________________
[ ૪૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજેશનુવાદ अपरिस्सावी सोमो, संगह-सीलो अभिग्गहमई य ।
अविकत्थणो अचवलो, पसंत-हियओ गुरू होइ ॥ ११ ॥ વિશિષ્ટ પ્રકારની અવયવ-રચનાવાળા રૂપયુક્ત, આમ કહીને શરીરની રૂપસમ્પત્તિ જણાવી. પ્રતિભાયુક્ત, વર્તમાનકાળમાં બીજા લોકોની અપેક્ષાએ પ્રધાન હોવાથી યુગપ્રધાન, બહુશ્રુત-આગમના જ્ઞાનવાળા, મધુર વચન બોલનાર, ગંભીરબીજાઓ જેના પેટની વાત ન જાણી શકે--તુચ્છતારહિત, ધૃતિવાળા-સ્થિર ચિત્તવાળા, શાસ્ત્રાનુસારી વાણીથી મોક્ષમાર્ગને પ્રવર્તાવનાર- આ જણાવેલા ગુણવાળા આચાર્ય થાય છે. (૧૦)
તથા બીજાએ કહેલી પિતાની ગુપ્ત હકીકત બીજા કોઈને ન કથન કરનાર, આકૃતિ દેખવા માત્રથી આહૂલાદ કરાવનાર, શિષ્ય અને સમુદાયમાં જરૂરી એવાં વસ્ત્ર, પાત્ર વગેરે સંયમનાં સાધને ગ્રહણ કરવામાં તત્પર, ગણવૃદ્ધિનું કારણ હોવાથી,
વ્યાદિક અભિગ્રહ ગ્રહણ કરનાર--કરાવનાર એવા બુદ્ધિવાળા, પરિમિત બેલનાર આત્મપ્રશંસા ન કરનાર, ચપળ સ્વભાવ રહિત, ક્રોધાદિક રહિત, આવા પ્રકારના ગુણવાળા આચાર્ય ગુરુ થઈ શકે છે. કહેવું છે કે-“બુદ્ધિશાળી–સમગ્ર શાસ્ત્રના પરમાર્થ જેણે પ્રાપ્ત કરેલા હાય, લોકોની મર્યાદાના જાણકાર, નિઃસ્પૃહ, પ્રતિભાવાળા, સમતાચુત, ભાવીકાળ લાભાલાભ દેખનાર, ઘણે ભાગે પ્રાના પ્રત્યુત્તરો આપવામાં સમર્થ, પારકાના હિત કરનાર, બીજાના અવર્ણવાદ ન બેલનાર, ગુણના ભંડાર, એવા આચાર્ય તદ્દન ગમે તેવા સુંદર શબ્દથી ધર્મોપદેશ આપનાર હોય છે.” (૧)
આચાર્યના ગુણવિષયક આ બે ગાથા જણાવી. તેમાં ઉપલક્ષણથી આચાર્યના છત્રીશ ગુણે પ્રવચનમાં આ પ્રમાણે કહેવાય છે
જ્ઞાન સંબંધી આઠ આચાર, દશ પ્રકાશને અવસિથત કલ્પ, બાર પ્રકારનો તપ અને છ આવશ્યક એમ આચાર્યના છત્રીશ ગુણ હોય છે.
(૧) આચેલક્ય, (૨) ઓશિક, (૩) શય્યાતર અને (૪) રાજાને પિંડ, (૫) રત્નાધિકને વંદન, (૬) મહાવ્રત (૭) વડદીક્ષામાં મોટા કોને કરવા, (૮) પ્રતિક્રમણ, (૯) માસક૯૫ (૧૦) પર્યુષણા ક૯૫ આ દશ પ્રકારનું ક૯પ છે.
સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર એ દરેકના આઠ આઠ ભેદ, બાર પ્રકારનો તપ એ. પ્રમાણે છત્રીશ ગુણે આચાર્યના છે.
આઠ પ્રકારની ગણુ સંપત્તિ, દરેકને ચાર ચારથી ગુણાકાર કરવાથી બત્રીશ થાય. ચાર ભેજવાળો વિનય એમ બીજા પ્રકારે ગુરુના ૩૬ ગુણે થાય.
આઠ પ્રકારની ગણિસંપત્તિ-૧, આચાર, ૨, શ્રુત, ૩. શરીર, ૪. વચન, ૫. વાચના, ૬. મતિ, ૭. પ્રયાગમતિ, ૮. સંગ્રહપરિણા. આ દરેક વિષયની સંપત્તિ વાળા આચાર્ય ભગવંત હોય છે,
"Aho Shrutgyanam