________________
ચંદ્રગુપ્ત અને ચાણકયની કથા
[ ૪૦૭ ] માર?' ચંદ્રપુતે કહ્યું કે, “આ પૃથ્વી વીરલોકોએ ભોગવવા છે, પરંતુ પરંપરાથી વારસામાં મળેલી નહિં.” આ સાંભળી ચાણકયે જાયું કે “આની બેલવાની વચન-પદ્ધતિ કાલાનુસાર યથાર્થ છે.” પૂછયું કે, “આ પુત્ર કોને છે ?” તો કે, કેઈક પરિવ્રાજકને.” એટલે ચાણકયે કહ્યું કે, “એ પરિવ્રાજક હું પિતે જ છું.” ચાલે, આપણે જઈએ, હું તને રાજા બનાવીશ. ”—એમ કહી તે બંને ત્યાંથી પલાયન થયા. કેટલાક તાલીમ ન પામેલા લોકોને એકઠા કરી કુસુમપુર નગરને ઘેરી લીધું. પરંતુ ઘણા સિન્ય પરિવાવાળા નંદરાજાએ અપ સિન્ય-પરિવારવાળા ચાણકયને એકદમ નસાડી મૂા.
નંદરાજાએ તેને વધુ કશ્વા માટે તેની પાછળ ઘડેસવારો મોકલ્યા. સમય સમજનાર ચાણકયે ચંદ્રગુપ્તને મતક ઢાંકવા માટે એક કમલપત્ર આપ્યું અને પદ્મ સરોવરમાં તેને માક. એવી રીતે સરોવરમાં સંતાડ કે જેથી તેને અંદર કોઈ જાણી કે દેખી ન શકે. પિતે તે ફરતાં ફરતાં સરોવર પર વસ્ત્ર ધોનાર ધોબી પાસે આવી કહ્યું કે, “ ભાગી છૂટ, સિન્ય આવે છે.” એમ દૂરથી બતાવી તેને ભગાડીને શિલા પર વસ્ત્ર ઇકવા લાગ્યા. પ્રધાન આધારૂઢ થએલા એક ઘોડેસ્વારે માર્ગમાંથી નજીક આવીને ધોબીને પૂછ્યું કે “ચંદ્રગુપ્ત કયાં છે?” ત્યારે શકુન જાણીને ચાણકયે કહ્યું કે, “સરોવરની અંદર આ ચંદ્રગુપ્ત રહે છે.” અને ચાણકય તો કયારનો ય પલાયન થઈ ગયો છે. (૫૦) પેલા ઘોડેસ્વાર પણ ઘોડો તેને સોંપ્યો અને તરવાર ભૂમિ પર મૂકીને જેટલામાં પાણીમાં પ્રવેશ કરવા માટે તે કપડાં ઉતારે છે, પગરખાં કાવે છે, તે પ્રમાણે બેઠેલાને તેણે તેની તવાર તેના મર્મ પ્રદેશમાં એવી મારી કે તે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તને બહાર લાવી તે જ ઘોડા ઉપર તે બંને આરૂઢ થયા અને આગળ નાસી ગયા. કેટલાક માર્ગ કાપ્યા પછી ચાણકય ચંદ્રગુપ્તને પૂછયું કે, જે વખતે વરી પુરુષને મેં તને બતાવ્યું, તે સમયે મારા સંબંધી તને મનમાં શે અભિપ્રાય આપે?” ત્યારે ચંદ્રગુપ્ત જવાબ આપ્યો કે, “હે તાત! ત્યારે મેં એમ વિચાર્યું કે, “આ વડિલ પુરુષો જે કાર્ય કરે તે હિતનું જ કાર્ય કરે.” તેથી ચાણકયે જાયું કે, આ મારા કરેલા કાર્યમાં વિશ્વાસવાળો છે.
નાચતાં નાયતાં ચંદ્રગુપ્તને કહે છે કે, “હે વત્સ! જયારે અરુણોદય થાય, ત્યાં સુધી ગુફામાં અંધકારથી આત્માને છૂપાવીને આપણું રક્ષણ કરવું. પોતાનો સમય થાય, ત્યારે પ્રગટ થયું, તે પ્રમાણે કરવું જેથી બીજે આપણને ઓળખે નહિં. એક વખત શ્રદ્ધાથી લેવાઈ ગએલા ચંદ્રગુપ્તને ગામ બહાર બેસાડીને કોઈક ગામમાં તેના માટે ભોજન લેવા ગયો. પોતે એમ કરતો હતો કે, રખે નંદના કોઈ માણસે મને ઓળખી જાય. ગામમાં પ્રવેશ કરતાં તરતના જન્મેલા અને જતા કોઈ બ્રાહ્મણને જે. એટલે તરત તેનું પેટ ચીરીને તેમાં હજું ન વિણસેલી દહિની ઘેશ કાઢી લઇને ચંદ્રગુપ્તને જમાડયા. ત્યારપછી બંને બીજા ગામમાં ગયા. આ મહાસાહસિક પુરુષ છે, આ
"Aho Shrutgyanam"