________________
{ ૪૮૨ ]
પ્રા. ઉપદેશમાતાનો મૂશનુવાદ અને ચિંતવે કે, આ અવસરે સાધુને થગ થાય, તે હું ભાગ્યશાળી બનું. વસ્ત્ર વગેર નવી વસ્તુ લાવે, તે તેમાંથી યથાશકય વહરાવીને પછી વાપરે. સાધુઓને કહપનીય પદાર્થો કેઈક દેશ, કાળને આધીને અથવા અપપ્રમાણ હોવાથી વહરાવી ન શકયા હોય તો સરવાળા અને ભગવંતની આજ્ઞાનુસાર અનુષ્ઠાન કરનારા ઉત્તમ શ્રાવકો તે વસ્તુ વાપરતા નથી. સાધુને રહેવા માટે સ્થાન-વસતિ-ઉપાશ્રય, સુવા માટે પાટ, આસન, આહાર-પાણી, ઔષધ, વસ્ત્ર, કામળી, પાત્ર આદિ સંયમમાં ઉપકાર કરનાર ઉપકરણ આપવાં. કદાચ તેટલી ધનની સ્થિતિવાળે ન હોય, તો પણ ચેડામાંથી થોડું આપે, પરંતુ સંવિભાગ કર્યા વગર પિતે ન વાપરે.
સાધુ અને ગુરુભગવંતેની સુંદર પૂજા કરેલી કયારે કહેવાય ? તો કે, પ્રૌઢપ્રીતિના તરંગે જેના હૃદયમાં ઉછળતા હય, સાધુ-ગુણગ્રાણિી વાણી જેના મુખમાંથી નીકળતી હોય, નિકપટભાવે વંદન કરાતું હોય, તેનું અયોગ્ય વતન ન દેખે, પ્રાયશ્ચિત્ત સ્વીકારી તેની પવિત્ર વિધિનું પાલન કરવું, વસ્ત્ર, અન્ન, જળ, વસતિ, કંબલ વગેરેનું દાન કરવું, આ ગુરુની પૂજા કહેવાય છે. શ્રાવક પૂર્ણ શ્રદ્ધા પૂર્વક કીડી, કાચ, કંટાદિ હિત એવું રહેવા માટે સ્થાન-ઉપાશ્રય-વસતિ આપે, ગુના આધારભૂત એવા સાધુ એને પાત્રા આપે, સુંદર આહાર-પાણ, ઠંડીથી બચાવનાર ગરમ કામળી આપે. યથાર્થ વિધિપૂર્વક સમાચિત ક૯પે તેવું અલપ પણ દાન આપે અને સંયમોપકારી બીજા પદાર્થોનું પણ દાન આપે, તે તે અતિશય નિર્જ ૧ કરનારા થાય છે. (૨૩૦ થી ૨૪૦)
संवच्छरचाउम्मासिएसु अट्टाहियासु · अ तिहीसु । __ सव्वायरेण लग्गइ जिणवर-पूया-तवगुणेसु ॥ २४१ ॥
સાંવત્સરી પવ, ત્રણ ચાતુર્માસી, ચૈત્ર અને આસે એમ પૂર્ણિમા સુધીની શાશ્વતીઅશાશ્વતી અાઈઓ અષ્ટમી, ચતુર્દશી, જ્ઞાનપંચમી વગેરે પવિત્ર પર્વ તિથિઓ વિશે જિનેશ્વરની પૂજા કરવી, તપ કરે, તેમ જ તેવા પર્વદિવસે માં અભયદાન વગેરે પ્રકારનાં દાન, જ્ઞાનાભ્યાસ, આવશ્વાદિક ક્રિયાવિશેષમાં અધિક આદરથી જે ડાય. તે આ પ્રમાણે--
જિનેશ્વર ભગવંતના ચરણ-કમળની વિધિ સહિત પૂજા કરવામાં જે પિતાની પુલક્ષમીને યોગ-સંબંધ જોડે, તે દુષ્ટ પાપકમને ઘટાડો થાય, અને શરદચન્દ્ર સો ઉજજવલ યશ ઉપાર્જન કરે. જે પૂર્વભવમાં ઉપાર્જન કરેલ કર્મરૂપ પર્વતને ભેદવા માટે વજ સમાન, કામરૂપી દાવાનળની જવાલા સમુદાયને ઓલવવા માટે જળ સમાન, નિરંકુશ પાંચ ઈન્દ્રિય સમૂહરૂપ સર્ષના ઝેર ઉતારવા માટે મંત્રાક્ષર સમાન, અંધકારના ધાડાને દૂર કરવા માટે દિવસ સમાન, લધિરૂપી ઉમીયતાના મન સમાન એવા વિવિધ પ્રકારના તપને વિધિપૂર્વક નિષ્કામભાવથી સેવન કરો. આ પૃથ્વીમાં હજારે થવીરો છે, કળા તાલુકા પણ તેટલા જ છે, જોતિષ જાણનાર દરેક
"Aho Shrutgyanam