवीतालंकृतस्कन्धं चतुर्भुजं अक्षसत्रदण्ड कान्वितदक्षिणपाणि कुण्डिकाछत्रालंकृतवामपाणिं चेति। -निर्वाणकलिका पत्र ३८.