________________
શ્રાવકનાં કર્તવ્યો
[ ૪૮૧ } છે. અહિં ઉદુમ્બર-દથી પાંચ પ્રકારના વૃક્ષો સમજવાં, તે આ પ્રમાણે– વડ, પીપળે, પાસપીપળે, ઉંબરા, લક્ષ-પીપળાની એક જાત. આ પાંચેય પ્રકારનાં વૃક્ષનાં ફલ ન ખાવાં, કારણ કે એક ફળની અંદર એટલા કીડાઓ હોય છે કે, જેની ગણતરી કરી શકાતી નથી. સુલભધાન્ય અને ફલસમૃદ્ધ દેશ કે કાળમાં જે પાંચ
દુરબર ફલને ખાતા નથી તે વાત બાજુ પર રાખીએ. પરંતુ દેશ અને કાલના કારણે ભક્ષય, ધાન્ય કે ફલની પ્રાપ્તિ ન થાય, ભૂખથી લેવાયા હોય, દુબળ થયો હાય, “વસ્થતાવાળાને વ્રત-પાલન કરવું બહુ મુશ્કેલ નથી.” તે પણ તે પુણ્યાત્મા પાંચ ઉદુમ્બરફલોનું ભક્ષણ કરતો નથી. જેમાં બે ઘડીની અંદરના સમયમાં અતિબારીક જતુઓના સમૂહ ઉત્પન્ન થાય છે, તેવા માખણને વિવેકીઓએ ન ભાણ કરવું. માત્ર એક જ જીવના વર્ષમાં સુમાર વગરનું પાપ થતું હોય, તે પછી અનેક
ના સમૂહના ઘાતવાળું માખણ કયો સમજુ ભક્ષણ કરે? વેગણ, ફણસ, તુંબડી સર્વ પ્રકારના અનંતકાય, અજાણ્યાં ફલે અને બીજાં પણ અનુચિત ફલેને શ્રાવક ત્યાગ કરે. ઈસાલકર્મ વગેરે પંદર કર્માદાનનો વેપાર આજીવિકા માટે વજન કરે.
પગાં જાનવર વગેરે સવ પરિગ્રહનું પરિમાણુ કર, પ્રમાણભૂત કરેલ પરિષદમાં પણ પાપની શંકા રાખતો, તેમાં યતનાથી પ્રવૃત્તિ કરે, પરંતુ અધિકભાર ભર ઈત્યાદિક નિવ"સ પરિણામવાળે થઈને વેપાર ન કરે. કાન, નાક વગેરે અને છેદીને તેને પીડા ન ઉપજાવે. જે આરંભની છૂટી રાખી હોય તેમાં પણ પાપથી ડરવા પૂર્વક પ્રવૃત્તિ કરે, પરંતુ નિ:શ કતાથી આરંભ પ્રવૃત્તિ ન કરે, વળી જિનેશ્વર ભગવંતના દીક્ષા કથાક, કેવળજ્ઞાન કલ્યાણ, નિવાણ કલ્યાણક, જન્મ ક૯યાણક જે ભૂમિમાં થયેલાં હોય, તે ભૂમિ તીર્થભૂમિ ગણાય, તે સ્થળની પશના, વંદના કરવી જોઈએ. સાધુ જે થળમાં વિચરતા ન હોય, તે સ્થળમાં બીજા અનેક લાભ હોય તે પણ ત્યાં વસવાટ ન કરે. સાધુવગરના સ્થાનમાં વાસ કરવો એટલે અરણ્યવાસ ગણેલો છે. સુંદર શક્ય હોય, જળ, ધાન્યાદિ ખૂબ મળતાં હોય એવા અનેક ગુણવાણ સ્થાન હોય તે પણ સાધુ વગર સ્થાનમાં વસવાટ ન કરે. જે નગરમાં જિનભવન હોય, શાસના જાણકાર એવા સાધુઓ જ્યાં હય, જ્યાં ઘણું જળ અને ઈજન મળતું હોય, ત્યાં હંમેશાં શ્રાવકે વસવાટ કરવો. જ્યાં આગળ સાધુઓનું આવાગમન થતું હોય, જ્યાં જિનચૈત્ય હેય, તેમજ સાધર્મિક જ્યાં રહેતા હોય, ત્યાં શ્રાવકે નિવાસ કરે.
શાયાદિક પરતિથિને મસ્તકથી પ્રણામ કરવા, બીજા સન્મુખ તેમના ગુની પ્રશંસા કરવી, તેમની સન્મુખ તેમની સ્તુતિ કરવી, ચિત્તથી તેમના પ્રત્યે અનુરાગ શખ, વસ્ત્રાદિકથી સત્કાર કરે, સામે અગર પાછળ જવું તે રૂ૫ સન્માન કરવું, અશનાદિક આપવા રૂ૫ દાન, પગ પખાળવા વગેરે કરવા રૂપ વિનય ઈત્યાદિક અન્ય તીર્થિકનાં વજે. શ્રાવક પ્રથમ સાધુને દાન આપી, તેમને પ્રણામ કરી પછી ભજન ક, સુવિહિત સાધુને યાગ ન મળે તે સાધુને આવવાની દિશાનું અવલોકન કરે.
"Aho Shrutgyanam