________________
૩૯૪ ]
પ્રા. ઉપદેશમાલા ગુજરાતના એટલામાં તરત ત્યાગ કરવો તે યુક્તિયુક્ત નથી. તે હે પાપે ! લક્ષણ વગરની એક માત્ર ક્ષણાર્ધમાં તને આવું પાપ કરવાનું સુજ્યું? મારા વંશમાં હજુ કેટલા પુત્રો થયા છે, તે કહે. ભયંકર થએલા શાજા એ દાસીઓને ક્રોધથી કહ્યું કે, હે દાસીએ ! પુત્ર બતાવે, તમે એને કયાં રાખ્યો છે? નહિંતર કાન, નાક નાશ કરીને તમારું જીવિત પણ નાશ કરીશ. એક વૃદ્ધદાસીએ બાળકની કરુણા અને રાજાના ભયથી અશોકવૃક્ષની છાયામાં મૂકેલા પુત્રને શ્રેણિકને બતાવ્યો. (૨૪૦) શરીરનાં તેજસ્વી કિના સમૂહરૂપ ચંદ્રિકાથી પ્રકાશિત અશોકવનમાં રહેલા બાળકને વજ રત્નના ટૂકડા માફક આણીને પિતાના ખેાળામાં ધારણ કર્યો. ધાવમાતાને પાલન કરવા અર્પણ કર્યો. “અશેકચંદ્ર” તેનું નામ સ્થાપન કર્યું. કારણ કે, અશોકવૃક્ષની છાયામાં સ્થાપન કરેલ અને રાજાએ ત્યાંથી તેને પ્રાપ્ત કરેલ. આ નામથી પ્રસિદ્ધિ પામ્યો હતો, પરંતુ લેકમાં તે તેની આંગળી કૂકડાએ ખાધી અને ટૂંકી કરેલી હોવાથી કણિક” તરીકે બલાતે હતે.
હવે ઉજેણી નગરીથી પ્રદ્યોત આવીને કોઈક વખતે ઘણી સેના-સામગ્રીથી શ્રેણુકને ઘેરવા નીકળ્યા. ઘણે ભય પામેલા રાજાને અભયે કહ્યું કે, તમે તેના મોટા સેનિક-સમુદાયથી ભય ન પામશે. તેને હું ભગાડી મૂકીશ.” તે બીજા ખંડિયા રાજાઓ સહિત આવે છે, એમ જાણીને તે સમગ્ર રાજા કયાં પડાવ કરવાના છે, તે અભય જાણતો હોવાથી તેઓ હજુ અહિં આવી પહોંચ્યા નથી, તે પહેલાં તે ભૂમિમાં નિષાનના કળશે દટાવે છે. હવે જેવા તે ખંડિયારાજા પિતપિતાના સ્થાનમાં સ્થાન જમાવીને રહેલા છે. એટલામાં શ્રેણિક રાજાને પ્રોતની સાથે અતિમહાન યુદ્ધ થયું. ત્યારપછી કોઈક દિવસે અભયકુમાર મહામંત્રી તેની બુદ્ધિનો ભેદ કરાવવા માટે પ્રદ્યોત રાજાને એક લેખ મોકલે, તમારા સર્વ ખંડિયા રાજાઓને શ્રેણિક રાજાએ લાલચ આપીને ફાડી નાખેલા છે, આ વાત તદ્દન સાચી છે. એ સ” એકઠા મળીને નક્કી તમને શ્રેણિકને અર્પણ કરશે. આ વાતમાં શંકા હોય તો અમુક શાના પડાવમાં (૨૫૦) અમુક સ્થાને છેદાવીને તપાસ કાવજે.” તે દાવ્યું તે સોનામહોર ભરેલા કળશે જોયા એટલે પ્રદ્યોત એકદમ પલાયન થવા લાગ્યા.
અગ્નિથી વૃક્ષો બળી જાય અથવા ઉખડી જાય, પરંતુ પાણીના પ્રવાહમાં તે મૂળમાંથી ચાલ્યા જાય, તેમ નિર્મલ બુદ્ધિથી શત્રુઓ પણ મૂળમાંથી ઉખડી જાય છે. તેના માગને અનુસરનારા રાજાને શ્રેણિકે પિતાના હાથથી વેરવિખેર કર્યા. હજી નગરીએ આ જાગો પહેચીને પ્રદ્યોતને સાચી પ્રતીતિ કરાવે છે કે, “હે સવાગી!
આ પ્રપંચ અમે નથી કર્યો, પરંતુ આ સર્વ કરાવનાર અભયની બુદ્ધિ છે. જ્યારે નિશ્ચય થયે, ત્યારે કોઈક સમયે પ્રદ્યોત રાજા સભામાં કહે છે-“એવો કોઈ બુતિશાળી છે કે, જે અભયને મારી પાસે લાવે.” તે વાતનું બીડું એક ગણિકાએ ઝડપ્યું
"Aho Shrutgyanam