________________
૧૧૦
જેન ચિત્રકલ્પદ્રુમ શત્રુઓને મહાકાળ (મહા ભયંકર) જેવી હોવાથી મહાલી; પ્રતના પાના ૮૪ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઈંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં ધંટા તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં બીજોરાનું કલ; શરીરને વર્ણ કાળે; મુકુટને વર્ણ સુવર્ણ, કંચુકી ગુલાબી રંગની; વચ્ચે આઠ પાંખડીના પુલની ભાતવાળું લાલ રંગનું ઉત્તરીય વસ્ત્ર; પુનાં વાહન ઉપર ભદ્રાસને બેઠક; આ મહાકાલી દેવીની માન્યતા હિંદુ ધર્મમાં વિશેષ હોવાથી તેની જુદીજુદી જાતની અને જુદાજુદા સ્વરૂપવાળી
મૂર્તિએ હિંદુ દેવળોમાં બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. ચિત્ર ૨૪ ગૌરી–વિદ્યાદેવી ; મંત્રઃ ૩ જૂ સું ના; ગૌર ઉજજવલ વર્ણવાળી હવાથી ગીરી; પ્રતના પાના ૮૫ ઉપરથી: ચિત્રનું કદ ૨૪૨ ઇચ; પૃષ્ઠભૂમિ રાતા સિંદુરિયા રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં મૂશળ અને ડાબા હાથમાં કમલ તથા નીચે જમણે અને ડાબે બને હાથ વરદ મુદ્રા; શરીરનો તથા મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર વચ્ચેવચ્ચે પીળા પટાવાળું લાલ રંગનું; ગોધાના વાહન ઉપર ભદ્રાસને બેઠક; ભારતીય અન્ય દર્શનકારે પણ આ વિદ્યાદેવીને ગૌરીના નામથી જ પૂજે છે. ચિત્ર ૨૫ ગાંધારી-વિદ્યાદેવી ૧૦; મંત્રઃ ૩ હું જાયેં નમ:; ગાયના વાહનવાળી તે ગાંધારી; પ્રતના પાના ૮૫ ઉપરથી; ચિત્રનું કદ ૨૨ ઈચ; પૃષ્ઠભૂમિ એંકુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં મૂશળ અને ડાબા હાથમાં અંકુશ, તથા નીચેના બંને હાથ વરદમુદ્રા; શરીરને વર્ણ નીલ (લીલો), કંચુકી ગુલાબી; ગળાના ભાગમાં રત્નજડિત લાલ કઠે; ઉત્તરીય વસ્ત્ર વચ્ચે લાલ બુટ્ટીઓ વાળી કાળી ચેકડીઓની ભાત વાળું સફેદ રંગનું; કમલના વાહન ઉપર
ભદ્રાસને બેઠક, ચિત્ર ૨૬ મહાવાલા (સવસ્ત્ર-મહાજવાલા)-વિદ્યાદેવી ૧૧; મંત્રઃ ૩ જૈ સાનાન્ના છે નમઃ1;
જેનાં શસ્ત્રોમાંથી મોટી જવાળાઓ નીકળે છે તે મહાત્વાલા; પ્રતના પાના ૧૩૧ ઉપરથી ચિત્રનું કદ ૨૨ ઈંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં કમલ, તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં બીજેરાનું ફળ; શરીરનો વર્ણ સફેદ; મુકુટને સુવર્ણ, કંચુકી વાદળી રંગની; ઉત્તરીય વસ્ત્ર સુંદર ભાતવાળા ગળ લાલ બટ્ટાવાળ; પીળા રંગનું, તેની કિનારને રંગ લાલ ચણોઠી જેવો; સિંહનું વાહન ઉપર ભદ્રાસને બેઠક; મતાંતરે તે જવાલા માલિનીના નામથી પ્રસિદ્ધ છે; વાસામાલિની દેવીને “વાલામાલિની કલ્પ” નામને દિગંબર સંપ્રદાયના એક કલ્પ આચાર્ય શ્રી જયસૂરીશ્વરજી પાસે મેં જોયો હતો. આ દેવી મહામાભાવિક હોવાથી તેની સાધનાના મંત્રો તથા યંત્રો વગેરે મળી આવે છે.૧૭ ચિત્ર ૨૭ માનવી–વિદ્યાદેવી ૧૨; મંત્રઃ ૩ ૬ માનચે છે નમઃા; જે મનુની જનની માતાતુલ્ય છે
૧૭ એ મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ધીમે ફગાવડી ર’ નામને જન મત્રશાસ્ત્રને સંય. હાલ પ્રેસમાં,