________________
{ ૪૯૨ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂજરાતુવાદ અલ્પકાળ મહાવતરૂપ શીલ સંયમ યથાર્થ પાલન કરીને પુંડરીક મહર્ષિ માફક પિતાના આત્માનું હિતકાર્ય સાધી લે છે. (૨૫-૨૫૨) પુંડરીક-કંડરીકની કથા–
પુંડરીમિણ નામની નગરીમાં પ્રચંડ ભુજાદંડથી શત્રુપક્ષને હાર આપનાર, જિનેન્દ્રના ધર્મની અપૂર્વ શ્રદ્ધાવાળો પુંડરીક નામનો રાજા હતા. તે મહાત્મા વિજળી દંડ માફક રાજ્યલક્ષ્મીને ચંચળ જાણીને તથા કઠેર પવનથી ઓલવાઈ જતી દીપશિખા સરખા ચંચળતર જીવિતને સમજી, તેમ જ વિષયસુખ પરિણામે કિં પાકના ફળ માફક અદા દુઃખ આપનાર છે– એમ વિશેષપણે જાણીને ગુરુની પાસે પ્રતિભાવ પામ્યો. પોતે પ્રવજ્યા ગ્રહણ કરવાના મનવાળો થયો, એટલે દઢ નેહવાળા નાના કંકારિક ભાઈને બોલાવીને કહેવા લાગ્યા કે, “હે બધુ! હવે આ રાજ્યલકમીને ભગવટે તું કર. આ ભવવાથી હું કંટાળ્યો છું, એટલે હવે હું પ્રવ્રયા અંગીકાર કરીશ. એટલે કંડરિકે કહ્યું કે, “આ રાજય દુર્ગતિનું મૂળ કારણ છે, તેથી તેને ત્યાગ કરીને હે ભાગ્યશાળી ! તમે પ્રત્રજ્યા લેવાની ઈચ્છા કરો છો, તે તેવા રાજ્યનું મને પણ પ્રયોજન નથી. હું ગુરુ મહારાજના ચરણકમળમાં જઈ નિઃસંગ થઈ જિનદીક્ષા સ્વીકારીશ.” ત્યારે રાજાએ કહ્યું કે, “હે બધુ જે કે આ મનુષ્યપણાનું ફળ કોઈ હોય, તે માત્ર સર્વ સાવદ્યોગને ત્યાગ જ છે, બીજું કોઈ ફળ નથી, પરંતુ છે વત્સ ! તે ત્યાગ અતિદુષ્કર છે, યૌવન વિકારોનું કારણ છે. મન અતિચંચળ છે. આત્મા અનવથિત-પ્રમાદી છે. ઈન્દ્રિા બેકાબુ છે. મહાવતે ધારણ કરવાં પડે છે, ઉપસર્ગો, પરિષહ સહન કરવા મુકેa થાય છે. ગૃહસ્થને સંગ ત્યાગ કરવો પડે છે, બે ભુજાથી મહાસમુદ્ર તો સહેલો છે, પણ પ્રવજયા પાલન કરવી અતિકાઠન છે.” આ પ્રમાણે રાજાએ ઘણા પ્રકારના હેતુથી નિવારણ કયી, છતાં પણ અત્યંત ઉતાવળ કરી તેણે આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરુકુલવાસમાં રહી નગર, ગામ, ખાણ વગેરે સ્થળોમાં વિહાર કરતું હતું, પરંતુ રાજકુળને ઉચિત આહાર-વિહારના અભાવે માંદગી આવી પડી.
ધાણા લાંબા સમયે પિતાની પુંડરીગિણી નગરીમાં આવી પહોંચ્યો એટલે મોટાભાઈ પુંડરીકે વિદ્ય બોલાવી ઔષધાદિક વિધિ-સેવા કરી. જ્યારે શરીર સર્વથા વધુ થઈ ગયું, તે પણ રાજકુળના આહારની સમૃદ્ધિથી બીજા સ્થાને વિહાર કરવા માટે ઉત્સાહિત થતું નથી એટલે આ પ્રમાણે ઉત્સાહિત કર્યો કે – “હું મહાયશવાળા ! નિઃસંગ મુનિ જે હોય તે અલ્પ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિકમાં મમત્વભાવ કરતા નથી. તમે તે તપ કરીને કાયા શેષી નાખી છે. તમે તે અમારા કુલરૂપી આકાશમાં સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્ર સમાન આહલાદક છો, સુંદર ચારિત્રની પ્રજાથી સમગ્ર ભુવન ઉજજવલિત કર્યું છે. હે મહાભાર! આજ સુધી તમે વાયરા માફક મમત્વભાવ વગર વિહાર કથા, અહિં પણ તમે
"Aho Shrutgyanam