________________
w,
-
~
-~~
-
-
-
[ ૪૦૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાતના બ્રાહાણ-હત્યા કરવા કોણ સમર્થ થઈ શકે? ચક્રીવાસુદેવનાં ચક્રો પણ પિતાના કુળની હત્યા વખતે બુઠ્ઠી થઈ જાય છે–એમ આણે વિચાર્યું. (૬૦)
ચાય રાત્રે ભિક્ષા માટે બ્રમણ કરતાં એક વૃદ્ધ ડોસીને ઘરે પહોંચે. ત્યાં ડોસીએ પુત્રો -ભાંડરડાને મોટા થાળમાં રાબ પીરસી હતી. તેમાંથી એક ચપળપુત્ર થાળના મધ્ય ભાગમાં હાથ નાખે, દાઝા અને રુદન કરવા લાગ્યા એટલે વૃદ્ધાએ ઠપકો આપતા પુત્રને કહ્યું કે, “તું ચાણકયની જેમ મૂખ છે.' ચાણકી તેને પૂછ્યું કે, ચાણક્ય મૂખ કેમ? ત્યારે વૃદ્ધાએ કહ્યું કે, પડખેની ઠરી ગએલી રાબ પહેલા ચાટવાની હોય, વચલી શબ તે ગર્મ હોય.” ચાણકય નંદ રાજાના રાજયમાં સીમાડાને બદલે વચમાં રાજધાની પર ઘેરો ઘાલે તેમાં ફાવતું નથી. હવે ચાણકયે જિતવાને ઉપાય મેળવ્યો. પ્રથમ છેડાના ગામ સ્વાધીન કર્યા પહેલા વચમાં ગામ સ્વાધીન કરી શકાતો નથી. વચલું કુસુમપુર ત્યારે જ સ્વાધીન કરી શકાય, જે પડખાનાછેડાની આસપાસના ગામે પ્રથમ સ્વાધીન કરાય છે. ત્યાર પછી તે ચાણકય તરત હિમાવાન પર્વતની તળેટી પાસે ગયા. ત્યાં પર્વતક નામનો રાજા હતા, તેની સાથે દઢ મૈત્રી બાંધી. સમયે વાત કરી કે, “પાટલિપુત્રમાં નંદરાજાને જિતને સરખે ભાગે આપણે બંને રાજ્ય વહેચી લઈશું.' ત્યારપછી તરત જ પ્રયાણ શરુ કર્યું. વચલા ગામમાં, નગરમાં પિતાની આજ્ઞા સ્થાપન કરતાં કરતાં આગળ વધ્યા. એક સ્થળે એક નગર વાલીન થઈ શકતું નથી. સજજડ પુરુષાર્થ કરવા છતાં તે કેમ પડતું નથી? તેથી તે પરિવ્રાજક સંન્યાસીએ અંદર પ્રવેશ કરી તપાસ કરી. તે કેટલીક વસ્તુ તપાસતાં ત્યાં પાર્વતીના રૂપ સરખી ઈન્દ્રકુમારીની મૂતિઓ દેખી. તેના પ્રભાવથી તે નગર કોઈ પ્રકારે સ્વાધીન થતું કે પડતું નથી. કપટથી તેનું ઉત્થાપન કરીને તેને પિતે સવાધીન કરી લીધી એટલે તે નગર તરત જ સ્વાધીન થયું. ત્યાર પછી પાટલિપુત્રને ઘેરો ઘાલે અને દરરોજ સંગ્રામ ચાલતો હતો. તે આ પ્રમાણે–
કોઈક જગાએ તીક્ષણ ભાલાઓ ફેંકાતાં હતાં, કોઈક સ્થાનમાં લોકોને સંહાર કરનારા યંત્રોને સમૂહ ફેંકાતો હતો. કયાંક નગરના લોકોએ બનાવરાવેલા વિશાળ દરવાજાનાં કમાડ કઠિન કુહાડાના પ્રહારથી સન્ત તેડેલાં ભાંગી ગયાં હતાં. યમરાજાની જીભ સરખી શક્તિ નામના હથિયારો જ્યારે શક્તિવાળા પરાક્રમી પુરુષોના હાથથી છેડવામાં આવતી હતી, ત્યારે અનેક શત્રુઓ ઉપર પડતી હતી અને તેઓ તરત જ યમરાજાના પરોણા બનતા હતા. મોટા પર્વતના શિખર સરખાં ઉંચા એવા કોટનાં શિખરે જેમ વિજળી પડવાથી, તેમ પૃથ્વી ઉપર-નીચે પડતાં હતાં. કાન સુધી ખેંચેલા ધનુષદંડથી છડેલી બાણશ્રેણિઓ બંને સેન્યાના મતાના પ્રાણેને પ્રલય પમાડનારી થતી હતી. ઠેકાણે ઠેકાણે કિલ્લાના ઘેરાવાઓ પડીને ખંડિત થતા હતા અને સૈનિકો ઉપર પડીને ભટોને પ્રાણ લેતા હતા. તે પ્રમાણે પથરો, ભાલાંઓ અને બરછીની વૃષ્ટિ થતી હતી. આ પ્રમાણે કેટલાક દિવસો ગયા પળ નંદનું
"Aho Shrutgyanam