________________
[ ૩૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ અહીં સૂત્રને સંક્ષેપ અર્થ માત્ર વ્યાખ્યા કરીને સૂકિતવાળાં પદે સહિત વિવિધ ૨મણીય કથાઓ વિરતારથી કહીશુ. દૂધમાં સાકર નાખવાથી દુધનો સ્વાદ વધી જાય છે, તેમ કથામાં વિવિધ પ્રકારની સૂક્તિઓ કહેવાથી તેને રસ વધી જાય છે. હવે તે ઋષભદેવ ભગવંતનું દૃષ્ટાંત કહેવા દ્વારા તપને ઉપદેશ કરે છે.
संवच्छरमुसभजिणो, छम्मासे बद्धमाण जिणचंदो ।
इय विहरिया निरसणा, जइज्ज एओवमाणेणं ॥ ३ ॥ ઋષભદેવ ભગવંત એક વર્ષ સુધી પરિષહ-ઉપસર્ગ સહન કરતા કરતા આહા૨ વગર ઉપવાસ કરતા હતા. એવી જ રીતે વીર ભગવંત છ માસ સુધી તપ કરવા પૂર્વક વિચર્યા. જે નિમિત્તે બંને ભગવંતોએ કહેલ તપ કર્યું, તે તપનો ઉપદેશ શિષ્યને આપે છે કે, તે પ્રમાણે તેમની ઉપમાથી તમારે પણ તપકામાં પ્રયત્ન કરે જોઈએ. જો કે અત્યારે સંઘયણાદિ શક્તિ તેવી નથી, તે પણ મળેલી શકિત અનુરૂપ પોતાનું બલ, વીર્ય ગોપવ્યા વગર તેમાં પ્રયત્ન કરવો જોઇએ. ભગવંતોને તો છેલો ભવ હતો. અવશ્ય મોક્ષ થવાનો હતો, તો પણ ઘોર તપ કર્યા, પરિગ્રહ -ઉપસર્ગો સા, જ્યારે આપણે માટે તે મુક્તિને સંદેહ છે, તે વિશેષ પ્રકારે આદરથી તપકાર્યમાં પ્રયત્નની જરૂર છે. જે માટે કહેલું છે કે
અનેક સંકટશ્રેણીને નાશ કરનાર, ભવરૂપી ભવનને ભેદનાર, અનેક કલ્યાણકારી સુંદર રૂપ આપનાર, રોગના વેગને રોકનાર, સુર-સમુદાયને પ્રભાવિત કરનાર, કુલેશ-દુઃખની શાંતિ કરનાર, મહારાજ્ય, ઈન્દ્ર-ચક્રવર્તિ-બળદેવ-વાસુદેવની લહમી, બીજી અનેક સુખ-સામગ્રીની પ્રાપ્તિ બાજુ પર રાખીએ, પરમત્કૃષ્ટ પુણ્યથી પ્રાપ્ત થાય, તેવા તીર્થકમ્પણના વૈભવની પ્રાપ્તિ-આ સર્વ લીલાપ્રભાવ હોય તો નિષ્કામ તપસ્યાને છે. તે તપસ્યાની તુલનામાં બીજું કોણ આવી શકે? (૧)”
જે તપના પ્રભાવ આગળ તીક તરવાર, ચક્રવતીના ચક્ર, બાણોના પ્રહાર નિષ્ફળ જાય છે. મંત્ર, તંત્રે કે વિચિત્ર સાધનાએાની શક્તિ બુઠ્ઠી થાય છે. બાહુઓનું ચાહે તેવું બલ એ પણ સમર્થ બની શકતું નથી, ન સાધી શકાય તેવું પ્રયોજન પણ તે તપથી સિદ્ધ થાય છે, જે તપની આરાધનાથી નકકી ધારેલ કાર્યની સિદ્ધિ થાય છે, તેમાં સંદેહ ન રાખવા માટે જલદી તેવા તીવ્ર તપની સેવા કરે. (૨)”
આ બંનેનાં ચરિત્રે તેમના ચરિત્રેથી સમજી લેવા. સ્મરણ માટે અહિં કંઈક કહીએ છીએ. પા૫પંકને પ્રક્ષાલન કરનાર, ભવ્યાત્માઓને મોક્ષસુખ દેખાડનાર, એવા. ઝષભદેવ જિનેશ્વરનું મનોહર ચરિત્ર સ્વરૂપ સંધિબંધ વર્ણવીશ.
"Aho Shrutgyanam