________________
ચંદ્રગુપ્ત અને ચાણકયની કથા
[ ૪૦૫ ] હોવાથી પ્રૌઢ-ઉત્તમ સારા અલંકારો પહેરીને આવેલી હતી. “શત્રુ-પર્ષદામાં પ્રસંગ પાડવો સુંદર છે, શૂન્ય અ૨૫માં નિવાસ કરવો સારો છે, પરંતુ નિર્જન મનુષ્યની સાથે મૈત્રી કરવી કદાપિ સારી નથી.” ખરેખર વૈભવહિત પતિને પિતાની પત્ની પણ ત્યાગ કરે છે. સર્વાને અપૂર્ણ એવી અમાવાસ્યાની શત્રિ ચંદ્ર સાથે સંબંધ કરે ખરી ? એ કહેવતને અનુસરીને તેના સર્વ પરિવારે ચાણક્યની પત્નીને નિર્ધન પતિવાળી હોવાથી અતિશય અપમાનિત કરી, સમૃદ્ધિવાળી બાકીની બહેને ગૃહદેવતાની જેમ પુ૫, તાબૂલ, વસ્ત્રો, શણગાર આદિથી પોતાના શરીરને સુંદર બનાવીને પ્રસંગે આનંદથી ભ્રમણ કરતી હતી. એક માતા તથા એક પિતા હોવા છતાં હું તેમનાથી પરાભવ પામી. “જગતમાં એક વૈભવને છોડીને બીજે કઈ પદાર્થ વલભ હેતું નથી. જેની પાસે સંપત્તિ હોય, તે ન આપે તે પણ તે વહeભ જણાય છે. મેરુપર્વત સુવર્ણની સંપત્તિવાળો હોવાથી સૂર્ય તેની પાસે પાસે થઈને શ્રમ કરે છે. વિભાવવાળાને સર્વ દાસ થઈનમન કરે છે, નિર્ધન મનુષ્યને કોઈ માણસ નમતો નથી. તેમ જ જેની પાસે કળારૂપી વૈભવ હોય, તેના વિષે પણ લોકો જહદી પ્રભાવિત થાય છે. આ પ્રમાણે મનમાં રોષ ધારણ કરીને ચાણકયને ઘરે આવી રુદન કરવા લાગી. જ્યારે ચાણકયે ખૂબ દબાણ કરી પૂછયું, ત્યારે તેને સર્વ વૃત્તાન્ત કા.
“ભૂખ લાગી હોય ત્યારે ભણેલું વ્યાકરણ ખવાતું નથી, તૃષા લાગી હોય ત્યારે કાવ્યરસનું પાન તૃષા છીપાવતી નથી, છંદશાસ્ત્ર જાણવાથી કેઈના કુલનો ઉદ્ધાર થઈ શકતે નથી, ગમે તેટલી બીજી કળા, જેમાં ધન ઉપાર્જન થઈ શકતું નથી, તે કળાએ નિષ્ફળ છે. માટે સુવર્ણ-ધન ઉપાર્જન કર.” સ્ત્રીઓનો પરાભવ અસહ્ય હોય છે, એટલે તે જ ક્ષણે તે ધન શોધવા માટે તૈયાર થયે.
તે સમયે પાટલિપુત્રમાં નંદરાના બ્રાહ્મણને દક્ષિણા આપતું હતું. તે ત્યાં ગયે. ત્યાં પહેલાં થએલા ક્રમ પ્રમાણે નંદરાજાનાં સર્વ આસનો કાર્તિક અમાવાસ્યાના દિવસે નિયત કરી સ્થાપન કરતાં હતાં. તેમાં જે પ્રથમ આસન હતું, ત્યાં તેવા પ્રકારની લગ્નશુદ્ધિ હતી. તે ધારીને તે એકદમ તે ઉપર બેસી ગચો. તો એક સિદ્ધપુત્રે કહ્યું કે- આવેલા આ બ્રાહ્મણે નંદના વંશની સર્વ છાયાને પગથી ચીપીને આક્રમી છે. એટલે દાસીએ તેને કહ્યું કે, “હે ભગવંત! તમે બીજા આસન ઉપર બેસે.” “ભલે તેમ થાઓ”—એમ કહી ત્યાં પિતાની કુંડિકા-(કમંડલ)ની સ્થાપના કરી, ત્રીજા આસન ઉપર દંડ, ચોથા આસન ઉપર ગારિયા, પાંચમા આસન ઉપર બ્રહ્મસૂત્ર, એ પ્રમાણે ઘણુ આસનને રોકતાં તે બ્રાહાશુને ધીઠે જાણ અપમાનિત કરી વિદાય કર્યો. “હજુ દેશાંતરમાં જવા માટે પ્રથમ પગલું માંડું છું, ત્યાં આમ થયું. તે સમયે નિર્ભય થઈ નિઃશંકપણે ઘણા લોકો સમક્ષ એમ બોલવા લાગે કેકોશ અને સેવકોથી જેનું મૂલ મજબૂત છે, પુત્ર અને પનીઓથી જેની શાખા
"Aho Shrutgyanam