________________
વિયાધિકાર
( ૪૭ ]
ભદ્ર એટલે કલ્યાણ અને સુખવાળા, કર્મ જેનાથી દૂર કરાય તે વિનય, વિશે પ્રકારે પ્રાપ્ત કરેલ છે વિનય જેમણે એવા વર્ધમાનસવામીના પ્રથમ શિષ્ય, કૃતકેવલી ગૌતમસ્વામી સર્વ જાણતા હોવા છતાં પણ બીજા સમગ્ર કેને પ્રતિબોધ કરવા માટે પ્રશ્નો પૂછતા હતા અને ભાગવત જ્યારે તેના ઉત્તરો આપતા હતા, ત્યારે વિસ્મયપૂર્વક રોમાંચિત પ્રકુલિત નેત્ર અને મુખની પ્રસન્નતાપૂર્વક સર્વ શ્રવણ કરતા હતા; તે જ પ્રમાણે હંમેશાં વિનીત શિષ્ય બાહ્ય અત્યંતર ભક્તિપૂર્વક ગુરુએ કહેલા અર્થો શ્રવણ કરવા જોઈએ. (૬) આ જ વાત લૌકિક દષ્ટાંતથી સ્પષ્ટ સમજાવે છે
जं आणवेइ राया, पगइओ तं सिरेण इच्छंति ।
इय गुरुजण-मुह-भणियं, कयंजलिउडेहिं सोयव्वं ॥ ७ ॥ રાજા જે આજ્ઞા કરે છે, તેને પ્રજા મસ્તક પર ચડાવીને અમલ કરે છે, આ જ પ્રમાણે શાસ્ત્રના અર્થને કહે તે ગુરુ, એવા ગુરુ મહારાજના મુખમાંથી કહેવાલ ઉપદેશ આદર સહિત કાનની અંજલિ કરવાપૂર્વક શ્રવણ કરે જોઈએ. (૭) શા માટે ગુરુવચન શ્રવણ કરવું ? તે કહે છે
जह सुरगणाण इंदो, गह-गण-तारागणाण जह चंदो।
जह य पयाण नरिंदो, गणस्स वि गुरू तहाणंदो ॥ ८ ॥ જેમ દેવતા- સમૂહમાં ઈન્દ્ર, જેમ મંગલ વગેરે તારાગણમાં ચન્દ્ર, પ્રજામાં નરેન્દ્ર પ્રધાન ગણાય છે, તેમ સાધુ-સમુદાયમાં ગુરુમહારાજ આમાને આનંદ કરાવનાર હોવાથી પ્રધાન છે.
આ પ્રમાણે હેવાથી જન્મ અને પર્યાયથી અતિ નાના ગુરુ હોય અને તેને કઈક પરાભવ પમાડતું હોય, તેને દષ્ટાંત દ્વારા શિખામણ આપે છે.
बालोत्ति महीपालो, न पया परिहवइ एस गुरु उवमा ।
जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ॥ ९ ॥
આ રાજા બાળક છે.” એમ કરીને પ્રજા તેને પરાભવ કરતી નથી; એ પ્રમાણે ગુરુ-આચાર્યની ઉપમા જાણવી. આચાર્યની વાત બાજુ પર રાખો, પરંતુ સામાન્ય સાધુ વય અને દીક્ષા પર્યાયથી નાનું હોય, પરંતુ ગીતાર્થ પણે દીવા સમાન ગણી તેને ગુરુપણે સ્વીકારવા અને તેમની આજ્ઞાનુસાર વિહાર કરવો, તેમની અવગણના ન કરવી. તેમનો પરાભવ કરવાથી સ્તર ભવદંડની પ્રાપ્તિ થાય છે– એમ અભિપ્રાય સમજ. (૯) શિષ્યોને ઉપદેશ આપીને હવે ગુરુનું સ્વરૂપ કહે છે–
पडिरूबो तेयस्सी, जुगप्पहाणागमो महुर-बक्को । गंभीरो धीमंतो, उवएसपरो य आयरिओ ॥ १० ॥
"Aho Shrutgyanam"