________________
ક્ષમાષિકાર
[ ૪૫ ] ઈન્દ્ર મહારાજાએ તે ક્ષણે કેવલજ્ઞાનન મહોત્સવ ઉજવવા લાગ્યા, રન, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢ સહિત ૨ની કાંતિથી ઝળહળતુ સમવસરણ ઉત્પન્ન કર્યું. તે સમવસરણ વિષે સિંહાસન ઉપર ભગવંત ચતુર્મુખ કરી ક્ષણવાર શોભવા લાગ્યા. ત્યાંથી ભગવંત પાવાપુરીએ પધાર્યા. પ્રાપ્ત કરેલા ગુણવાળા તીર્થકર ભગવતે ત્યાં ચાર પ્રકારના સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવ્યું. વળી ઉત્તમ ગુણવાળા ગીતમાદિક અગીઆર ગણધર અને નવ ગણે ભગવતે સથાપન કર્યા. વળી ત્યાં આવેલી ચંદનબાલાને દીક્ષા આપીને સ્વામીએ મુખ્ય પ્રથમ સાધ્વી તરીકે સ્થાપના કરી.
પછી પ્રભુ પૃથ્વીને શોભાવતા વિહાર કરવા લાગ્યા. ભવ્યરૂપી કમલને સૂર્ય માફક વિકસિત કરતા હતા. શ્રેણક રાજાને ક્ષાયિક સમ્યકત્વ પમાડીને મહાન તીર્થકર-નામ કર્મ પણ ઉપાર્જન કરાવ્યું. સિદ્ધાર્થ રાજાના નંદન વિરપ્રભુએ ભવના બીજને મૂળમાંથી ઉખેડી નાખ્યું, સિંહ લંછનવાળા ભગવંતને ૧૪ હજાર મહાસંયમવાળા સાધુઓ હતા. હે ભગવંત ! મને સુંદર યશ અને મારા મનવાંછિત ઈષ્ટફલ આપનારા થાઓ. હે દેવી! ગોશાળા આપની સાથે પ્રતિસ્પર્ધા કરતાં પ્રસિદ્ધિ પામ્યા અને જગતમાં બેટી ગર્જના કરવા લાગ્યો હતો. પિતાનું નિઃસીમ ગુણવાળું નિર્વાણ જાણીને ભગવંત પાવાપુરી પહોંચ્યા. છેલ્લું અદ્વિતીય અતિશય શોભાયમાન સમવસ૨૭ પાવાપુરીમાં શુકશાળામાં વિકુવ્યું. ત્રીશ વરસ આપ ગૃહસ્થાવાસમાં રહ્યા. સાડાબાર વર્ષ છમસ્થપણામાં પસાર કર્યો, ત્રીશ વરસ સુધી અતિપ્રશરત એવું તીર્થ ધારણ કરીને વિસ્તાર્યું. સર્વ આયુષ્ય આપનું બહેતેર વર્ષ પ્રમાણ હતું. સાત હાથ પ્રમાણ આપની કાયા હતા. પ્રત્યક્ષ એવા આપના શાસનનું રક્ષણ કરનાર દેવહિત માતંગ નામનો યક્ષ છે. સમકિતદષ્ટિઓને સહાય કરવામાં રત એવી તમારા તીર્થમાં સિદ્ધાયિકા નામની દેવી છે. (૧૦૦) શ્રી સિદ્ધાર્થ રાજાના નંદન-વીરપ્રભુ સુવર્ણ સરખી કાંતિયુક્ત શરીરવાળા પર્યકાસને બેઠેલા કાર્તિક અમાવાસસ્થાની રાત્રિએ સ્વાતિ નક્ષત્રમાં એકલા જ નિર્વાણ પામ્યા. આ પ્રમાણે ચંદનબાલા-પાણુરકસદ્ધિ પૂર્ણ થયો.
હવે તપ કર્મની જેમ ભગવંતના ચરિત્રનું અવલોકન કરીને ક્ષમા પણ કરવી જોઈએ. તે અધિકાર કહે છે –
जई ता तिलोयनाहो, विसहइ असरिसजणस्स । ___ इय जीयंतकराई, एस खमा सव्वसाहूणं ॥ ४ ॥
જે કે ઋષભદેવ ભગવંતને તેવા અને તેટલા ઉપસર્ગો થયા નથી, તેઓ તે નિરુપગપણે વિચાર્યા હતા. પરંતુ મહાવીર ભગવંતને તે ખેડૂત ગોવાલ સંગમક સરખા નીચ-હલકા-નિર્બળ લોકો તથા પશુઓએ જીવને અંત કરનાર એવા મહા - ઉપસી કર્યા હતા. નીચ લોકો એમ કહેવાથી હલકા લોકોએ કરેલ ઉપરાગ સહન
"Aho Shrutgyanam