________________
કાફિકને પૂર્વભવ
[ ૩૯૩ ] તેની વિડંબનાથી હું વૈરાગ્ય પાયે, તાપસવ્રત ગ્રહણ કર્યું, તે પણ દુષ્ટાત્માં મારી Vઠ છોડતો નથી. આ તપના ફળથી નક્કી હું તેના વધ માટે જન્મ ધારણ કરીશ. નિયાણું કરી તે અલ્પઋદ્ધિવાળે વ્યંતર દેવ થયા. તે રાજા પણ તાપસ થઇને મરી વ્યંતર થયો અને તે પ્રથમ જન્મીને શ્રેણિક રાજા થયે. સેનકનો જીવ વ્યંતરમાંથી ચ્યવીને તે સમયે ચેલણાના ગર્ભમાં આવ્યો. ગર્ભના પ્રભાવથી ચેલણાને આ પ્રમાણે ચિંતા ઉત્પન્ન થઈ. આ શ્રેણિક-શત્રુને મારા નેત્રોથી ન દેખું, અથવા દાંતાળી ક૨વતથી તેને કાપીને ખાઈ જાઉં. તેથી ચેલા તે ગર્ભને નાશ કરવાના, પાડવાના, પીડાના ઉપાયો કરવા છતાં તેને કંઈ અસર ન થઈ. સાતમા મહિને પણ તે ગર્ભ કશળ રહો. મહિને મહિને તેને અશુભ દોહલા ઉત્પન્ન થવા લાગ્યા. તે આ પ્રમાણે
શ્રેણિકના લેહી વહેતા આંતરડાનું હું ભક્ષણ કરું.” જ્યાં સુધી આ દોહિલે પૂરું થતો નથી, ત્યાં સુધી શેલણાનું શરીર ક્ષીણ થતું જાય છે. સર્વ અંગે સળીની ઉપમાં લાયક નાના ગર્ભ સરખા બની ગયા. રાજાએ પૂછયું કે, “કેમ ગુરાય છે? તારા દેહમાં હે દેવી! કંઈ દુઃખ છે ?” રાજાએ ઘણે આગ્રહ કર્યો ત્યારે રુદન કરતી કહે છે કે, “નિભાગિણ હું એવો વિચાર કરું છું કે, “તમારા લેહી વહેતા આત૨ડાનું ભક્ષણ કરું.” રાજાએ કહ્યું કે, “હે દેવી! તું દુઃખ ન લગાડ, આજે જ તે માટે પ્રયત્ન કરીશ.
રાજાએ એકાંતમાં આ વાત અભયને જણાવી. તેણે પણ મૃગલાનું માંસ મંગાવી અલતાને ઘણે પાતળા રસ તેના પર ચોપડાવીને શ્રેણિક રાજાના પેટ ઉપર પાટે સજજડ મજબૂત બંધાવી આ પ્રમાણે ચલણ પાસે આસન સ્થાપીને પટ્ટને ઉઠાવીને છરીથી કાપીને કહે છે કે, “હે પ્રાણપ્રિયે મા તમ્ફ નજર કર, છરીથી પિટ કાપીને શિકાર કરતો કાપી કાપીને માંસ આપે છે, લાક્ષારસ ચોપડેલ હોવાથી તે પણ સારી મતેષ પામીને સવાઇપૂર્વક ખાય છે. રાજાને કેટલું દુખ થતું હશે એમ સંભાવના કરીને એકદમ મૂચ્છ પામી. સંરહિણી ઔષધિથી આ પ્રહારની રુઝ હમણાં લાવીશ એ પ્રમાણે ધીરજ આપીને-ચેલણાને સંતોષ પમાડીને રાજા ત્યાંથી નીકળી ગયે. હજુ ગર્ભમાંથી બહાર આવ્યું નથી, તે પણ જેને આ પ્રભાવ ચાલુ થાય છે, જરૂર આ પિતાને વરી હે જોઈએ, માટે દૂરથી જ આ ત્યાગ ક ઉચિત છે.
દેવીએ ઘણા દુઃખ સાથે પુત્રને જન્મ આપ્યો. દાસીએ રાજાને વધામણી આપી, તો તેને અંગ પર પહેલાં આભૂષણે આપ્યાં. લાંબાકાળના ગાઢ પ્રેમના મર્મને ઉચ્છેદ કરવામાં આ નભ અતિઉત્કટ છે, એમ માની ચલણાએ તે બાળકનો તરત ત્યાગ કરાવ્યું. હવે શ્રેણિક પુત્રના દર્શનની આશાએ પ્રસૂતિ ઘરે આદરથી આવી પહોંચ્યો અને કહ્યું કે, “પુત્રનું મુખ મને બતાવો.” દેવીએ કહ્યું કે, “મેં તેને ત્યાગ કર્યો છે, એટલે તે પંચતત્વ પામ્યા હશે. ભયંકર ક્રોધથી ભૃકુટીયુક્ત ભાલ કરીને રાજ કહે છે– “અરેરે ! ગર્ભથી તત્કાલ જન્મેલ બાળક જે હજુ પાક થા નથી,
"Aho Shrutgyanam