________________
[ ૪૦૬ ]
પ્રા. ઉપદેશમાતાના ગૂર્જાતવાદ વૃદ્ધિ પામેલી છે, એવા નંદરાજાને, જેમ ઉગવાયરા મોટા વૃક્ષને ઉખેડી નાખે, તેમ હું તેનાં રાજ્યનું પરિવર્તન કરીશ.”
ત્યાર પછી તે નગરમાંથી નીકળી રાજના બીજભૂત એવા કોઈ મનુષ્યની શોધ કરવા લાગ્યો. કારણું કે, પોતે સાંભળેલું હતું કે પોતે રાજા નહિં, પરંતુ રાજાસમાન અધિકારવાળો થવાને છું. પૃથ્વીમંડલમાં પરિભ્રમણ કરતાં કરતાં ચાય મારપષક નામના ગામે પહે, તો પરિવ્રાજક-વેષને ધારણ કરનાર તેને દેખી નંદરાજાના પુત્રના વશમાં થએલ, તે ગામના અધિપતિની પુત્રીને ચંદ્ર-પાન કરવાનો. દેહલે થએલો છે, જેને કોઈ પૂર્ણ કરી શકતા ન હતા. દેહલો કોઈ પ્રકારે પૂરી શકાતો ન હોવાથી તેના મુખ-કમલની કાંતિ ઝાંખી પડી ગઈ. અત્યંત મલાન શરીરવાળી માત્ર હવે જીવ જવાનો બાકી હત-એવી વિષમસ્થિતિ પ્રાપ્ત કરી હતી. મિક્ષા બળતો હતો, તે સમયે ગામના અધિપતિએ સર્વ હકીકત પૂર્વક પૂછયું એને, જણાવ્યું કે, “જે આ પ્રથમ બાલક મને આપે, તે તેની માતાને ચંદ્રનું પાન કરાવું.” તેઓએ આ વાતને સ્વીકાર કર્યા. બરાબર પૂર્ણિમાને દિવસ આબે, એટલે મેટ પટમંડપ કરાવે. તેના મધ્યભાગમાં છિદ્ર કરાવ્યું. જે જે રસવાળાં દ્રવ્ય છે, તે સર્વ એકઠાં કરી તેને સાથે મેળવી શીર બનાવી થાળમાં પીરસી.
ચંદ્રને પ્રકાશ મંડપના છિદ્રમાંથી બરાબર થાળમાં પડતું હતું, જાણે સાક્ષાત્, ચંદ્ર જ ન હોય, તેમ દૂધ ભલે થાળ ગઠવ્યા હતા. પેલી સ્ત્રીને માલાવીને કહ્યું કે, “હે પુત્રી ! આ ચંદ્રને જે અને તેનું પાન કર, જેમ જેમ તે પાન કરવા લાગી અને દૂધ ઓછું થવા લાગ્યું, તેમ તેમ મંડપ ઉપર બેઠેલ ગુપ્તપુરુષ તે છિદ્રને ઢાંકતે હતે. જ્યારે સમગ્ર દૂધ-પાન કર્યું, એટલે સમગ્ર છિદ્ર ઢાંકી દીધું. પેલી કોહલાવાળી સ્ત્રીને ચંદ્રપાન કર્યાને પૂર્ણ સંતોષ થયા અને ખાત્રી થઈ કે, “મે ચંદ્રબિંબનું પાન કર્યું. રોહ પૂર્ણ થવાથી તેને પુત્ર જન્મે. ચંદ્રનું પાન કરાવવાના કારણે તેનું નામ “ચંદ્રગુપ્ત’ પાડયું. રાજપદને અનુરૂપ વર્તનવાળો તે દરરોજ એ પ્રમાણે વૃદ્ધિ પામતો હતે. ધનનો અથ ચાણકય સમગ્ર પૃથ્વીમડલમાં ભ્રમણ કરતા હતે. વળી તેવા પ્રકારના પર્વત, ખાણ વગેરે સ્થાનમાં ચતુર બુદ્ધિથી રૂપું, સોનું, રત્નાદિક કિંમતી વસ્તુઓ અને ઔષધિની શોધ કરતે હતે. વળી સતત આ પ્રમાણે વિચારૂં હતું કે – “આળસ કરવી, સ્ત્રીની સેવા, રોગવાળું શરીર, જન્મભૂમિનું વાત્સલ્ય, સંતોષ, ડરપાતા આ છે મહાવપણાના વિદનો છે.”
કોઈક દિવસે તે ચંદ્રગુપ્ત બાળક બીજા બાળકોની સાથે રાજનીતિથી ક્રીડા કરતા હતો અને કહેતે હતો કે, “હું રાજા છું, તમે માગે તે હું આવું” એ બાળક છતાં પ. કાર કરવામાં તત્પર હતો. આ સમયે ચાણકય ત્યાં આવી ચડ અને રમતા તે બાળકને જોયો અને કહ્યું કે, “અમને કઈ પણ દક્ષિણા આપે.' ત્યારે બાળકે માર્ગમાં જતી ગાયોને અનુલક્ષીને કહ્યું કે- “આ ગાય લે.” અરે! એને માલિક મને નહિં
"Aho Shrutgyanam