________________
[ ૪૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાતુવાદ હવે શતાનિક રાજાને ખબર પડી, એટલે હાથીની ખાંધ પર આરૂઢ થઈને મૃગાવતી દેવી સાથે ત્યાં આવી પહોંચ્યો. રાજ સભામાં બેસનાર લેકે પણ ત્યાં આવ્યા. બીજા પણ તાલીએ, સુથાર, ખેડૂત, વેપારીઓ. માળીઓ વગેરેએ આવીને તેને અભિનંદન આપ્યા. મૂલાનો તિરસ્કાર કર્યો. રાજાએ ચંદનબાલાને અભિનંદતાં જણાવ્યું કે, “હે સુંદરી! તારો જન્મ સુંદર અને સફળ થયો છે. તારા નામનું કીતન કરવું તે પણ ગુણ કરનારું છે. દેવતાએ પણ તારા ગુણની પ્રશંસા કરે છે અને તે ઉજજવલ પ્રશંસાથી જગતના ઉજજવલ ગૃહે પણ વિશેષ ઉજજવલ થાય છે.
વીર ભગવંતને તે જ પારણું કરાવ્યું, તાશ જેટલા બીજા કોઈ એટલા ગુણસમુદાયવાળા નથી, અરે ! માતંગને ઘરે હાથી કઈ દિવસ બંધાય? કે રંકને ત્યાં શું કામધેનુ દૂઝે ખરી? (૮૦) આ પ્રમાણે કહીને અભિષેક કર્યો, મલિનતા દૂર કરી, સ્ત્રીકલંક નિવાયું. “આ ચંદના મહાબુદ્ધિશાળી છે”-એમ મૃગાવતી રાણી બોલીને ચંદનાના પગમાં પડી, વસુધારાનું ધન રાજા સવાધીન કરવા લાગ્યો, એટલે ઈન્કે તે ખીને રાક, જે કંઈ પણ ધન વગેરે હોય, તે ચંદનાને અર્પણ કરવું, આ વિષયમાં બીજે કોઈ તેના ઉપર અધિકારી નથી. ત્યારપછી તે ઘરના સ્વામી ધનાવહ શેઠને તે સર્વ ધન મૃગાવતીએ અર્પણ કર્યું. રાજાએ પણ તેમાં સમ્મતિ આપી એટલે શેઠે ઘરની અંદર મૂકાવ્યું. દવિવાહન રાજાને સંપુલ નામનો એક વૃદ્ધ સેવક હતું, તે મૃગાવતી દેવી પાસે આવ્યા. ત્યાં ચંદનબાલાને દેખી તેને એળખીને તેના પગમાં પડી રુદન કરવા લાગ્યો, એટલે મૃગાવતીએ પૂછ્યું કે, “કેમ રુદન કરવા લાગ્યા ?” ત્યારે તે વૃધે કહ્યું કે, “આ તે દધિવાહન રાજાની પુત્રી વસુમતી છે. એ નિરાધાર થઈ. ચંપાનગરીને ભંગ થયે, એટલે અહિં આવી છે. ત્યારે મૃગાવતી તેને જોઈને કહે છે કે, તું તો મારી બેનની પુત્રી-ભાણેજ છે. હે વસે ! મને આલિંગન આપી મારા દેહને શાંતિ પમાડ. એટલે ખૂબ આલિંગન આપ્યું, તેમજ એક-બીજાએ જુવાર કર્યા. પછી ઈન્દ્ર મહારાજાએ રાજાને કહ્યું કે, “આ મારી આજ્ઞા સાંભળ. હે નરેશ્વર ! આ બાલાને તારે ત્યાં લઈ જા. કેટલાક માસ આ બાલાની સાર-સંભાળ બરાબર રાખજે. જયારે વિરમગવંતને કેવલજ્ઞાન પ્રગટ થશે, ત્યારે આ બાલા તેમની પ્રથમ શિષ્યા થશે.” રાજા ચંદનાને હાથી પર ચડાવીને તરત જ પિતાના મહેલમાં લઈ ગયા. ઈન્દ્રમહારાજા ચંદનાને દેવદુષ નામનું ઉત્તમ વસ્ત્ર આપીને પોતાના સ્થાને ગયા. કન્યાના અંતાપુરમાં કીડા કરતી અને ભગવંતના કેવલજ્ઞાનની રાહ જોતી હતી.
ગામ, ખાણ, નગરાદિકમાં વિહાર કરતાં કરતાં વિરવાએ જાતિ નામના ગામમાં પધાર્યા. ત્યાં ઋજુવાલુકા નદીના કિનારા પર વિશાળ શાલવૃક્ષ નીચે છઠ્ઠતપ કરીને રહેતા હતા. અપ્રમત્ત દશામાં બાર વરસ પસાર કર્યો, ઉપર સાડા છ માસ પણ વિતાવ્યા, એટલે વૈશાખ શુદિ ૧૦મીના શુભ દિવસે કેવલજ્ઞાન પ્રગટ થયું. કેવલજ્ઞાનના કલ્યાણકના પ્રભાવથી જેમનાં આસન કંપાયમાન થયાં છે-એવા બત્રીશ
"Aho Shrutgyanam