________________
[ પ૩૬ ]
પ્રા. ઉપદેશમાતાનો પૂજાનુવાદ આજીવિકા ચલાવે અને ભણેલા જ્ઞાનાદિકને આવા કાર્યમાં ઉપગ કરે, તેને કુશીલ કહે છે. હંમેશાં દરરોજ કાયમ એકસ્થાને વાસ કરનાર, પરમાર્થથી તે આ વિહારાદિકમાં સદાતે હોવાથી અવસાન્ન પણ કહેવાય, પરંતુ એકસ્થાને તાબ સમય વગર કારણે શહેવામાં ઘણું જ દોષ ઉત્પન્ન થાય છે, માટે તેને જુદા ગ્રહણ કરેલ છે. બીજાના ગુણદોષના સંગથી જે તે થાય, તે સંસક્ત, નશ્યા પુરુષની સાથે સારાને મળવાનું થાય, રહેવાનું થાય અને તેના જેવું થાય, તે કારણે તેને સંસક્ત કહે છે. યથાÚદ તે કહેવાય કે, આગમની આજ્ઞાથી નિરપેક્ષપણે પિતાની બુદ્ધિ-ઈચ્છા પ્રમાણે જતે તે યથાછંદ, કસૂત્ર-સૂત્રવિરુદ્ધ આચર, સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરે, તે યથા૨છંદ, ઈરછા-છંદ તે એકાર્થિક શબ્દ છે. શાસ્ત્રમાં ન કહેલું હોય અને પિતાની સ્વછંદ બુદ્ધિથી કપેલું કહે, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ન કહેનાર, બીજા રાજી થાય તેમ શાસ્ત્ર-નિરપેક્ષતાથી પ્રવર્તનાર પિતાને ફાવે તેમ પ્રલાપ કરનાર, આ યથાઈદ કહેવાય. પોતાની બુદ્ધિથી ક૯૫ના કરી, શાસ્ત્રના વચનની બેદરકારી કરી કંઈ સુખશાતા અને વિગઈ ખાવાની મમતાવાળે ત્રણ ગૌરવમાં લપટાએ હોય, તેને યથા છંદ જાણો. (ગં૦ ૧૦૦૦૦) પાસ, ઓસને, કુશીલ, સંસક્ત, યથાઈ% આ સર્વે જિનમતમાં અવંદનીય કહેલા છે. આ સર્વનું વિશેષથી સવરૂપ અને ભેદે વંદનાનિયુક્તિની સમગ્ર ગાથાથી સમજી લેવું, આ સર્વને જાણીને સુવિહિત સાધુ સર્વપ્રયત્નથી તેમનો ત્યાગ કરે. તેમની સાથે આલાપ-સંતાપ વગેરે જેવા જણાવ્યા છે. આ વાત ઉ પદની જણાવી. અપવાદ પદમાં તે જરૂરી કાર્ય આવી પડે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ-અવસ્થાને ઉચિત તેની સાથે વર્તવું. પાસથી લોકોને બરાબર જાણી-ઓળખીને જે મધ્યસ્થ ન થાય અને પોતાનું કાર્ય ન સાથે તે પિતાને કાગ બનાવે છે. આવશ્યક-નિર્યુક્તિમાં પણ કહેવું છે કે-“વચનથી નમસ્કાર, હાથ ઉંચે કરીને તથા મતક નમાવીને વંદન કરવું, પૃછા કરવી, સાથે રહેવું, ભવંદન અથવા વંદન કરવું વગેરે તે સ્થળથી વિશેષાર્થીએ જોઈ લેવું. (૩૫૩) અહિંથી ૨૭ સત્તાવીશ ગાથા વડે પાસત્યા વગેરેના સ્થાનો કહે છે –
मायालमेसणाओं, न रक्खा धाइसिज्जपिडं च । आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाई ॥ ३५४ ॥ सूरप्पमाण-भोजी, आहारेई अभिक्खमाहारं । न य मंडलीइ भुंजइ, न य भिक्खं हिंडई अलसो॥३५५।। कीवो न कुणइ लोअं, लज्जई पडिमाइ जल्लमवणेइ । सोवाहणो अ हिंडइ, बघइ कडिपट्टयमकज्जे ॥३५६।। गाम देसं न कुलं, ममायए पीठ-फलग-पडिबद्धो । घर-सरणेसु पसज्जइ. विहरइ य सकिंचणो रिको ॥३५॥
"Aho Shrutgyanam