SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૨ ] પ્રા. ઉપદેશમાતાનો ગુજરાનવાદ વસ્ત્ર વીંટાળીને નીચોવી કુમારોને જળપાન કરાવ્યું. એક વખત રાજશાળામાં આગ લાગી, ત્યારે રાજાએ કુમારને બૂમ પાડીને જણાવ્યું કે, “જેને જે હાથમાં આવે તે ગ્રહણ કરો.” ત્યારે કેઈકે અશ્વશાળામાંથી અશ્વ, તેનાં બચ્ચાઓ અને જેને જે સાભૂત પદાર્થ લાગ્યો, તે ખેંચી કાઢશે. જ્યારે શ્રેણિક કુમારે તેમાં પ્રવેશ કરીને જયઢક્કા કાઢી. પિતાને બતાવી તે પ્રસન્ન થએલા પિતાએ તેનું “ખંભાસાર” બીજુ નામ પડયું. બીજા કુમારો ઇર્ષ્યાથી શ્રેણિકકુમારને રાજ્ય લાભથી મારી ન નાખે, તે કારણે પ્રગટપણે શ્રેણિકના ગુણાનુરૂપ અને મનોરથને યોગ્ય એ આદરસત્કાર કરતા નથી. પોતાને પરાભવ અને બીજાને સત્કાર-ગૌરવ થતું દેખી ઉદ્વેગ પામેલા ચિત્તથી શ્રેણિક કુમાર વિચારવા લાગ્યા. “ચરણથી ચંપાએલી માગની ધૂળ તે પણ અહિં પિતાના મરતક પર ચડી બેસે છે, તે ધૂળ કરતાં પણ શું છું કે, હજુ આજે પણ અહિં વાસ કરું છું.” રાજાના ઘરમાંથી રાત્રે એકલો નીકળી પડયા અને સાહસની સહાયવાળે તે દેશાંતરોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. રાજાએ ગુપ્ત રીતે મોકલેલા કેટલા શિષ્ટ પુરુષોથી અનુસાતે વનરાશી માફક કોઈ વખત બેન્નાતટનગરે પહોચ્યા. નગરમાં આવીને ભદ્રનામના શેઠની દુકાને બેઠે. તેના પ્રભાવથી તે દુકાનદાર ભદ્રશેઠને ઘણી કમાણીને લાભ થયો. શેઠ મનમાં વિચારે છે કે, આજે મને અતિવિશિષ્ટ વપ્ન આવેલ છે. રત્ન ખાણ સમાન કોઈ ઉત્તમ પુરુષ મારે ઘરે આવેલા છે. તેની સાથે સુનંદા નામની કન્યાને વિવાહ કર્યો, તે તેની સાથે અતિશય શોભશે. અધિક લાભ કરનાર આ સ્વપ્નનું ફળ છે–એમ માનવા લાગ્યા. ત્યારપછી શેઠે પૂછ્યું કે, “હે પુરુષોત્તમ ! તમે કોના પરોણા તરીકે આવ્યા છો ? ત્યારે તેણે કહ્યું કે, “કુબેર સરખા તમાશ જ.” અનુરૂપ જવાબ મળવાથી શેઠે ચિંતવ્યું કે, કેઈ ઉત્તમ કુલપુત્ર છે, તેથી અતિગૌરવ પૂર્વક ઘરે લઈ જઈને ઉચિત કર્યું. એક વખત તેનું ગૌરવ કરતાં ભદ્ર શેઠે કુમારને કહ્યું કે, “હે પુરુષોત્તમ! તમને વણિકની કન્યા ભાર્યા તરીકે યોગ્ય ન ગણાય, તે પણ મા આગ્રહથી આ મારી સુનંદા કન્યા સાથે તમારે વિવાહ કરે છે, જેથી નિર્વિકપથી મારી પુત્રી જિંદગી પર્યત સુખી થાય. સજજન પુરુષોમાં આટલા ગુણ હોય છે—– “બીજાએ કરેલ પ્રાર્થના-પદાર્થનો ભંગ ન કરે, પરોપકારને વખત આવ્યે, તો જતો ન કરે. બીજો આગ્રહ કરે, તેમાં આનંદ માન, બીજાના સંકટને નાશ કરવો, તેમાં આનંદ માનો અને તેવા કાર્યની અભિલાષા રાખવી.” કુમાર પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “હે પિતાતુલ્ય ! મારી જાતિ, વંશ વગેરે પણ તમે જાણતા નથી છતાં પણ પુત્રી તમે મને આપે છે, તે તમને જે યુક્ત લાગે, તે તમે જાણે.” ત્યારે શેઠે સામેથી કહ્યું કે, “બહુ સારું,” સારભૂત પરાક્રમાદિક ગુણેના સ્થાનરૂપ અને શુભ સવપ્નથી સૂચિત તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તે આ મારી. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy