________________
( ૪૦૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ તે નેહ નથી, અતિચમકેલા ચિત્તવા અથારે ફરી માતાને પૂછે છે કે, “આ વાત કેવી રીતે ઘટી શકે? પિતા ઉપર ગોળપાપડી મોકલેલી તે હજુ પણ આજે ભૂલાતી નથી. હવે માતા કહે છે “હે પુત્ર હજુ તારા ધંતુરો આજે પયુ પિતા ઉપરથી ઉતા નથી. પિતાનો તું એ વેરી છે કે, આ એક પ્રગટસત્ય મોત હકીકત છે. તું જ્યારે બાળક હતું, તારી અંગુલીમાં કીડા પડેલા હતા, તેની તેને પારાવાર વેદના થતી હતી, તું મોટેથી દેવાનું ક્ષણવાર પણ બંધ રાખતું ન હતું, ખરાબ પરુની દુર્ગધ મારતી હતી, તેવી માંગણી છતાં પિતા તને બિલકુલ છેડતા ન હતા. જ્યારે તે અગિળી પિતાના મુખની પિલાણુમાં રાખતા હતા, ત્યારે પીડા શાંત થતી હતી.
આ પ્રમાણે રાતે બંધ રાખવા માટે હંમેશાં તને મેળામાં જ બેસાડી રાખતા હતા. આટલું તારા માટે કરનારને કે કુતદન! તે બહુ સારો ઉપકાર કર્યો છે. ઉપકાર કરનાર ઉપર ઉપકાર કર, અપકાર કરનારનો અપકાર કરવો તે તે સંસારમાં આપ-લે કરવાનો સામાન્ય વ્યવહાર છે. તેની કશી પ્રશંસા કરવાની હોતી નથી, પરંતુ અપકાર કરનાર ઉપર ઉપકાર કરે અને ઉપકાર કરનાર ઉપર અપકાર કર, તો તે સપુરુષ અને કુપુરુષોમાં શિરોમણી ભાવને પામે છે. આ સાંભળીને એકદમ ઉપશાંત થએલા વિરવાળે કેણિક વિચારવા લાગ્યું કે, અરે ! નિભગી એવા મેં પિતાજીને આવી વિડંબના કરી.” તે હવે હું જાતે ત્યાં પ્રચંડ લોહડગર લઈને જ જાઉં અને તેમની એડીના સો ટૂકડા કરી કેદખાનામાંથી મુક્ત કરી પિતાજીની ક્ષમા માગું' હાથમાં મોટા પ્રચંડ લેહદંડ લણને જે કોણિક જાય છે, ત્યારે પ્રતિહારી શ્રેણિકને કહ્યું કે, “રાજા ઉતાવળે ઉતાવળે લેહદડ લઈને આવે છે. પ્રહરણ વગરના કરતવાળા આપને તે અનાર્ય પુત્ર. આ સાંભળીને શ્રેણિકા આમ વિચારવા લાગ્યાકઈક ખરાબ રીતિના મારથી એ મહાપાપી આજે મને મારી નાખશે, તે ગાંઠ છેડીને તાપૂટ ઝેરનું ભક્ષણ કરી લઉં.” તે પ્રમાણે કરવાથી ક્ષણવારમાં તે ચડ્યા -વગરના થઈ ગયા.
આવી સ્થિતિમાં કેણિક રાજાને દેખે છે. તેમના જીવિતની જેમ હની બહે ભાંગી નાંખે છે. યંત્ર, તંત્ર, મંત્ર, મહાઔષધિ, મૂલિકા વગેરેનો પ્રયોગ કરી જીવ લાવવા પ્રયત્ન કરે છે. જયારે જીવમુક્ત થએલા પિતાને જેમા, એટલે મોટી પિક મેલી રુદન કરવા લાગ્યા. અતિ વિરાવને કાળ વીતી ગયા. અત્યારે તે નેહને કાળ છે, તે સમયે મારી હાજરીમાં પિતાજી પરલોકવાસી થયા, અહો ! મારા પાપ કેવી પરંપરા છે. શ્રેણિક ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને દેવાધિદેવ પર અત્યંત ભક્તિા હેવા છતાં પણ વિડંબનાથી મૃત્યુ પામ્યા. અહા! દેવની ગતિ કેવી વિચિત્ર વિલાસવાળી છે ! વળી દેવ કેવું છે કે-“ મુગલો પાશ-બંધનને છેદીને ફૂટ રચનાવાળી જાળને બળાત્કારથી ભાંગીને વનમાં દૂર ગયા, તે ત્યાં દાવાનળની અનિ-શિખાના
"Aho Shrutgyanam