________________
~~
~
-ઉપદેશમાળા
[ ૩૧ ]. ભાવી જેમનું ક૯યાણ થવાનું છે, એવા બુદ્ધિના ભંડાર હોય, તેમને કંઈપણ અસંભવિત હોતું નથી. નિરંતર અખલિત વારંવાર પરાવર્તન કરતાં કરતાં નવીન નવીન ભાવાળા વિશગ્ય વડે કરીને તેને આત્મા ભાવિત બન્યા. સમય પાક એટલે કમલવતીના પુત્રને રાજ્યાભિષેક કરીને મુનિચંદ્રસૂરિ પાસે સંયમ-સામ્રાજ્ય અંગીકાર કર્યું. લાંબા કાળ સુધી નિષ્કલંક મહાવ્રતનું પાલન કરીને, પાપપકને પ્રક્ષાલન કરીને આરાધના-પતાકા મેળવીને ઉત્તમ દેવગતિ પામ્યો. કમલવતીના પુત્રે બીજા સર્વ લોકોને આ ઉપદેશમાળાને અભ્યાસ કરાવ્યું. નિરંતર ભણાતી એવી આ ઉપદેશમાળા આજ સુધી અહિં પણ ભણાઈ રહેલી છે. પરંપરાથી આજ સુધીના અને પ્રાપ્ત થએલી છે. આ પ્રમાણે “ઉપદેશમાળા” પ્રકરણના ઉપદ્દઘાત રૂપે કહેલી રણસિંહની કથા સમાપ્ત થઈ.
રણસિંહકુમારના પ્રતિબંધ માટે રચેલ અને આટલા કાળ સુધી શાસનમાં પરિ– પાટી–પરંપરાથી પ્રાપ્ત થએલ આ “ઉપદેશમાલા” વળી સમગ્ર મંગલના મૂળ સમાન, નિકાચિત કર્મની એકાંત નિજ ર કરનાર એવું જે તપ, જે તપતું આસેવન ઋષભદેવ
અને શ્રી મહાવીર ભગવંતે પોતે કરેલું છે, અને તે દ્વારા શ્રી રસિંહ પુત્રને - તથા બીજાઓને મુખ્ય ઉપદેશ આપવાની અભિલાષાવાળા, શ્રી ધર્મદાસ ગણી તે બે તીર્થકરનું માહાસ્ય સમજાવે છે કે –
जगचूडामणिभूओ, उसमो वीरो तिलोयसिरितिलओ ।
एगो लोगाइच्चो, एगो चक्खू तिहुयणस्स ॥ २ ॥ જગતના મસ્તકના રત્નાભૂષણ સરખા અને અત્યારે તો ચૌદ રાજલોકના ઉપર મુક્તિસ્થાનમાં સ્થિર થએલા એવા ઋષભદેવ ભગવંત, અને ત્રણે લોકની લકમીના તિલકભૂત એવા વીર ભગવંત, આ બેમાં પ્રથમના ઋષભદેવ ભગવંત પ્રભાતમાં સૂર્યોદય થાય, તેમ યુગની આદિમાં પદાથીને પિતાના જ્ઞાનથી પ્રકાશિત કરનાર તેમ જ સમગ્ર જગતના વ્યવહારના કારણભૂત હોવાથી લોકના સૂર્ય સમાન, બીજા શ્રી વીર ભગવંત અત્યારના જીવોને માટે આગમના અર્થને કહેનારા હોવાથી ત્રણે ભુવનના - ચક્ષુ સમાન છે. આ પ્રમાણે બે તીર્થંકરના ગુણકીર્તન દ્વારા ઉપદેશમાળાકારે મહાવીર ભગવંતની વિદ્યમાનતામાં જ આ પ્રકરણની રચના કરી છે-એમ પણ જણાવેલું છે.
આ પ્રકરણ ઉપર સિદ્ધર્ષિની વૃત્તિ પણ પહેલાં રચાએલી છે, જેમાં બીજી વ્યાખ્યાઓ પણ કરેલી છે. વિશેષ અથાએ એ વૃત્તિમાં જોઈ લેવું. અહિં નમ: પદ ગાથામાં સાક્ષાત્ ન કહેલું હોવા છતાં વ્યાખ્યા કરતી વખતે બંને તીર્થકરોને જોડી દેવું. તે પદથી વિદનને અભાવ સૂચવેલો છે.
"Aho Shrutgyanam