________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનુવાદ
પ્રભાવથી જીવ જગતમાં અખલિત આનંદનો અનુભવ કરે છે. ત્યારપછી પુરુષનું રૂપ પરાવર્તન કરી પાટલીપુરની પશ્ચિમ દિશામાં ચાપુરમાં કમલવતીએ ચક્રધરદેવના મંદિરમાં પૂજારીનું બટુકનું રૂપ ધારણ કર્યું.
આ બાજુ પાછા ફરેલા રથિક સેવકોએ કમલવતીનો ત્યાગ કર્યો અને કેવી રીતે કર્યો? તે સર્વ નિવેદન રાજાને કર્યું. મંત્રાદિકનો પ્રભાવ જાણનાર કુમાર આ સાંભળીને અતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ખેટા પ્રતાપના કારણે અપશયથી દષિત કરવી કમલવતી પિતાને ત્યાં જીવતી ગઈ હશે ખરી? અત્યારે તે નિભાંગી થએલે હું અકાર્યના કાજલના લેપથી ખરડાએલ મુખવાળો કમલસેના વગેરેને મારું મુખ કેવી રીતે બતાવીશ.' કમલવતી માટે આવું બેટુ ચિંતવતાં મારું હૃદય ફાટી કેમ ન ગયું ? આવી વાણી બોલતાં મારી જીભ કેમ ન તૂટી ગઈ? તેવા પ્રકારનું અકાર્ય કરનાર એવા મારા મસ્તક ઉપર તડતડ કરતા મોટા શબ્દવાળી વિજળી તૂટી કેમ ન પડી ? ગંધમૂષિકા તે પણ અહિં દેખાતી નથી, તે ચાલી ગઈ જણાય છે. એટલે રણસિંહ વિચારવા લાગ્યો કે, “તે પાપિણીએ જ આ અક્રાર્યનું પાપ કર્યું છે, કપટ, કામણ, ટૂંબણ, વિષ, ઉચ્ચાટન વગેરે અશુભ કાર્ય કરવામાં નિપુણ બુદ્ધિવાળી તે ગમે તે કઈ કારણુથી આ અકાય કરીને નકકી ચાલી ગઈ છે.
હવે ગંધમૂષિકાએ સામાપુરીએ પહોંચીને સમગ્ર વૃત્તાન્ત રનવતીને જણાવ્યું, એટલે ચંદ્રની જેમ હષથી પ્રકુલિત બની, પિતા પુરુષોતમ રાજાને રત્નાવતીએ કહ્યું કે, “હવે કુમારને ફરી અહિં આણવા માટે પુરુષોને મોકલે. તેઓ કનકપુર ગયા અને કનકશેખર રાજાને વિનંતિ કરી કે “તે સમયે કુમાર અધવચ્ચેથી પાછા વળ્યા, તો પણ રત્નાવતી હજુ સુધી તેની આશાએ રાહ જોતી બેઠેલી છે, માટે કુમારને મોકલી આપે.” કુમારને આ વાત જણાવી. કમલવતીના વિરહના કારણે કુમારનું મન ભય હતું. “કમલવતીએ તે બીજે જન્મ ધારણ કર્યો હશે, તેથી પાપ કરનાર મને હવે બીજા લગ્ન કરવાં ચગ્ય ન ગણાય, પરંતુ પિતાના આગ્રહથી અને પાટલીનગરમાં કનકવતીની પણ તપાસ કરી શકાય એમ ધારીને શુભ શુકનના મંગળ પૂર્વક સાશ દિવસે પ્રયાણ કર્યું. કેટલાક પડાવ કર્યા પછી ચક્રપુરની બહાર નિવાસ કરીને ચક્રધર દેવની પૂજા કરવા માટે ગયે. આ સમયે જમણું નેત્ર ફરકયું, એટલે રણસિંહ જાશે
આ પ્રિય મનુષ્યને મેલાપ કરાવનાર ચિહ્ન છે.” “મસ્તક ફરકે રાજય-પ્રાપ્તિ, નેત્ર -કુરણ થાય તે પ્રિયજનને મલાય થાય, બાહુ કુશયમાન થાય, તે પ્રિયજનની ભુજાનું આલિંગન સમજવું.”
ત્યારપછી પૂજારી કુમારની હથેળીમાં પુપે આપે છે. કુમાર પણ મૂકય અને પિતાનું હદય આપીને તે ગ્રહણ કરે છે. બટુક પૂજારીએ આ મારા નાથ છે અને નવતી સાથે લગ્ન કરવા પ્રયાણ કરી રહ્યા છે.” તેમ એળખી લીધા. રણસિંહ
"Aho Shrutgyanam